________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૫૮
૨૮૧ ઉપાય બતાવ્યો. હવે કેટલાક મહાત્માઓ ઉપાયથી રક્ષણ કરવું તે પ્રમાણે પંચાશકની ગાથાનો જે અર્થ કરે છે તેનાથી એ પ્રાપ્ત થાય કે સ્વીકારાયેલા વ્રતનું રક્ષણ કરવા જે ઉપાયો છે તેને સેવીને તેના દ્વારા વ્રતનું રક્ષણ કરવું તે ઉપાયથી રક્ષણ છે. જેમ આયતન સેવનાદિ વ્રતરક્ષણના ઉપાય છે તેના સેવનથી વ્રતનું રક્ષણ કરવું તે ઉપાયથી રક્ષણ છે. ગ્રહણ :
વળી, સમ્યક્ત કે દેશવિરતિ આદિ વ્રત કઈ રીતે ગ્રહણ કરવાં જોઈએ ? તેનો બોધ કરીને વ્રતો સ્વીકારવાં જોઈએ અને તે ગ્રહણ સમ્યત્વના વિષયમાં ત્રિવિધ-ત્રિવિધથી છે; કેમ કે સમ્યત્વ સ્વીકારતી વખતે અરિહંત દેવ, સુસાધુ ગુરુ અને સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મ તે જ તત્ત્વ છે. તે પ્રકારે મનથી-વચનથી-કાયાથી ગ્રહણ કરાય છે. અને તેનાથી અન્ય દેવ, અન્ય ગુરુ અને અન્ય ધર્મ તે સર્વનો મનથી-વચનથી-કાયાથી અને કરણ-કરાવણ-અનુમોદનને આશ્રયીને પરિહાર કરાય છે. આથી જ વ્રત ઉચ્ચરતી વખતે છ આગાર સમ્યક્તમાં રાખવામાં આવે છે. જેથી બલાભિયોગાદિથી કાયા દ્વારા અન્ય દેવાદિને એવા સંયોગોમાં નમસ્કાર કરવા પડે તોપણ અંતરંગ રીતે મનથી-વચનથી-કાયાથી અને કરણ-કરાવણ-અનુમોદનનો પરિહાર થાય છે. ફક્ત અન્ય ઉપાય નહીં હોવાથી તેવા સંયોગોમાં કેવલ બાહ્ય આચારથી જ અન્ય દેવાદિને નમસ્કાર કરાય છે.
વળી, દેશવિરતિ વ્રત પોતાની શક્તિનું સમાલોચન કરીને દ્વિવિધ-ત્રિવિધ'થી પ્રથમ વિકલ્પ રૂપે ગ્રહણ કરવું જોઈએ. અને તેની શક્તિ ન હોય તો “દ્વિવિધ-દ્વિવિધથી બીજા વિકલ્પથી ગ્રહણ કરવું જોઈએ અને તેની પણ શક્તિ ન હોય તો “દ્વિવિધ-એકવિધથી ગ્રહણ કરવું જોઈએ અને તેની પણ શક્તિ ન હોય તો એકવિધ-ત્રિવિધથી ગ્રહણ કરવું જોઈએ અને ઇત્યાદિથી અન્ય વિકલ્પો પૂર્વમાં વર્ણન કર્યું તે પ્રકારે જાણીને તે પ્રકારે દેશવિરતિ સ્વીકારવી જોઈએ જેથી દેશવિરતિ સ્વીકાર્યા પછી પૂર્ણ રીતે પોતે તેનું પાલન કરી શકે. પરંતુ રાજસીકવૃત્તિથી વિચાર્યા વગર “દુવિધ-ત્રિવિધ થી વ્રત ગ્રહણ કરવું જોઈએ નહિ; કેમ કે વ્રતના ગ્રહણ માત્રથી ફળ મળતું નથી પરંતુ ગ્રહણ કર્યા પછી સમ્યફ પાલન કરવામાં ન આવે તો અગ્રહણ કરતાં પણ અધિક અનર્થની પ્રાપ્તિ થાય છે. માટે દેશવિરતિના સર્વ વિકલ્પોમાંથી જે વિકલ્પથી પોતે પાળી શકે તેવો સ્થિર નિર્ણય હોય તે વિકલ્પથી જ દેશવિરતિનું ગ્રહણ કરવું જોઈએ. પ્રયત્ન :
વ્રત ગ્રહણ કર્યા પછી પાલન માટે શું પ્રયત્ન કરવો જોઈએ ? જેથી ગ્રહણ કરાયેલાં વ્રતો ફલવાળાં થાય તે બતાવતાં કહે છે –
સમ્યક્ત કે દેશવિરતિ ગ્રહણ કર્યા પછી સતત તેના અનુસ્મરણાદિમાં યત્ન કરવો જોઈએ. વળી, સમ્યક્તના સ્વીકારમાં સમ્યક્તનું વાસ્તવિક સ્વરૂપ શું છે? તેના ઉચિત આચારો શું છે ? તેનો નિર્ણય કરીને તેમાં સદા પ્રયત્ન કરવો જોઈએ. અને દેશવિરતિમાં પણ જેનું પોતે પ્રત્યાખ્યાન નથી કર્યું તેના