________________
૨૭૧
ધર્મસંગ્રહ ભાગ-૩| દ્વિતીય અધિકાર | શ્લોક-૫૭-૫૮ સંકલ્પપૂર્વક પોષધવ્રત સ્વીકારતી વખતે ઉત્સાહ નથી અને પૌષધવ્રત દરમ્યાન બાર પ્રકારની અવિરતિના પરિહાર માટે ઉચિત કર્તવ્યતાનો યત્ન નથી તેથી તે પ્રકારે દૃઢ યત્ન થતો નથી તે અનાદરરૂપ અતિચાર છે. અને જે શ્રાવકથી અનાભોગાદિથી ક્યારેક અતિચાર થાય છે, છતાં સતત ઉત્સાહપૂર્વક પોષધવ્રતની ક્રિયામાં દઢ યત્ન કરે છે તેઓમાં પોષધવ્રતથી ગુણ વૃદ્ધિ થાય છે. તોપણ અનાભોગાદિથી થતા અતિચારને કારણે ગુણવૃદ્ધિને અનુકૂળ વ્યાપાર પ્લાન થાય છે. અને જેઓ મુગ્ધતાથી પોષધ સ્વીકારે છે તેઓને આ પોષધવ્રત આત્મામાં મહાગુણના આધાનનું પ્રબળ કારણ છે તેવો કોઈ બોધ નહીં હોવાથી અને પૌષધની સર્વ ક્રિયાઓથી બાર પ્રકારની અવિરતિનો ઉચ્છેદ કરીને વિરતિના બળને સંચય કરનાર છે તેવો કોઈ બોધ નહીં હોવાથી તે પ્રકારના કર્તવ્યમાં કોઈ પ્રકારનો ઉત્સાહ નથી તેઓનો પોષધ સર્વવિરતિની શક્તિના સંચયનું કારણ બનતો નથી. છતાં તેઓને પોષધવ્રત પ્રત્યે કંઈક રાગ છે તેટલા અંશે તેમનું પોષધવ્રત સફળ છે.
વળી, જેઓને પોષધવ્રત મારા માટે અત્યંત કલ્યાણનું કારણ છે, ઉત્તમ ચિત્તનિષ્પત્તિનું બીજ છે, તેવી સ્મૃતિ વર્તે છે તેવા શ્રાવકો પોષધ કરવાના દિવસનું સતત સ્મરણ રાખે છે. જેથી પોષધને અનુકૂળ પર્વ દિવસ આવે ત્યારે ચિત્ત અંત્યંત ઉત્સાહિત બને છે. પરંતુ જેઓના ચિત્તમાં તે પ્રકારની સ્મૃતિ નથી તેઓને ઉચિત કાળે પોષધ કરવાનું અસ્મરણ થાય ત્યારે અતિચારની પ્રાપ્તિ થાય છે. વળી પોષધ ગ્રહણ કર્યા પછી ગુણસ્થાનકની વૃદ્ધિને અનુકૂળ પાંચ ઇંદ્રિય અને મનના સંવર વિષયક ઉચિત કર્તવ્યનું જેઓને વિસ્મરણ છે તેઓને અસ્મૃતિરૂપ અતિચારની પ્રાપ્તિ થાય છે. વળી, જે શ્રાવકો પોષધ દરમિયાન પોતાના કર્તવ્યનું સતત
સ્મરણ રાખીને ગુણવૃદ્ધિને અનુકૂળ સર્વ ઉચિત ક્રિયા કરે છે, તોપણ અનાભોગાદિથી ક્યારેક ઉચિત કૃત્યના અસ્મરણને કારણે અને મન અન્યથા વ્યાપારવાળું થાય છે ત્યારે અતિચારની પ્રાપ્તિ થાય છે. જે મુગ્ધ શ્રાવકોને પોષધ દરમ્યાન પાંચ ઇંદ્રિય અને મનના સંવર કરવા વિષયક કોઈ સ્મરણ નથી તેઓ પોષધવ્રત દ્વારા ગુણસ્થાનકની વૃદ્ધિ કરતા નથી તોપણ મુગ્ધતાથી પોષધવ્રત પ્રત્યેનો રાગ હોવાથી તેટલા અંશમાં તેમની પોષધની ક્રિયા સફળ છે. ફક્ત વિવેકસંપન્ન શ્રાવક પોષધના પરમાર્થને જાણીને તેના સર્વ અતિચારોને સ્મૃતિમાં રાખીને શુદ્ધ પોષધ કરવા યત્ન કરે છે છતાં અનાભોગાદિથી સ્કૂલના પામે છે ત્યારે અમ્મરણરૂપ અતિચારની પ્રાપ્તિ થાય છે. તોપણ તે અતિચારનું સ્મરણ કરીને અને તે અતિચારની નિંદા-ગહ કરીને શુદ્ધ પોષધ પાળવા યત્ન કરે છે તેવા શ્રાવકનો પોષધ અવશ્ય સર્વવિરતિની શિક્ષાનું કારણ બને છે તેથી તે શ્રાવકનું શિક્ષાવ્રત સફળ બને છે. IFપણા અવતરણિકા :
इत्युक्ताः पोषधव्रतातिचाराः, अथातिथिसंविभागव्रतस्य तानाह - અવતરણિકાર્ચ -
આ પ્રમાણે પૌષધવ્રતના અતિચારો કહેવાયા છે. હવે અતિથિસંવિભાગ વ્રતના તેઓએ=અતિચારોને, કહે છે –