________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૫૨-૫૩
૨૪૩
૧૪. સરોવરનું શોષવું :- સરોવરનો શોષ સરઃશોષ છે. ધાન્યાદિને લાવવા માટે સારણી દ્વારા પાણીનું બહાર કાઢવું, સરોવરનું ગ્રહણ અન્ય જલાશયનું ઉપલક્ષણ છે. તેથી સિંધુ=નદી-દ્રહ-તળાવ આદિનું ગ્રહણ છે. જે કારણથી કહેવાયું છે
“સરોવરનો શોષ-સરોવર, નદી-હદ આદિના પાણીનો સમ્ભવ છે=પાણી કાઢવું.” (યોગશાસ્ત્ર-૩/૧૧૩) ત્યાં=સરઃશોધમાં, નહીં ખોદાયેલું સરોવર વળી ખોદાયેલું તળાવ કહેવાય. એ પ્રકારનો આ બંનેનો ભેદ છે. અહીં=સરોવરના શોષણમાં પાણીના, પાણીમાં રહેલા ત્રસ જીવોના, અને તેનાથી=પાણીથી, પ્લાવિત ષડ્થવનિકાયનો વધ છે એ પ્રમાણે દોષ છે.
૧૫. અસતીનું પોષણ અસતી દુઃશીલ એવી સ્ત્રીઓનું પોષણ, લિંગ અતંત્ર છે=‘અસતી પોષણ'માં રહેલ સ્ત્રીલિંગ અનિયામક છે. તેથી શુકાદિ પુરુષોનું પણ પોષણ ‘અસતી પોષણ' છે. પોપટ-મેના-મોર-બિલાડી-વાંદરા-કૂકડા-કુર્કુટ-કુર્કર-શૂકરાદિ તિર્યંચોનું પોષણ અને ભાટી ગ્રહણ માટે=ભાડાના ગ્રહણ માટે, દાસીનું પોષણ કરવું. ગોલદેશમાં આ પ્રસિદ્ધ વ્યવહાર છે અને આ દુઃશીલ એવાનું પોષણ પાપનો હેતુ જ એ પ્રમાણે દોષ છે.
:
આ પ્રમાણે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, પ્રસ્તાવથી ૧૫ સંખ્યાવાળાં કર્માદાનો અતિચારરૂપપણું · હોવાથી ત્યાગ કરવાં જોઈએ. એ પ્રમાણે ૧૫ કર્માદાનો કહેવાયાં અને આ=૧૫ કર્માદાન, આવી જાતિવાળાં ઘણાં સાવદ્યકર્મોની દિશા માત્ર છે. પરંતુ પરિગણત નથી=૧૫ની જ સંખ્યા છે એ પ્રકારનું પરિગણન નથી. અહીં=ભોગોપભોગ વ્રતમાં, વીશ સંખ્યાના અતિચારનું કથન બીજામાં પણ=અન્ય વ્રતોમાં પણ, પાંચ અતિચારોની સંખ્યાથી તજ્જાતીય વ્રત પરિણામના કાલુષ્યના કારણને કરનારાનો, સંગ્રહ છે એ પ્રમાણે જ્ઞાપન માટે છે. તેથી સ્મૃતિ અંતર્ધાનાદિ યથાસંભવ સર્વ વ્રતોમાં અતિચાર જાણવા. અને આથી જ આ વ્રતમાં=ભોગોપભોગ વ્રતમાં, રાત્રિભોજન મદ્યાદિની નિવૃત્તિમાં પણ અતિચારો પૂર્વમાં બતાવાયા અને તે રીતે=દરેક વ્રતોમાં પાંચથી વધુ અતિચારો છે તે રીતે, ઉપાસકદશાંગ વૃત્તિમાં કહેવાયું છે
-
“જે આ પ્રતિવ્રત પાંચ-પાંચ અતિચારો છે તે અતિચારાન્તરનું ઉપલક્ષણ જાણવું, પરંતુ અવધારણ નહિ=અતિચારની પાંચ જ સંખ્યા છે તે પ્રકારની મર્યાદાના અવધારણરૂપ નહિ."
જે કારણથી પૂજ્યો કહે છે
“સૂત્રમાં પાંચ-પાંચ અતિચારો જે બતાવાયા છે તે અવધારણ માટે નથી પરંતુ તે ઉપલક્ષણ છે." અર્થાત્ બીજા અતિચારોનું ઉપલક્ષણ છે. (ઉપાસકદશાંગસૂત્ર અધ્યયન-૧, સૂત્ર-૭, પત્ર-૬/એ)
અને અહીં=અતિચારના વિષયમાં, આ તત્ત્વ છે. જે વ્રતના વિષયમાં અનાભોગાદિથી કે અતિક્રમાદિ પદયથી કે સ્વબુદ્ધિ કલ્પનાથી, વ્રતસાપેક્ષપણું હોવાને કારણે વ્રતના વિષયને પરિહાર કરતી જે પ્રવૃત્તિ છે. તે અતિચાર છે. વળી વિપરીતપણામાં ભંગ છે. એ રીતે સંકીર્ણ અતિચારના પદની ગમનિકા કરવી જોઈએ=અતિચારના સ્વરૂપને જાણવા માટે પ્રયત્ન કરવો જોઈએ.