________________
૨૭૦
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | બ્લોક-૫૭
મલિન થાય છે. તેથી અતિચારની પ્રાપ્તિ થાય છે. જેઓ અનાભોગ સહસાત્કારથી તે રીતે આસનાદિ પાથરે છે જેથી અતિચારની પ્રાપ્તિ થાય છે તેઓને કંઈક વ્રતનો પરિણામ છે છતાં અણીશુદ્ધ વ્રત પાળવા માટે બદ્ધરાગ નથી. તેથી તે પ્રકારે પ્રમાદ થાય છે. માટે પૌષધવ્રત મલિન થાય છે અને જેઓ ઉપયોગ વગર જ સંથારો – આસન પાથરતા હોય કે વસતીનું પ્રમાર્જન કરતા હોય તેઓને ષટ્કાયના પાલનનો પરિણામ જ નથી. ફક્ત મુગ્ધતાથી પૌષધવ્રત પ્રત્યે કંઈક રાગ છે. તેથી પૌષધ કરે છે તોપણ વિશેષ બોધના અભાવને કારણે પૌષધવ્રતના સેવનથી સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય તેવા શ્રાવકો કરી શકતા નથી અને જે શ્રાવકો બાર પ્રકારની વિરતિના પરિણામપૂર્વક સર્વ યતનાથી સતત પ્રવૃત્તિ કરે છે તેઓ જ પૌષધવ્રતના બળથી સર્વવિરતિની શક્તિનો સંચય કરી શકે છે.
વળી, જેમ પૌષધ દરમ્યાન સંથારાને પાથરવામાં ઉચિત યતનાની અપેક્ષા છે. તેમ પૌષધ દરમ્યાન સ્વાધ્યાયાદિ અર્થે પીઠ-ફલકાદિનું ગ્રહણ આવશ્યક જણાય અને વૃદ્ધાદિ અવસ્થાને કારણે લાકડી આદિનું ગ્રહણ આવશ્યક જણાય ત્યારે તેના ગ્રહણ અને નિક્ષેપમાં પણ ઉચિત પ્રત્યુપેક્ષણ અને પ્રમાર્જના વિવેકસંપન્ન શ્રાવક અવશ્ય કરે. છતાં પ્રમાદને વશ અનાભોગાદિથી સમ્યક્ પ્રત્યુપેક્ષણ ન કરાયું હોય કે સમ્યક પ્રમાર્જના ન કરાઈ હોય ત્યારે વસ્તુના ગ્રહણ અને નિક્ષેપને આશ્રયીને અતિચારની પ્રાપ્તિ થાય છે. જેનાથી પકાયના પાલનનો અધ્યવસાય મલિન થાય છે. તેથી શ્રાવકે પોષધ દરમ્યાન અત્યંત દયાળ ચિત્ત કરીને સર્વ ઉચિત યતના કરવી જોઈએ. જેથી અનાભોગાદિથી પણ વસ્તુનું ગ્રહણ અને નિક્ષેપ ઉચિત પ્રમાર્જના વગર થાય નહીં અને પ્રયોજન ન હોય તો કોઈ વસ્તુનું ગ્રહણ કર્યા વગર સતત પાંચ ઇંદ્રિય અને મનનો “ સંવર વૃદ્ધિ પામે તે રીતે શાસ્ત્રથી આત્માને ભાવિત કરવા શ્રાવકે યત્ન કરવો જોઈએ.
વળી, પૌષધ દરમ્યાન શરીરના મલાદિના ત્યાગની આવશ્યકતા જણાય ત્યારે પણ જે સ્થાનમાં મલાદિ ત્યાગ કરવાના હોય તે સ્થાન જીવાકુલ નથી તેનું અત્યંત ઉપયોગપૂર્વક અવલોકન કરીને અને ચક્ષુના અવિષયભૂત પણ કોઈ જીવ ન મરે તે માટે ઉચિત પ્રમાર્જના કરવી જોઈએ. અને ત્યારપછી જ મલાદિનો ત્યાગ કરવો જોઈએ કે જેથી જીવરક્ષાના પરિણામ લેશ પણ પ્લાન ન થાય. અનાભોગાદિથી પણ કોઈ અલના થાય તો અતિચારની પ્રાપ્તિ થાય અને જે તે પ્રકારની ઉચિત યતના કરતા નથી તેઓને ષકાયના પાલનનો અધ્યવસાય જ નથી તેથી પોષધવ્રતનો પરિણામ જ નથી, ફક્ત ઓદ્યથી પોષધની ક્રિયાનો રાગ છે તેથી પોષધ કરે છે. તેટલા અંશમાં પોષધ ફલવાન છે. આ રીતે જીવરક્ષા અર્થે ઉચિત યતનાને આશ્રયીને ત્રણ અતિચારો બતાવ્યા પછી પોષધવ્રતની ક્રિયામાં ઉચિત સંવરભાવની અલનામાં થતા અતિચારો બતાવે છે.
શ્રાવક માટે પૌષધવ્રત આત્માને ધર્મમય બનાવવાને અનુકૂળ ઉત્તમ ક્રિયા છે. તેથી શ્રાવકને પૌષધવ્રત ગ્રહણ કરવાનો અત્યંત ઉત્સાહ હોય છે અને પૌષધવ્રત ગ્રહણ કરે ત્યારથી બાર પ્રકારની અવિરતિનો ત્યાગ કરીને વિરતિના પરિણામને ઉલ્લસિત કરવાનો અત્યંત ઉત્સાહ હોય છે. આમ છતાં જે શ્રાવકે પૌષધવત ગ્રહણ કરેલ છે અને તે પ્રમાણે પર્વતિથિએ પોષધ કરે છે તોપણ આજનો મારો દિવસ સફળ છે કે જેથી હું સર્વ પાપોનો ત્યાગ કરીને સર્વવિરતિને અનુકૂળ મહાશક્તિનો સંચય કરીશ એ પ્રકારના