________________
૨૬૬
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | બ્લોક-૫૬ કે સંપૂર્ણ નિરવદ્યજીવન જીવનાર સાધુઓ ક્યાંય મમત્વવાળા નહીં હોવાથી તેઓને કોઈ પ્રકારના આરંભસમારંભ કૃત લેશ પણ કર્મબંધ થતો નથી. જ્યારે તુચ્છ બાહ્ય પદાર્થોના પ્રયોજનવાળો હું છું તેથી આરંભસમારંભની પ્રવૃત્તિ કરીને કર્મ બાંધું છું પરંતુ તે આરંભ-સમારંભનો હું એ રીતે સંકોચ કરું કે જેથી મારું ચિત્ત તેટલા કાળ સુધી આરંભ-સમારંભથી સંવૃત થઈને સંયમની શક્તિના સંચયને અનુકૂળ બને. આવો વિવેકસંપન્ન શ્રાવક સ્વપ્નમાં પણ પ્રેષણ” અને “આનયન’ રૂપ અતિચાર સેવે નહિ.
વળી, કોઈ શ્રાવકને દેશાવગાસિક વ્રત ગ્રહણ કર્યા પછી તેવા પ્રકારના મોહના પરિણામને કારણે બહારના ક્ષેત્રથી વસ્તુનું પ્રયોજન ઉપસ્થિત થાય અને વ્રતના પરિણામ કરતાં મોહના પરિણામ પ્રબળ હોવાથી તે વસ્તુની પ્રાપ્તિના અર્થે શબ્દ દ્વારા, રૂપ દેખાડી કે પુદ્ગલનો પ્રક્ષેપ કરીને બહારના ક્ષેત્રમાં રહેલા પુરુષને બોલાવવા પ્રયત્ન કરે છે.
વસ્તુતઃ વ્રતમર્યાદાનુસાર તે જાણે છે કે મારાથી બહારના ક્ષેત્રમાંથી કોઈને બોલાવી શકાય નહિ. આથી સાક્ષાત્ શબ્દોથી પોતે બોલાવતો નથી. તેથી કંઈક વ્રતના રક્ષણનો પરિણામ છે પરંતુ વ્રતથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવાની ઉત્કટ ઇચ્છા થઈ છે. તેથી આત્મવંચના-કરીને બહારના ક્ષેત્રથી કોઈકને બોલાવવા પ્રયત્ન કરે છે તે વખતે સંવરનો ભાવ નથી. પરંતુ લીધેલી પ્રતિજ્ઞાથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવાનો પરિણામ છે તેથી વિશેષ પ્રકારના કર્મબંધનું કારણ અને વ્રત ઉલ્લંઘનનો પરિણામ છે તોપણ કંઈક વ્રત પ્રત્યેનો રાગ છે તેથી સાક્ષાત્ બહારના ક્ષેત્રમાંથી કોઈ વ્યક્તિને શબ્દથી બોલાવતો નથી તેટલા શુભભાવને કારણે શબ્દ અનુપાત, રૂપ અનુપાત અને પુદ્ગલનું પ્રેરણ આદિ ત્રણને અતિચાર કહેલ છે.
અહીં જ્ઞાનવૃદ્ધ પુરુષો કહે છે કે દેશાવગાસિક વ્રત છઠ્ઠા દિગુવ્રતના વ્રતને સંક્ષેપ કરવા સ્વરૂપ છે. ઉપલક્ષણથી સ્થૂલ પ્રાણાતિપાતવિરમણાદિ અણુવ્રતોના પણ સંક્ષેપકરણ સ્વરૂપ છે. તેથી વિવેકી શ્રાવકો પ્રતિદિન શક્તિ અનુસાર મુહૂર્નાદિ કાલ પ્રમાણ ક્ષેત્રનો સંકોચ કર્યા પછી હિંસાદિ આરંભની નિવૃત્તિ અર્થે અણુવ્રતોનો પણ વિશેષ સંકોચ કરવો જોઈએ. જેથી કેટલાક કાળ સુધી તે ક્ષેત્રમાં પણ શક્ય એટલા આરંભ-સમારંભનું નિવર્તન કરીને ધર્મપ્રધાન ચિત્ત નિષ્પન્ન થાય.
અહીં પ્રશ્ન થાય કે દેશાવગાસિક વ્રતથી જેમ દિશાનો સંકોચ કરાય છે તેમ અન્ય અણુવ્રતોનો પણ સંકોચ કરાતો હોત તો તે વ્રતોને આશ્રયીને પણ દેશાવગાસિક વ્રતમાં અતિચારનું કથન શાસ્ત્રકારે કરેલ હોય. અને શાસ્ત્રમાં તો દેશાવગાસિક વ્રતમાં માત્ર દિશાના સંકોચને આશ્રયીને અતિચારોનું કથન છે. તેથી અન્ય વ્રતોના સંકોચનું ઉપલક્ષણ દેશાવગાસિક વ્રત છે, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે –
અન્ય વ્રતોના સંકોચમાં તે-તે વ્રતોના અતિચારોની જ પ્રાપ્તિ છે. અન્ય કોઈ અતિચારોની પ્રાપ્તિ નથી. જ્યારે દેશાવગાસિક વ્રતથી દિશાના પરિમાણને સંકોચ કરવાને કારણે દિગુવ્રતના અતિચારો કરતાં દેશાવગાસિકવ્રતના જુદા અતિચારો પ્રાપ્ત થાય છે. તેથી દેશાવગાસિકવ્રતમાં દિશાના સંકોચના જ અતિચારનું કથન છે. અન્ય વ્રતના અતિચારનું કથન નથી. આપણા