________________
૨૬૪
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-પ૬ શબ્દને બોલાવવા યોગ્યના કાનમાં અનુપાત કરે છે અને તેને શ્રોતા, તેના શ્રાવણથી તેની સમીપમાં આવે છે એ શબ્દ અનુપાતન નામનો ત્રીજો અતિચાર છે.
૪. રૂપ અનુપાતન :- એ રીતે=જે રીતે શબ્દ દ્વારા બહિર્શેત્રથી બોલાવે છે એ રીતે, રૂપનું અનુપાતન. જે પ્રમાણે ઉત્પન્ન પ્રયોજનવાળો-ક્ષેત્રની મર્યાદા કરીને રહેલો શ્રાવક બહારના ક્ષેત્રમાં કોઈક કાર્ય કરવાના ઉત્પન્ન પ્રયોજનવાળો, શબ્દને તહીં ઉચ્ચારતો બોલાવવા યોગ્ય પુરુષની દષ્ટિમાં શરીર સંબંધી રૂપને અનુપાત કરે છે–દેખાડે છે અને તેના દર્શનથી બહાર રહેલો પુરુષ તેની સમીપમાં આવે છે. એ રૂપ અનુપાતન નામનો ચોથો અતિચાર છે.
૫. પુદ્ગલ પ્રેરણ:- અને પુદ્ગલો=પરમાણુઓ, તેના સંઘાતથી ઉત્પન્ન થયેલા બાદર પરિણામને પામેલા માટીનાં ઢેફાં આદિ પણ પુદ્ગલો છે. તેઓનું પુદ્ગલોનું, પ્રેરણક્ષેપન અર્થાત્ વિશિષ્ટ દેશનો અભિગ્રહ હોતે છતે પરિચિત ક્ષેત્રથી અધિક નહીં જવાનો અભિગ્રહ હોતે છતે, કાર્યનો અર્થી એવો શ્રાવક પરઘરમાં જવાનો નિષેધ હોવાને કારણે જ્યારે ઢેફાં આદિ પરના બોધ માટે નાંખે છે ત્યારે ટેકાના અતિપાત સમતત્તર જ તેઓ તેની સમીપમાં આવે છે. અને ત્યાર પછી તેઓને વ્યાપાર કરાવતા=પોતાનું પ્રયોજન બતાવતા અને સ્વયં નહીં જતા પણ શ્રાવકને અતિચાર થાય છે. એ પુદ્ગલ પ્રેરણ' નામનો પાંચમો અતિચાર છે.
અહીં=પાંચ અતિચારમાં, પ્રથમના બે પ્રેષણ અને આનયન, અવ્યુત્પન્ન બુદ્ધિપણાને કારણે અથવા સહસાત્કારાદિથી થાય છે. વળી પાછળના ત્રણ અતિચાર–શબ્દ અનુપાતક, રૂપ અનુપાતર, પુગલ પ્રેરણ માયામાં તત્પરપણાથી અતિચારતાને પામે છે એ પ્રકારનો વિવેક છે=ભેદ છે.
અહીં વૃદ્ધો કહે છે – દિશાના વ્રતનું સંક્ષેપકરણ અણુવ્રતાદિના સંક્ષેપકરણનું પણ ઉપલક્ષણ જાણવું; કેમ કે તેઓનું પણ=અણુવ્રતાદિનું પણ, સંક્ષેપનું અવશ્ય કર્તવ્યપણું છે.
અહીં કહે છે=શંકા કરે છે – અતિચારો દિવ્રતના સંક્ષેપકરણના જ સંભળાય છે. વૃતાન્તરના સંક્ષેપકરણના સંભળાતા નથી. તેથી વ્રતાન્તરનું સંક્ષેપકરણ દેશાવગાસિક વ્રત કેવી રીતે થાય? અર્થાત્ થાય નહિ. તે પ્રકારની શંકામાં ઉત્તર આપે છે –
પ્રાણાતિપાતાદિ વૃતાન્તરના સક્ષેપકરણમાં વધ-બંધાદિ જ અતિચારો છે. વળી, દિગવ્રતના સંક્ષેપકરણમાં ક્ષેત્રનું સંક્ષિપ્તપણું હોવાથી શ્રેષ્ઠ પ્રયોગાદિ અતિચારો છે અને ભિન્ન અતિચારનો સંભવ હોવાથી–દિવ્રત કરતાં દેશાવગાસિક વ્રતમાં ભિન્ન અતિચારનો સંભવ હોવાથી, દિગુવ્રત સંક્ષેપકરણનું જ દેશાવકાસિકપણું સાક્ષાત્ કહેવાયું. li૫૬ ભાવાર્થ :
શ્રાવક પોતે આરંભ-સમારંભની પ્રવૃત્તિવાળો છે અને સંપૂર્ણ નિરારંભ જીવન તેને પ્રિય છે છતાં ધનાદિની મૂચ્છ છોડી શકે તેમ નથી. ધનાદિની મૂર્છાને સંક્ષેપ કરવા અર્થે વ્રતો ગ્રહણ કરે છે. અને તેમાં