________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-પપ
૨પ૭
વળી, કોઈ શ્રાવક ઉચિતકાળે સામાયિક ગ્રહણ કરે ત્યારે પણ હું સામાયિકમાં છું તેથી સામાયિકના પરિણામોની વૃદ્ધિ થાય એ રીતે જ મારે મન-વચન-કાયાને પ્રવર્તાવવા જોઈએ. એ પ્રકારે શ્રાવકે સામાયિક કરવું જોઈએ. જેથી સ્વશક્તિ અનુસાર સમભાવના પરિણામરૂપ સામાયિકની પ્રાપ્તિ થાય. પરંતુ સામાયિકના કાળ દરમ્યાન સ્વાધ્યાયાદિ કરતી વખતે પણ મારા વડે સામાયિકના પરિણામમાં યત્ન કરાયો કે ન કરાયો ? એ પ્રકારનું સ્મરણ જે શ્રાવકને થતું નથી તે સામાયિકનો અતિચાર છે; કેમ કે સ્મૃતિ વગર કરાયેલું સામાયિક નિષ્ફળ છે. છતાં સામાયિક વ્રત લીધેલું છે તેથી બાહ્ય ચેષ્ટાથી સામાયિક ઉચ્ચરાવે છે અને સ્વાધ્યાયાદિ કરે છે એટલો વ્રતનો સાપેક્ષ પરિણામ છે. એથી વ્રતભંગ નથી પણ અતિચાર છે એમ કહેલ છે. આમ છતાં સામાયિક દરમ્યાન મારે સામાયિકના પરિણામમાં યત્ન કરવો જોઈએ તેવું સ્મરણ જેઓ રાખતા નથી તેનું અનુષ્ઠાન વિફલ જ છે. માટે શ્રાવકે સામાયિકના ઉચિતકાળનું સ્મરણ સદા રાખવું જોઈએ. જેથી સામાયિકના અકરણકાળમાં પણ સામાયિક પ્રત્યે રાગનો અધ્યવસાય રહે છે અને ઉચિતકાળે સામાયિક કરવાનો પરિણામ રહે છે. અને ઉચિતકાળે સામાયિક કરે છે ત્યારે પણ હું સામાયિકમાં છું માટે સામાયિકના પરિણામની નિષ્પત્તિને અનુકૂળ મારે યત્ન કરવો જોઈએ એ પ્રકારે સ્મૃતિપૂર્વક સામાયિક જે શ્રાવક કરે છે તેનું સામાયિક ક્યારેક યોગદુષ્મણિધાનથી સ્કૂલના પામતું હોય તો પણ સામાયિક પ્રત્યેના રાગના પરિણામને કારણે સફળ બને છે.
વળી, સામાયિકનું વિસ્મરણ સામાયિકમાં અતિચાર છે તેમ સામાયિક કરવામાં અનુત્સાહ સામાયિક વ્રતમાં અતિચાર છે,
સામાયિકમાં અનુત્સાહ શું છે ? તે સ્પષ્ટ કરે છે – પ્રતિનિયત વેળાએ સામાયિક ન કરે અથવા યથાકથંચિત્ કરે. અને સામાયિક કર્યા પછી તરત પારે. તે અનુત્સાહ જ છે.
આશય એ છે કે સામાયિકની સ્મૃતિ રાખવાની ટેવ નથી તેવો શ્રાવક સામાયિકના ઉચિતકાળનું સ્મરણ રાખતો નથી. અને જે શ્રાવકને સામાયિકના ઉચિતકાળનું સ્મરણ છે તોપણ તે ઉચિતકાળે સામાયિક કરવામાં જેને ઉત્સાહ થતો નથી અને વિચારે છે કે અત્યારે નહીં પછી કરીશ. એમ કરીને સામાયિક કરે છે તે બતાવે છે કે સામાયિક પ્રત્યે તીવ્ર બદ્ધરાગ નથી. જે શ્રાવકને સામાયિક પ્રત્યે તીવ્ર બદ્ધરાગ હોય તેને સામાયિકનો સમય આવે કે તરત જ સામાયિક કરવાનો ઉત્સાહ થાય છે. માટે જે શ્રાવકો અનુકૂળતાના સમયે સામાયિક કરનારા છે તે શ્રાવકોને સામાયિક પ્રત્યેના અનાદરના પરિણામરૂપ અતિચારની પ્રાપ્તિ છે; કેમ કે સામાયિક વ્રત લીધું છે તેથી સામાયિક કરે છે. છતાં પ્રતિનિયત વેળામાં સામાયિક કરવાનો ઉત્સાહ થતો નથી માટે સામાયિક પ્રત્યે બદ્ધરાગ નથી તેથી પોતાની અનુકૂળતા પ્રમાણે ગમે ત્યારે સામાયિક
કરે છે.
વળી, સામાયિક કરવાના કાળમાં મારે સમભાવને અનુકૂળ ઉચિત યત્ન કરવો જોઈએ તે પ્રકારના ઉત્સાહથી જે શ્રાવક સામાયિક કરતા નથી પરંતુ જેમ-તેમ સામાયિક કરે છે, માટે સામાયિકના અધ્યવસાય