________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૫૫
‘નનુ’થી શંકા કરે છે – ‘દ્વિવિધ’-ત્રિવિધ’થી સાવદ્યનું પ્રત્યાખ્યાન સામાયિક છે અને ત્યાં=સાવઘના પ્રત્યાખ્યાનમાં, કાયદુપ્રણિધાનાદિમાં પચ્ચક્ખાણનો ભંગ હોવાથી સામાયિકનો અભાવ જ છે. અને તત્ ભંગજનિત પ્રાયશ્ચિત્ત વિધેય થાય=કાયદુપ્રણિધાનાદિમાં સામાયિકના ભંગજનિત પ્રાયશ્ચિત્ત કર્તવ્ય થાય, અને મનનું દુષ્પ્રણિધાન અશક્ય પરિહારવાળું છે; કેમ કે મનનું અનવસ્થિતપણું છે. આથી=મનઃદુપ્રણિધાનમાં સામાયિકના ભંગની પ્રાપ્તિ હોવાથી, સામાયિકના સ્વીકારથી સામાયિકનો અસ્વીકાર જ શ્રેયકારી છે. જે કારણથી કહ્યું છે
‘અવિધિથી કરાયેલા અનુષ્ઠાનથી નહીં કરાયેલું સારું છે.' ()
‘કૃતિ' શબ્દ શંકાની સમાપ્તિ માટે છે.
તેનો ઉત્તર આપતાં કહે છે
એ પ્રમાણે નથી. જે કારણથી સામાયિક દ્વિવિધ-ત્રિવિધથી સ્વીકારેલું છે અને ત્યાં મન-વચન અને કાયાથી સાવધ હું કરું નહીં અને હું કરાવું નહીં એ પ્રકારે ૬ પ્રત્યાખ્યાનો છે. એથી એક પ્રત્યાખ્યાનના ભંગમાં પણ શેષનો સદ્ભાવ હોવાથી=એક પ્રત્યાખ્યાનમાં ભંગમાં પણ બાકીનાં પાંચ પ્રત્યાખ્યાનનો સદ્ભાવ હોવાથી અને મિથ્યાદુષ્કૃતથી મનઃ દુપ્રણિધાન માત્રની શુદ્ધિ હોવાથી સામાયિકનો અત્યંત અભાવ નથી. સર્વવિરતિ સામાયિકમાં પણ તે પ્રકારે સ્વીકાર છે=મનગુપ્તિના ભંગમાં મિથ્યાદુષ્કૃતથી શુદ્ધિ છે તે પ્રકારે સ્વીકાર છે. જે કારણથી ગુપ્તિતા ભંગમાં મિથ્યાદુષ્કૃત પ્રાયશ્ચિત્ત કહેવાયું છે. જેને કહે છે
—
-
-
૨૫૫
“બીજો અતિચાર અસમિતિમાં છે અથવા ખરેખર સહસા અગુપ્તનો છે.” ()
એથી સમિતિ આદિના ભંગ રૂપ બીજો અતિચાર અનુતાપથી શુદ્ધ થાય છે. એ પ્રમાણે અર્થ છે. એથી સ્વીકારથી=સામાયિકના સ્વીકારથી, અસ્વીકાર=સામાયિકનો અસ્વીકાર, શ્રેયકારી નથી. વળી સાતિચાર અનુષ્ઠાનથી પણ અભ્યાસને કારણે કાલથી નિરતિચાર અનુષ્ઠાન થાય છે એ પ્રમાણે સૂરિ કહે છે. જેને કહે છે
“ઘણા જન્મના અનુસરણવાળો અભ્યાસ પણ પ્રાયઃ શુદ્ધ થાય છે.” ()
‘કૃતિ’ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
-
બાહ્ય પણ=અન્યદર્શનવાળા પણ, કહે છે
“ક્રિયાનો અભ્યાસ કૌશલ્યને પ્રાપ્ત કરાવે છે. એક વખત નિપાત માત્રથી પાણીનું બિંદુ પણ પથ્થરમાં નિમ્નતાને ધારણ કરતું નથી જ.” અર્થાત્ ઘણાં બિંદુના પાતથી પથ્થરમાં ઘસારાને કારણે ખાડો પડે છે. (તેમ ઘણા અભ્યાસથી જીવ ક્રિયામાં કુશળ બને છે.)
‘અને અવિધિથી કરાયેલા અનુષ્ઠાનથી ન કરવું સારું' એ વચન યુક્ત નથી; કેમ કે આવું=‘અવિધિથી કરાયેલા અનુષ્ઠાનથી ન કરવું સારું' એ વચનનું, અસૂયાવચનપણું છે=ઉચિતક્રિયા પ્રત્યે દ્વેષરૂપ છે. જેને કહે છે