________________
૨૭૯
ધર્મસંગ્રહ ભાગ-૩/ દ્વિતીય અધિકાર | શ્લોક-૫૮
કઈ રીતે ઉપાયાદિ અર્થથી જાણવા જોઈએ ? તેથી ગ્રંથકારશ્રી સમ્યક્ત અને વ્રત સાથે સંકળાયેલા ઉપાયાદિ વસ્તુઓને નામથી બતાવવા અર્થે પંચાશકની ગાથા બતાવે છે –
“રંવાશ'માં કહેલ છે કે બુદ્ધિમાન કોઈપણ વ્રત ગ્રહણ કરે ત્યારે કુંભારના ચક્રના ભ્રામક દંડના ઉદાહરણથી તે વ્રતની પ્રાપ્તિનો ઉપાય શું ? જેના સેવનથી વ્રત પ્રગટ થાય ? તેને જાણવું જોઈએ. વળી ગ્રહણ કરાયેલા વ્રતના રક્ષણનો ઉપાય જાણવો જોઈએ. જેથી સ્વીકારાયેલ વ્રતનું રક્ષણ થઈ શકે. વળી, વ્રત કઈ રીતે ગ્રહણ કરવું જોઈએ? તેનો બોધ કરવો જોઈએ જેથી સમ્યક રીતે વ્રત ગ્રહણ થઈ શકે. વળી, વ્રત ગ્રહણ કર્યા પછી કેવા પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ તેનો નિર્ણય કરવો જોઈએ જેથી પ્રયત્ન દ્વારા વ્રતનું પાલન થાય. વળી, વતનો વિષય શું છે ? તેનો નિર્ણય કરવો જોઈએ જેથી તે વિષયમાં સમ્યફ યત્ન થાય.
શેનાથી ઉપાયાદિ જાણવા જોઈએ ? તેથી કહે છે – આગમથી ઉપાયાદિ જાણવા જોઈએ.
આ રીતે પંચાશકની ગાથા બતાવ્યા પછી ગ્રંથકારશ્રી ઉપાયાદિનું કંઈક સંક્ષેપથી સ્વરૂપ બતાવે છે – સમ્યકત્વ આદિ વ્રતોના પ્રગટીકરણના ઉપાય :
સમ્યક્ત અને અણુવ્રત સ્વીકારતી વખતે તે ગુણ પોતાનામાં પ્રગટ થાય તેના ઉપાયો અભ્યત્યાનાદિ છે. અભ્યત્થાનાદિમાં “આદિ પદથી કયા-કયા ઉપાયો છે ? તે સ્પષ્ટ કરવા અર્થે સાક્ષીપાઠ આપે છે –
સમ્યક્ત કે અણુવ્રતાદિ સ્વીકારનાર વ્યક્તિએ જે ગુણવાન ગુરુ પાસેથી વ્રતો સ્વીકારવાના હોય તેઓ પ્રત્યે આદરનો અતિશય થાય તે અર્થે અભ્યત્થાન કરવું જોઈએ. ત્યારપછી હૈયાના બહુમાનપૂર્વક વિનય કરવો જોઈએ. વળી, વ્રત સ્વીકારતી વખતે વ્રતની વિધિમાં સમ્યફ પરાક્રમ કરવું જોઈએ કે જેથી વ્રત ગ્રહણની વિધિકાળમાં જ વ્રત સમ્યક પરિણમન પામે. વળી, સાધુ પુરુષની સેવા કરવી જોઈએ અર્થાત્ તેઓ પાસે જઈને તે-તે વ્રતો વિષયક સૂક્ષ્મ પદાર્થો જાણવાના યત્નરૂપ સાધુપુરુષોની સેવા કરવી જોઈએ. આ પ્રકારના ઉપાયો સમ્યક્ત, દેશવિરતિ કે સર્વવિરતિની પ્રાપ્તિમાં કારણ બને છે. તેથી એ ફલિત થાય કે પોતાની શક્તિ અનુસાર સમ્યક્ત, દેશવિરતિ કે સર્વવિરતિ ગ્રહણ કરવી જોઈએ. અને તે ગ્રહણ કરવા પૂર્વે ગુણવાન ગુરુના અભ્યત્થાન અને વિનય કરવા જોઈએ. ગ્રહણકાળમાં તે વ્રતો સમ્યક પરિણમન પામે તે પ્રકારે પરાક્રમ કરવું જોઈએ અને સાધુ પુરુષ પાસે તેના પરમાર્થને જાણવા યત્ન કરવો જોઈએ. તે સર્વ તેતે ગુણની પ્રાપ્તિના ઉપાયો છે. વળી, અન્ય પણ ઉપાયો બતાવે છે –
કેટલાકને સમ્યક્તની પ્રાપ્તિ પ્રત્યે કે દેશવિરતિ-સર્વવિરતિની પ્રાપ્તિ પ્રત્યે જાતિસ્મરણજ્ઞાનાદિ હેતુ છે. તેથી કોઈક નિમિત્તથી પૂર્વભવનું જાતિસ્મરણજ્ઞાન થાય અને તેના કારણે સમ્યક્ત, દેશવિરતિ આદિની પ્રાપ્તિ થાય. આથી જ સ્વયંભૂરમણ સમુદ્રમાં ઘણા મસ્યાદિ જાતિસ્મરણજ્ઞાનના બળથી સમ્યક્ત કે દેશવિરતિને સ્વીકારે છે. “જાતિસ્મરણજ્ઞાનાદિ શબ્દમાં “આદિ' શબ્દથી પૂર્વભવના મિત્રાદિ દેવ પણ કારણ