________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૫૪
૨૪૯
વળી, પ્રસંગે કોઈને હસાવવા માટે કે રમૂજ કરવા માટે મુખ આદિની ચેષ્ટાઓ કરે એ પણ પ્રમાદ આચરણા છે. તેથી પ્રમાદ આચરણાના વિરમણવ્રતવાળા શ્રાવકે એવી કોઈ ચેષ્ટા કરવી જોઈએ નહીં પરંતુ, અનાભોગ-સહસાત્કારાદિથી ક્યારેક એવી ચેષ્ટા થાય ત્યારે અતિચારની પ્રાપ્તિ છે. અને વ્રત લીધેલું હોવા છતાં કોઈ વિચારણા કર્યા વગર નિરપેક્ષ રીતે એવી ચેષ્ટા કરે તો વ્રતનો ભંગ જ થાય.
વળી, શ્રાવક શરીરની શાતાનો અર્થી છે તેથી સાધુપણું ગ્રહણ કરવા સમર્થ નથી; છતાં શરીરની શાતાને અનુકૂળ ભોગોપભોગ કરે તે અર્થદંડરૂપ છે. પરંતુ પોતાના શરીરને બાધ કરે તે પ્રકારે ભોજનાદિ કરે અથવા પોતાના અને પોતાના કુટુંબીઓના વ્યવહારની અપેક્ષાએ જે સ્નાનાદિ થતાં હોય તેના કરતા અધિક પ્રમાણમાં સ્નાનાદિ કરે તો વધારે પડતી ભોગવિલાસની પ્રવૃત્તિ પ્રજ્વલિત થાય છે જે પ્રમાદની આચરણારૂપ છે અને અનર્થદંડની વિરતિ વખતે તેવા પ્રમાદની આચરણાની વિરતિનું પચ્ચક્ખાણ શ્રાવક કરે છે છતાં અનાભોગાદિથી ક્યારેક વધુ પડતું ભોજન, વધુ પડતાં સ્નાનાદિ કરવામાં આવે તો અતિચારની પ્રાપ્તિ થાય.
વળી, શ્રાવક પાપનાં સાધનો મુશલાદિ ઘરમાં રાખે તોપણ એ રીતે રાખે કે જેથી તે સાધનોનો કોઈ સહજ રીતે ઉપયોગ કરે અને આરંભ-સમારંભ થાય તેવો પ્રસંગ પ્રાપ્ત થાય નહીં. અને પોતે પણ શક્તિ અનુસાર યતનાપૂર્વક તેનો ઉપયોગ કરે અને એવાં પાપનાં સાધનો કોઈ માંગે અને ન આપે તો ધર્મનો લાઘવ થાય. તેથી શ્રાવક એવાં સાધનો ભેગાં કરીને રાખે નહીં પરંતુ તે સાધનો છૂટાં એવી રીતે રાખેલાં હોય કે જેના કા૨ણે કોઈ માંગે ત્યારે તેનો બીજો અવયવ ક્યાંક હશે-જોવો પડશે ઇત્યાદિ કહીને વારણ થઈ શકે. આ પ્રકારની પાપના અધિકરણની પૃથક્ રાખવાની યતના હિંસાના સાધનના અપ્રદાનના નિયમના ૨ક્ષણ અર્થે શ્રાવક અવશ્ય કરે. છતાં પ્રમાદવશ અનાભોગાદિથી સંયુક્ત અધિકરણ રાખવાનો પ્રસંગ પ્રાપ્ત થાય તો હિંસાના સાધનના વિરમણવ્રતમાં અતિચારની પ્રાપ્તિ થાય; કેમ કે કોઈ માંગવા આવે તો નિષેધ કરાય નહીં અને પોતે તેની પૂર્વમાં ઉચિત યતના જે ક૨વી જોઈએ તે નહીં કરેલ હોવાથી અતિચારની પ્રાપ્તિ થાય.
વળી, શ્રાવકે પાપનો ઉપદેશ નહીં આપવાનો નિયમ અનર્થદંડ વિરમણવ્રતમાં ગ્રહણ કરેલ છે, છતાં જેનો અતિશય બોલવાનો સ્વભાવ હોય અર્થાત્ આલોચન કર્યા વગર બોલવાનો સ્વભાવ હોય તેવો જીવ પ્રાયઃ કરીને અસભ્ય, અસંબદ્ધ, બહુ પ્રલાપ કરે છે તેનાથી ઘણા પ્રકારનાં પાપના ઉપદેશની પ્રાપ્તિ થાય છે. તેથી શ્રાવકે તેવું બોલવું જોઈએ નહીં છતાં અનાભોગ-સહસાત્કારથી ક્યારેક બોલાઈ જાય ત્યારે અતિચારની પ્રાપ્તિ છે.
વળી, શ્રાવક અનર્થદંડ વિરમણ વ્રતગ્રહણ કરે છે ત્યારે અપધ્યાનની આચરણાના ત્યાગનો નિયમ કરે છે. તેથી પોતાના ભોગાદિ અર્થે ઉપયોગી હોય એટલી જ તે વિચારણા કરે છે અને સર્વવિરતિની શક્તિના સંચય અર્થે સંસારના સ્વરૂપની, મોક્ષમાર્ગની, સર્વવિરતિના સ્વરૂપની ઉચિત વિચારણા કરે છે. પરંતુ જે વિચારણામાં કોઈ ફળની પ્રાપ્તિ નથી તેવી નિરર્થક વિચારણા તે અપધ્યાનની આચરણા છે. અને તેવી વિચારણા જે શ્રાવક કરે તેને વ્રતભંગની પ્રાપ્તિ થાય. આમ છતાં અનાભોગ-સહસાત્કા૨થી કોઈ નિ૨ર્થક વિચારણા થઈ જાય તો અતિચારની પ્રાપ્તિ થાય.