________________
ધર્મસંગ્રહ ભાગ-૩/ દ્વિતીય અધિકાર | શ્લોક-પપ-પ૬
૨૬૧ વળી, “સંબોધ પ્રકરણમાં કહેલ છે કે જેઓ સદા સર્વ અનુષ્ઠાન વિધિપૂર્વક સેવી શકે છે તેઓ અલ્પકાળમાં અવશ્ય મોક્ષમાં જાય છે અને જેઓ વિધિનો ત્યાગ કરે છે અને અવિધિમાં ભક્તિવાળા છે અર્થાત્ અવિધિપૂર્વક જ અનુષ્ઠાન કરવાની વૃત્તિવાળા છે; કેમ કે મોહના ઉદયથી મોહની વૃદ્ધિ થાય તે પ્રકારે ધર્મ કરવાની તેઓની વૃત્તિ છે તે અભવ્ય અને દુર્ભવ્ય જીવો છે. આથી જ દુર્ભવ્ય અને અભવ્યના જીવો ક્યારેક બાહ્યથી ચારિત્રની સર્વ ક્રિયાઓ યથાર્થ કરે છે તોપણ વીતરાગ થવાને અનુરૂપ લેશ પણ પરિણામ ધારણ કરતા નથી. આથી જ અનુષ્ઠાનકાળમાં ષકાયના પાલનના પરિણામરૂપ શુભલેશ્યા પણ કરે છે તોપણ ભોગમાં જ સારબુદ્ધિ ધારણ કરે છે માટે તેઓને તે ધર્માનુષ્ઠાનની પ્રવૃત્તિમાં અવિધિની જ ભક્તિ છે; કેમ કે ભગવાને બતાવેલ સર્વ અનુષ્ઠાનો સંવેગગર્ભ હોય છે. તેથી જેઓને લેશ પણ સંવેગનો પરિણામ નથી તેઓ અભવ્ય કે દુર્ભવ્ય જ છે.
વળી, સંસારની સર્વક્રિયાઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ આદિથી વિધિપૂર્વક કરવાથી પૂર્ણ ફલવાળી થાય છે. તેથી સંસારમાં જેઓ વ્યાપાર પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળને સામે રાખીને ઉચિત રીતે કરે છે તેઓને વ્યાપારનું પૂર્ણ ફળ મળે છે. અન્યથા પૂર્ણ ફળ મળતું નથી. તેમ સર્વશે કહેલાં સર્વ અનુષ્ઠાન સર્વશે બતાવેલ વિધિથી થાય તો પૂર્ણફલવાળાં થાય છે અન્યથા થતાં નથી. અને શ્રાવક પણ સ્વભૂમિકાનુસાર જે અનુષ્ઠાન કરે છે તે અનુષ્ઠાન પૂર્ણ વિધિપૂર્વક કરવાની બળવાન ઇચ્છાથી જ કરે છે. છતાં અનાદિના પ્રમાદના દોષને કારણે વિધિમાં જે કંઈ સ્કૂલના થાય છે તે સ્કૂલનાને અલ્પ કરવા અર્થે ક્રિયાની સમાપ્તિમાં શ્રાવક અવિધિ આશાતના નિમિત્તે મિથ્યાદુષ્કત આપે છે. જેથી અનુષ્ઠાનના સેવનકાળમાં સેવન થયેલ અવિધિને કારણે તે અનુષ્ઠાનની જે આશાતના થઈ છે તેના પ્રત્યે દ્વેષ થાય છે જેથી ઉત્તરોત્તરના અનુષ્ઠાનમાં તેવી આશાતના અલ્પ-અલ્પતર થાય અને ક્રમે કરીને વિધિપૂર્ણ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય. પપા અવતરણિકા -
अधुना देशावकाशिकव्रतातिचारानाह - અવતરણિકાર્ચ -
હવે દેશાવગાસિકવ્રતના અતિચારોને કહે છે – શ્લોક :
प्रेषणाऽऽनयने शब्दरूपयोरनुपातने ।
पुद्गलप्रेरणं चेति, मता देशावकाशिके ।।५६ ।। અન્વયાર્થ
પ્રેષISઇનયને પ્રેષણ, આલયત, દ્રિયોનુપાતને શબ્દનો અનુપાત અને રૂપનો અનુપાત, ચ= અને, પુતિપ્રેર=પુગલનું પ્રેરણ, તિ=એ, ફેશવાશિ-દેશાવગાસિક વ્રતમાં, મતા=અતિચારો કહેવાયા છે. પs.