________________
૨૪૮
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-પ૪ અને ઉદૂખલાદિ સંયુક્ત અર્થક્રિયાના કરણ યોગ્ય અધિકરણ છે તેથી સંયુક્ત એવું તે અધિકરણ એ પ્રમાણે સમાસ છે. કઈ રીતે સંયુક્ત અધિકરણ બને ? તે સ્પષ્ટ કરે છે –
ઉદ્દખલથી સંયુક્ત મુશલ, હલથી સંયુક્ત ફાલ, ગાડાથી સંયુક્ત યુગ=ધુરા, ધનુષની સાથે સંયુક્ત બાણ-કામઠાની સાથે સંયુક્ત તીર ઇત્યાદિ રૂપ સંયુક્ત અધિકરણ છે. તેનો ભાવ=સંયુક્ત અધિકરણનો ભાવ, સંયુક્ત અધિકરણપણું છે અને આ=સંયુક્ત અધિકરણપણું એ, હિંસાના સાધનના પ્રદાનના વ્રતનો અતિચાર છે=હિંસાના સાધનના પ્રદાનના વિરમણ વ્રતનો અતિચાર છે.
અહીં પણ વૃદ્ધ સંપ્રદાય છે –
શ્રાવકે સંયુક્ત અધિકરણ ધારણ કરવા જોઈએ નહિ. “દિ=જે કારણથી, સંયુક્ત, અધિકરણને જે કોઈ ગ્રહણ કરે. વળી વિયુક્ત એવા તેમાં પરને સુખથી નિષેધ કરી શકાય છે એથી સંયુક્ત અધિકરણપણું ચોથો અતિચાર છે.
૫. મૌખર્ય - અને આનું મુખ છે એ મુખર=અતલોચિત ભાષી વાચાળ. તેનો ભાવ મૌખર્ય ધૃષ્ટપણું પ્રાયઃ અસભ્ય-અસંબદ્ધ-બહુપ્રલાપીપણું. અને આ પાપોપદેશનો અતિચાર છે; કેમ કે મુખરપણું હોત છતે પાપોપદેશનો સંભવ છે; એ=મુખરપણું પાંચમો અતિચાર છે.
“અપધ્યાન આચરિત વ્રતમાં અપધ્યાન આચરિત વિરમણ વ્રતમાં, વળી અનાભોગાદિથી અપધ્યાનમાં પ્રવૃત્તિ , અતિચાર છે. એ પ્રમાણે સ્વયં ઊહ કરવો. કંદર્પાદિ આકુટ્ટીથી કરાતા આ અતિચાર છે એ પ્રમાણે જાણીને કરાતા, ભંગ જ જાણવા." (ધર્મબિંદુ વૃત્તિ સૂ. ૧૬૩ ૫. ૪૩ બી) એ પ્રમાણે ધર્મબિંદુ' વૃત્તિમાં ગુણવ્રતના અતિચારો કહેવાયા છે. પઝા ભાવાર્થ
અનર્થદંડવિરમણવ્રતમાં ચાર પ્રકારના અનર્થદંડની વિરતિ કરાય છે. ૧. પ્રમાદ આચરણાની વિરતિ. ૨. હિંસાનાં સાધનોના પ્રદાનની વિરતિ. ૩. પાપોપદેશની વિરતિ. ૪. અપધ્યાનની વિરતિ.
પ્રમાદ આચરણાની વિરતિમાં શ્રાવક કંદર્પ-કૌત્કચ્ય અને ભોગપભોગની અધિકતાનો ત્યાગ કરે છે. આમ છતાં અનાદિના અતિ અભ્યાસને કારણે ક્યારેક કામની વૃત્તિ થાય તેવો વચનપ્રયોગ પણ થાય કે સહસા જોરથી હસવા આદિની ક્રિયા થાય ત્યારે પ્રમાદ આચરણાની વિરતિમાં અતિચારની પ્રાપ્તિ થાય છે. જે શ્રાવક અનર્થદંડની વિરતિમાં પ્રમાદની આચરણાના ત્યાગનું પચ્ચખ્ખાણ કર્યું છે તેમ જાણે છે છતાં નિરપેક્ષ રીતે કામની વાતો કે હાસ્યાદિ કૃત્ય કરતો હોય તો વ્રતભંગની પ્રાપ્તિ થાય.