________________
૨૭૪
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૫૮ ૪. કાલનો લંઘ - અને કાલનું સાધુને ઉચિત ભિક્ષા સમયનું લંઘા=અતિક્રમ, આ અભિપ્રાય છે. કાલ ચૂત અથવા અધિક જાણીને સાધુઓ ગ્રહણ કરશે નહીં અને જાણશે નહીં જે પ્રમાણે આ આપે છે. આ પ્રકારના વિકલ્પથી દાન માટે અભ્યત્થાન અતિચાર છે. એ ચોથો અતિચાર છે. - પ. અન્ય અપદેશ - અને અન્યનું પરના સંબંધી આ ગુડ-ખાંડ આદિ છે એ પ્રકારનો અપદેશ= વ્યાજ=કથન, અન્ય અપદેશ છે. જે કારણથી “અનેકાર્થસંગ્રહમાં કહેવાયું છે –
વળી અપદેશ કારણમાં, વ્યાજમાં અને લક્ષ્યમાં પણ છે.” (અનેકાર્થસંગ્રહ-૪/૩૧૦)
આ ભાવ છે – આ પરકીય છે તેથી સાધુને અપાતું નથી એ પ્રમાણે સાધુની સમક્ષ બોલે. જે કારણથી સાધુઓ જાણે આનું આ ભક્તાદિ છે તો કેમ અમને ન આપે ? એ પ્રમાણે સાધુને બોધ કરાવવા માટે સાધુ સમક્ષ બોલે એમ પૂર્વ સાથે સંબંધ છે. અથવા આ દાનથી મારાં માતા-પિતા આદિને પુણ્ય થાય એ પ્રમાણે બોલવું. એઅન્ય અપદેશ, પાંચમો અતિચાર છે.
એ પ્રકારે અતિચારની ભાવના ‘ઉપાસકદશાંગ'ની વૃત્તિ અનુસાર કહેવાઈ છે. અને ત્યાં= ઉપાસકદશાંગની વૃત્તિમાં, આભોગથી પણ કરાતા આ=પૂર્વમાં વર્ણન કરાયુ એ, અતિચારપણાથી જ સમર્પિત કરાયા છે અને તે પ્રકારે આ પાઠ છે –
આ અતિચારો જ છે. ભંગ નથી; કેમ કે દાન માટે અમ્યુત્થાન છે અને દાનની પરિણતિનું દૂષિતપણું છે." (ઉપાસકદશાંગવૃત્તિ-૧/૬)
અને ભંગ સ્વરૂપનું અહીંsઉપાસકદશાંગની વૃત્તિમાં, આ પ્રમાણે અભિધાન હોવાથી. જે પ્રમાણે – દાનાતંરાયના દોષથી સાધુને આપે નહીં અને આપતાને વારે અથવા અપાયેલામાં પરિતાપ કરે. એ પ્રકારની કૃપણતા ભંગ છે.
વળી, ધર્મબિંદુ - યોગશાસ્ત્રની વૃત્તિ આદિમાં, “જ્યારે અનાભોગાદિથી કે અતિક્રમાદિથી આ બધાને=અતિચારોને, આચરે છે=સેવે છે, ત્યારે અતિચારો છે. અન્યથા વળી ભંગ જ છે.” (ધર્મબિંદુ ટીકા ૫, ૪૫, તુલા-યોગશાસ્ત્ર ટીકા ૫.૫૬૪)
એ પ્રમાણે ભાવિત છે. વળી નિશ્ચય કેવલીગમ્ય છે. ભાવાર્થ
શ્રાવક સાધુની ભક્તિ કરીને સંયમગુણની શક્તિને સંચય કરવા અર્થે અતિથિસંવિભાગ વ્રત ગ્રહણ કરે છે. તેથી પોતાના અર્થે ભોજન થયા પછી સાધુને સ્મૃતિમાં લાવીને કોઈ સાધુ ગામમાં હોય તો તેઓને લાભ આપવા વિનંતી કરે છે. કોઈ સાધુ ગામમાં ન હોય તો સંભાવનાથી વિચારે છે. કે કોઈ વિહાર કરી આવી રહ્યા છે કે નહિ, અને તેનું અવલોકન કરીને કોઈ સાધુ આવેલા હોય તો પોતાના માટે કરાયેલા ભોજનનો સમ્યક વિભાગ કરીને પ્રતિદિન અતિથિસંવિભાગ વ્રતનું પાલન કરે છે. આમ છતાં અનાભોગ-સહસાત્કાર