________________
૨૬૦
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-પપ વળી, પૂર્વપક્ષીએ કહેલ કે “અવિધિથી કરવા કરતાં ન કરવું સારું’ એ પ્રકારનું પૂર્વપક્ષીનું વચન છે તે સામાયિક પ્રત્યેના દ્વેષનું વચન છે. ફક્ત જેઓને વિધિનો લેશ પણ રાગ નથી અને જેમતેમ સામાયિક કરે છે અને યથાતથા સામાયિક કરીને સામાયિકની આશાતના કરે છે તેવા જીવોને આશ્રયીને કોઈક સ્થાનમાં કહેવાયું છે કે અવિધિથી કરનારા કરતાં ન કરનારા સારા છે. પરંતુ વિધિના રાગી જીવો વિધિપૂર્વક યત્ન કરતા હોય અને યત્કિંચિત્ અવિધિ થાય એટલા માત્રથી “અવિધિથી કરનારા કરતાં નહીં કરનારા સારા છે.” તેમ કહેવું ઉચિત નથી; કેમ કે અવિધિથી કરનારાને શાસ્ત્રમાં અલ્પ પ્રાયશ્ચિત્ત કહ્યું છે અને શક્તિ હોવા છતાં જેઓ સામાયિક કરતા નથી તેઓને અધિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તેથી એ ફલિત થાય કે જે શ્રાવકો પોતાની શક્તિ અનુરૂપ ઉચિત અનુષ્ઠાન કરતા નથી તેઓને તે અનુષ્ઠાન નહીં સેવનકૃત અને તે અનુષ્ઠાન પ્રત્યે અનાદર બુદ્ધિકૃત સતત પાપ લાગે છે અર્થાત્ ઘણાં પાપોની પ્રાપ્તિ છે. જેઓ પોતાની શક્તિનું સમાલોચન કરીને શક્તિ અનુસાર સામાયિકાદિ ઉચિત અનુષ્ઠાન કરે છે તેઓને સામાયિકાદિ અનુષ્ઠાન પ્રત્યે રાગ વર્તતો હોવાથી અને ભગવાનના વચનાનુસાર શુદ્ધ અનુષ્ઠાન કરવાની ઇચ્છા હોવાથી સામાયિક દરમ્યાન કોઈ સ્કૂલના થાય તેટલા પ્રમાદકૃત અલ્પ પાપની પ્રાપ્તિ છે. માટે શ્રાવકે પોતાની શક્તિ અનુસાર ધર્માનુષ્ઠાન નિરંતર જ સેવવો જોઈએ અને અનુષ્ઠાનના સેવનકાળમાં સર્વ શક્તિથી વિધિમાં યત્ન કરવો જોઈએ. જેથી ભગવાનના વચન પ્રત્યેના રાગને કારણે પાપની પ્રાપ્તિ થાય નહીં. આ પ્રકારે વિધિ અનુસાર અનુષ્ઠાન કરવાની તીવ્ર રુચિ છે તે શ્રદ્ધાળુ શ્રાવકનું લક્ષણ છે અને આથી જ ધર્મરત્ન પ્રકરણમાં કહ્યું છે કે ભગવાનના વચનમાં શ્રદ્ધાવાળો શ્રાવક શક્તિ પ્રમાણે સર્વ ઉચિત અનુષ્ઠાનો, વિધિપૂર્વક જ સેવે છે. અને દ્રવ્ય-ક્ષેત્ર આદિ પ્રતિકૂળ હોય જેના કારણે તે અનુષ્ઠાન કરી શકે તેમ ન હોય તોપણ સ્વભૂમિકાનુસાર ઉચિત અનુષ્ઠાન સેવવા માટે વિધિના પક્ષપાતને ધારણ કરે છે. જેને સ્વભૂમિકાનુસાર વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાનો પક્ષપાત છે તેવો શ્રાવક વિધિમાં થતી યત્કિંચિત્ સ્કૂલનાનું આલંબન લઈને
ક્યારેય અનુષ્ઠાનનો ત્યાગ કરે નહિ. પરંતુ અનુષ્ઠાનમાં થતી ખુલનાના નિવારણ અર્થે સદા યત્ન કરે. આથી જ “સંબોધ પ્રકરણ“માં કહ્યું છે કે પુણ્યશાળી જીવોને વિધિનો યોગ હોય છે. અર્થાત્ ભૂતકાળમાં ઘણો ધર્મ સેવીને શક્તિનો સંચય કર્યો છે તેવા પુણ્યશાળી જીવો વિધિપૂર્વક અનુષ્ઠાન કરી શકે છે. વળી, જેઓને વિધિનો અત્યંત રાગ છે તેઓને અનુષ્ઠાનમાં કોઈ સ્કૂલના થતી હોય તોપણ સદા વિધિપક્ષના આરાધક છે તેઓ પણ ધન્ય છે. વળી, જેઓ વિધિપૂર્વક અનુષ્ઠાન કરી શકતા નથી, ઘણી સ્કૂલનાઓ થાય છે, છતાં વિધિશુદ્ધ અનુષ્ઠાન કરવા પ્રત્યે બહુમાનભાવ ધારણ કરે છે તેઓ પણ ધન્ય છે; કેમ કે વિધિ પ્રત્યેના બહુમાનને કારણે જ તેઓના અવિધિના દોષો ક્ષીણ શક્તિવાળા થાય છે. વળી જેઓ વિધિનું શ્રવણ કરે છે ત્યારે વિધિ પ્રત્યે દ્વેષભાવ ધારણ કરતા નથી તેઓ વિધિપક્ષના અદૂષકો છે તે પણ ધન્ય છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ મહાત્મા સામાયિકાદિ ઉચિત અનુષ્ઠાન અંતરંગ અને બાહ્ય વિધિથી અત્યંત સંવેગના પરિણામપૂર્વક કરે અને તે સાંભળીને જેઓને તે રીતે અનુષ્ઠાન કરવાની પ્રતિ થાય છે, પરંતુ તે વિધિ પ્રત્યે દ્વેષ થતો નથી તેઓ પણ ધન્ય છે; કેમ કે વિધિના અદ્વેષરૂપ પ્રથમ યોગાંગને પામેલા છે. તેથી તેઓ પણ ક્રમસર ઉત્તરોત્તરની ભૂમિકાને પામીને વિધિપૂર્વક ક્રિયા કરનારા થશે.