________________
૨૮૨
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૫૮-૫૯ વિષયમાં પણ પોતાની શક્તિ અનુસાર પરિહાર કરવામાં ઉદ્યમ કરવા રૂપ યતના કરવી જોઈએ. જેથી તે પ્રયત્નને કારણે ગુણસ્થાનક સ્થિર રહે.
વળી, સમ્યક્ત સ્વીકાર્યા પછી અન્યદેવોને મારે પૂજવા કલ્પતા નથી ઇત્યાદિનું સ્મરણ કરીને તેના પરિહાર માટે યત્ન કરવો જોઈએ. અને દેશવિરતિ સ્વીકાર્યા પછી સ્થાવર જીવની રક્ષા માટે પણ ગાળેલું પાણી, લાકડાં વગેરે પણ જીવાકુલ નથી ઇત્યાદિનું અવલોકન કરીને તેનો ઉપયોગ કરવો જોઈએ અને વિધિપૂર્વક તે જીવોની રક્ષા માટે ઉચિત યતના કરવી જોઈએ. જેથી જે વિષયમાં પોતે પચ્ચખાણ ગ્રહણ કરેલું નથી તેમાં પણ નિરર્થક આરંભ-સમારંભ કરવાનો પ્રસંગ ન આવે તેનાથી શ્રાવકનું ચિત્ત સદા દયાળુ રહે આ રીતે સમ્યક્ત અને દેશવિરતિ વિષયક પ્રયત્ન બતાવ્યા પછી તેના વિષય બતાવે છે. વિષય :
સમ્યક્ત સ્વીકાર્યા પછી વિવેકી જીવોએ સમ્યક્તના વિષયભૂત જીવાદિનું સ્વરૂપ સદા વિશેષ-વિશેષ જાણવા પ્રયત્ન કરવો જોઈએ અને દેશવિરતિ સ્વીકાર્યા પછી શ્રાવકે પોતાના વ્રતના વિષયરૂપ સ્કૂલ સંકલ્પિત પ્રાણી આદિ રૂપ વિષયનો સૂક્ષ્મ-સૂકમતર બોધ કરવો જોઈએ. જેથી અનાભોગાદિથી પણ વ્રતનું ઉલ્લંઘન થાય નહિ.
અહીં ગ્રંથકારશ્રીએ સમ્યક્ત, દેશવિરતિનું સ્વરૂપ અને તેના અતિચારો બતાવ્યા પરંતુ તે સર્વના ઉપાયાદિ સાક્ષાત્ બતાવ્યા નથી તોપણ કુંભારના ચક્રના ભ્રામક એવા દંડના દૃષ્ટાંતથી બુદ્ધિમાન પુરુષે , જાણવા જોઈએ. જેમ કુંભાર ચક્રને એકભાગમાં ફેરવે છે. તેનાથી આખું ચક્ર ફરે છે. અર્થાત્ બધા દેશો ફરે છે. તેમ અહીં સમ્યક્ત, દેશવિરતિને આશ્રયીને ઘણી વક્તવ્યતારૂપ ચક્રના સમ્યક્ત, બાર વ્રત અને તેના અતિચારો રૂ૫ એક દેશ કહેવાયો તેનાથી ઉપાયાદિ આક્ષિપ્ત થાય છે. તેથી અર્થથી વિચારકે સ્વયં જાણી લેવા જોઈએ.
આશય એ છે કે સમ્યક્ત કે દેશવિરતિનું વર્ણન કરવામાં આવે ત્યારે તેની પ્રાપ્તિના ઉપાયો શું છે ? રક્ષણના ઉપાયો શું છે? કઈ રીતે ગ્રહણ કરવું જોઈએ ? તેના માટે કેવો પ્રયત્ન કરવો જોઈએ ? ઇત્યાદિ બુદ્ધિમાન પુરુષ વિચારે તો સ્વયં નિર્ણય કરી શકે તેથી ગ્રંથનો ગૌરવ ન થાય=ગ્રંથનો અધિક વિસ્તાર ન થાય તે માટે ગ્રંથકારશ્રીએ સાક્ષાત્ ઉપાયાદિ અહીં કહેલ નથી. સામાન્યથી ઉલ્લેખ કરીને તે જાણવાનો નિર્દેશ કર્યો છે. પ૮ અવતરણિકા :
इत्थं व्रतातिचारानभिधाय प्रस्तुते तान् योजयन्नाह - અવતરણિકાર્ય :
આ રીતે વ્રતના અતિચારો કહીને પ્રસ્તુતમા=પ્રસ્તુત એવા વિશેષ ગૃહસ્થ ધર્મમાં, તેઓએ=વ્રતના અતિચારોને, યોજન કરતાં કહે છે –