________________
૨૫૮
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર / બ્લોક-પપ
પ્રત્યે બદ્ધરાગ નથી અને બાહ્યથી સામાયિકની ક્રિયા કરે છે માટે સામાયિકના અનાદરરૂપ અતિચારની તે શ્રાવકને પ્રાપ્તિ છે.
વળી જે શ્રાવકને સામાયિકની પ્રવૃત્તિમાંથી આનંદ પ્રાપ્ત થતો નથી તેથી સામાયિક ગ્રહણ કર્યા પછી સામાયિકને પારવાના અભિમુખ પરિણામવાળા છે તેથી સામાયિકનો સમય પૂરો થાય તે પહેલાં જ સામાયિક પારે છે. તે સર્વ પ્રવૃત્તિમાં સામાયિક પ્રત્યે અનાદર વર્તતો હોવાથી અતિચારની પ્રાપ્તિ છે. અર્થાત્ સામાયિકના વ્રતના ઉલ્લંઘનની પ્રાપ્તિ છે. ફક્ત સામાયિક ગ્રહણ કર્યું છે માટે સામાયિક કરે છે. તેને આશ્રયીને વ્રતભંગ નથી તેમ કહેલ છે. આમ છતાં અત્યંત અનાદરપૂર્વક જેઓ સામાયિક કરે છે તેના ફળરૂપે તેઓને દુર્ગતિની પ્રાપ્તિ થઈ શકે. માટે કલ્યાણના અર્થી જીવે સામાયિકના અતિચારનું સ્મરણ કરી શક્તિ અનુસાર તેના પરિહાર માટે સદા યત્ન કરવો જોઈએ. સામાયિકના અતિચારોના કથનમાં કોઈ શંકા કરે છે –
કાયદુપ્પણિધાનાદિમાં સામાયિક નિરર્થક છે એ પ્રકારનું પ્રતિપાદન કરવાથી સામાયિકનો અભાવ જ કહેવાયો. માટે માલિ રૂપ અતિચાર છે, એમ કેમ કહી શકાય ? તેના કરતાં સામાયિકવ્રતનો ભંગ જ કહેવો જોઈએ. તેનો ઉત્તર આપતાં કહે છે – અનાભોગથી અતિચાર છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે શ્રાવકો સામાયિક પ્રત્યે રાગવાળા છે, શક્તિ અનુસાર સામાયિકના પરમાર્થને જાણવા યત્ન કરે છે તે શ્રાવકોથી સામાયિકના કાળ દરમ્યાન અનાભોગથી કાયદુપ્પણિધાનાદિ થઈ જાય તો સામાયિકના માલિન્યરૂપ અતિચારની પ્રાપ્તિ થાય છે પરંતુ જેઓ સામાયિક દરમ્યાન કાયદુપ્પણિધાનાદિ સેવે છે તેના નિવારણ માટે કોઈ યત્ન કરતા નથી તેઓને પરમાર્થથી સામાયિક વ્રતનો ભંગ જ પ્રાપ્ત થાય છે. વળી “નનુથી અન્ય શંકા કરે છે –
સામાયિકમાં દ્વિવિધ-ત્રિવિધથી સાવદ્યયોગનું પચ્ચખ્ખાણ કરાય છે. અને સામાયિક દરમ્યાન કાયદુષ્મણિધાનાદિ અતિચારમાંથી કોઈ પણ અતિચારની પ્રાપ્તિ થાય તો સાવદ્યપ્રવૃત્તિની પ્રાપ્તિ થાય છે. તેથી સામાયિકનો અભાવ પ્રાપ્ત થાય માટે સામાયિકના ભંગજનિત પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય અને નિપુણ પણ શ્રાવકને પ્રાયઃ મનદુપ્રણિધાનનો પરિહાર અશક્ય છે; કેમ કે સામાયિકના પ્રારંભથી નિષ્ઠા સુધી સમભાવને અનુકૂળ અસ્મલિત મનને પ્રવર્તાવવું દુષ્કર છે. તેથી સમભાવને સ્પર્શ કર્યા વગર લેશ પણ અન્ય પદાર્થ વિષયક મનનું ગમન થાય તો સાવદ્યયોગના પ્રત્યાખ્યાનના ભંગની પ્રાપ્તિ થાય. માટે સામાયિકનો સ્વીકાર કરવા કરતાં સામાયિક ગ્રહણ ન કરવું ઉચિત છે; કેમ કે અવિધિથી કરાયેલા અનુષ્ઠાનથી ન કરવું તે શ્રેયકારી છે. આ પ્રકારે કોઈની શંકાનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે –