________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-પ૭
૨૬૯
૩. હાલ:- અને હાનઃઉત્સર્ગઃત્યાગ છે; કેમ કે “મોદ ચારે' એ પ્રકારના આ ધાતુનો પ્રયોગ છે અને તેeત્યાગ, ઉચ્ચાર=વિષ્ટા, પ્રશ્રવણ-મૂત્ર, ખેલ લેખ (થંક-બળખા) સિંઘાણકતાસિકાનો મેલ આદિનું શુદ્ધ ભૂમિમાં પ્રત્યુપેક્ષણ કરીને અને પ્રમાર્જના કરીને ત્યાગ કરવો જોઈએ. અપ્રત્યુપેક્ષણ કરીને અને અપ્રમાર્જના કરીને ત્યાગ અતિચાર છે. એ ત્રીજો અતિચાર છે.
અને અહીં અપ્રત્યુપેક્ષણથી દુપ્રત્યુપેક્ષણ અને અપ્રમાર્જનથી દુષ્પમાર્જતનો સંગ્રહ કરાય છે; કેમ કે અપ્રત્યુપેક્ષણ અને અપ્રમાર્જનામાં જે ‘ત' કાર અર્થમાં ‘અ' શબ્દ છે. તેના કુત્સા અર્થનું પણ દર્શન છે. જે પ્રમાણે કુત્સિત બ્રાહ્મણ અબ્રાહ્મણ. જે પ્રમાણે સૂત્ર છે –
“અપ્રતિલેખિત દુષ્પતિલેખિત શય્યા-સંથારો છે. અપ્રમાજિત દુષ્પમાજિત શય્યા અને સંથારો છે. અપ્રતિલેખિત દુષ્પતિલેખિત મલમૂત્રની ભૂમિ છે. અપ્રમાજિત દુષ્પમાજિત મિલમૂત્રની ભૂમિ છે.” (ઉપાસકદશાંગસૂત્ર - સૂ. ૭)
૪. અનાદર :- અને અનાદર અનુત્સાહ, પૌષધવ્રતના સ્વીકાર અને કર્તવ્યતાનો અનુત્સાહ છે.
૫. અસ્મૃતિ - અને અસ્મૃતિ=અસ્મરણ, તદ્વિષય જ=પોષધવ્રતના સ્વીકાર અને કર્તવ્યતાના વિષય જ, અસ્મરણ એ પાંચમો અતિચાર છે. પછા. ભાવાર્થ :
શ્રાવક સાધુની જેમ પાંચ ઇંદ્રિય અને છઠ્ઠા મનના સંવરપૂર્વક અને જીવનિકાયની યતનાપૂર્વક સંયમનું પાલન થાય તેમ બાર પ્રકારની અવિરતિના ત્યાગરૂપ ચારિત્રની પરિણતિને પ્રગટ કરવાર્થે પૌષધવ્રત ગ્રહણ કરે છે. તેથી જેમ સાધુનું ચિત્ત સંસારના સર્વ ભાવોથી પર વીતરાગના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને વિતરાગ થવા યત્ન કરે છે તે વખતે સંયમ અર્થે કોઈ પ્રવૃત્તિ કરવાનું પ્રયોજન હોય તો કાંટાથી આકર્ણિક ભૂમિમાં ગમનની જેમ યતનાપૂર્વક ક્રિયા કરે છે. તેમ શ્રાવક પણ પૌષધ દરમ્યાન પાંચ ઇંદ્રિય અને મનને સંવૃત કરીને જિનવચનથી આત્માને ભાવિત કરવા યત્ન કરે છે. સંયમના પ્રયોજનથી કોઈક પ્રવૃત્તિ કરે ત્યારે જીવરક્ષાર્થે સર્વ ઉચિત યતનાપૂર્વક અવશ્ય પ્રવૃત્તિ કરે છે. આમ છતાં અનાદિનો ભવ અભ્યસ્ત પ્રમાદ હોવાથી જીવરક્ષામાં ઉચિત યતના ન થાય તેવી પ્રવૃત્તિને આશ્રયીને ત્રણ અતિચારોની પ્રાપ્તિ છે. ૧. સંથારો કરવાને આશ્રયીને ૨. વસ્તુ ગ્રહણ કરવા અને મૂકવાને આશ્રયીને ૩. શરીરના મલમૂત્રાદિના ત્યાગને આશ્રયીને અતિચારોની પ્રાપ્તિ થાય છે. તેમાં સંથારા શબ્દથી પૌષધ માટે બેસવાનું આસન ગ્રહણ થાય છે. રાત્રે સૂવાનો સંથારો ગ્રહણ થાય છે અને પૌષધ માટે સ્વીકારાયેલ ઉચિત વસતી ગ્રહણ થાય છે.
પૌષધ દરમ્યાન શ્રાવક ચક્ષુથી ભૂમિનું અને સંથારાનું અવલોકન કરીને કોઈ જીવ નથી તેનો સમ્યફ નિર્ણય કર્યા પછી ભૂમિનું પ્રમાર્જન કરે અને તેના પર આસન અને સંથારો પાથરે અને ઉચિત કાળે તે વસતીનું પ્રમાર્જન કરે અને તે કાર્ય કરવામાં અનાભોગ-સહસાત્કારથી સમ્યક પ્રત્યુપેક્ષણ કરવામાં ન આવે કે અપ્રત્યુપેક્ષણ કરવામાં આવે અને કદાચ સમ્યફ પ્રત્યુપેક્ષણ કરેલ હોય તોપણ સમ્યક્ પ્રમાર્જન કરવામાં ન આવે કે દુષ્પમાર્જન કરવામાં આવે તો પૌષધકાળ દરમ્યાન ષડૂજીવનિકાયના પાલનનો અધ્યવસાય