________________
૨૩૬
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-પર-પ૩
ટીકાર્ય :
“ોટા પ્રતિપરિમિતિ . સ્ફોટઃપૃથ્વીનું વિદારણ તેનું કર્મ=સ્ફોટ કર્મ, કૂવાદિ માટે જમીનનું ખોદવું, હળથી ખેડવું અને પથ્થર આદિને ખોદવા એ સ્ફોટકર્મ છે. જે કારણથી કહેવાયું છે –
“શિલાના કુટ્ટનકર્મ વડે સરોવર-કૂવાદિનું ખનન, પૃથ્વીના આરંભથી સંભૂતયુક્ત, એવી પ્રવૃત્તિથી જીવવું તે સ્ફોટજીવિકા છે." I૧un (યોગશાસ્ત્ર-૩/૧૦૫)
અને આના દ્વારા=સ્ફોટજીવિકા દ્વારા, પૃથ્વીનો, વનસ્પતિ અને ત્રસાદિ જીવોનો ઘાત થાય છે, એથી હિંસારૂપ દોષ સ્પષ્ટ જ છે. વળી, પ્રતિક્રમણ સૂત્રની વૃત્તિમાં કણોનું હલન-પેષણાદિ સ્ફોટકમપણારૂપે પ્રતિપાદન કરાયું છે. ભાવાર્થ :(૫) સ્ફોટકર્મ -
કૂવા વગેરે ખોદાવવા અર્થે જમીનને તોડવામાં આવે તે વખતે પૃથ્વીકાયના, જમીનમાં વર્તતા ત્રસજીવો કે અન્ય પણ વનસ્પતિ આદિ સ્થાવર જીવોની હિંસા થાય છે. તેથી ભૂમિને ખોદીને કે જમીનને ખેડીને કે ખાણમાંથી પથ્થરાદિને કાઢીને તેના દ્વારા શ્રાવકે આજીવિકા કરવી જોઈએ નહીં. તેવાં કૃત્યો કરવાથી કર્માદાનની પ્રાપ્તિ છે. જે શ્રાવક ભોગપભોગની પ્રવૃત્તિમાં હિંસાને પરિમિત કરવા અર્થે સચિત્તનો ત્યાગ કરે છે કે સચિત્તની સંખ્યાનું નિયમન કરે છે તેવો શ્રાવક જે આજીવિકાની પ્રવૃત્તિમાં ત્રસ અને સ્થાવરજીવોની હિંસા હોય તેવાં કૃત્યો કરે તો સ્થાવર જીવો કે ત્રસજીવો પ્રત્યેનો દયાળુ ભાવ નાશ પામે છે. માટે ભોગપભોગ વ્રતનો સંકોચ કરીને સર્વવિરતિની શક્તિના સંચય અર્થે શ્રાવકે પૃથ્વી આદિના ફોડવાનાં કૃત્યો હોય તેવી પ્રવૃત્તિ દ્વારા આજીવિકા કરવી ઉચિત નથી. પણ ટીકા - __ अथोत्तरार्द्धन पञ्च वाणिज्यान्याह 'वणिज्याका' इत्यादि, अत्राश्रिताशब्दः प्रत्येकं योज्यस्ततो दन्ताश्रिता-दन्त विषया वणिज्याका=वाणिज्यं दन्तक्रयविक्रय इत्यर्थः एवं लाक्षावणिज्या-रसवणिज्याकेशवणिज्या-विषवणिज्यास्वपि ।
तत्र दन्ता हस्तिनाम्, तेषामुपलक्षणत्वादन्येषामपि त्रसजीवावयवानां घूकादिनखहंसादिरोमचर्मचमरशृङ्गशङ्खशुक्तिकपर्दकस्तूरीपोहीसकादीनाम्, वणिज्या चात्राकरे ग्रहणरूपा द्रष्टव्या, यत्पूर्वमेव पुलिन्दानां मूल्यं ददाति, ‘दन्तादीन् मे यूयं ददत' इति, ततस्ते हस्त्यादीन् घ्नन्त्यचिरादसौ वाणिजक एष्यतीति पूर्वानीतांस्तु क्रीणातीति, त्रसहिंसा स्पष्टैवास्मिन् वाणिज्ये, अनाकरे तु दन्तादीनां ग्रहणे विक्रये च न दोषः । यदाहुः -