________________
૨૫૨
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૫૫ ભૂમિને જોઈને, ભૂમિ જીવ રહિત છે તેનો નિર્ણય થાય ત્યારપછી ઉચિત વિધિથી તેનું પ્રમાર્જન કરે અને ત્યારપછી તે સ્થાનને સેવે. તેમાં કોઈ પ્રમાદ કરે તો કોઈ જીવની હિંસા ન થાય તોપણ જીવરક્ષાને અનુકૂળ ઉચિત યતનામાં પરિણામના અભાવને કારણે કાયાને આશ્રયીને હિંસાને અનુકૂલ વ્યાપાર છે. વળી, સ્થિર આસનમાં બેસીને કાયાને સ્થિર રાખીને સ્વાધ્યાયાદિમાં યત્ન કરીને શ્રાવક શરીરના અવયવો હાથ-પગ વગેરેને સંવૃત સ્થાપન ન કરે પરંતુ સ્વાધ્યાયાદિ કરતાં હસ્તાદિ નિષ્પ્રયોજન પ્રવર્તાવે તે કાય-દુપ્રણિધાન છે. માટે શ્રાવકે સામાયિક દરમ્યાન કાયાના સર્વ અવયવોને નિભૃતતા અવસ્થાપન ક૨વા જોઈએ. અર્થાત્ સંવૃત ગાત્રવાળા થવું જોઈએ, જેથી કાયદુપ્રણિધાન નામના અતિચારની પ્રાપ્તિ થાય નહિ.
વળી, શ્રાવક સામાયિક દરમ્યાન સૂત્ર-અર્થનું પરાવર્તન કરીને સામાયિકના પરિણામની વૃદ્ધિ કરે છે. છતાં પ્રમાદને વશ બોલાતાં સૂત્રોના પદેપદમાં ઉપયોગ ન રાખે તો તે સૂત્રોના વર્ણોના સંસ્કારો આત્મામાં પડે નહિ. જેથી તે સૂત્રો બોલવાની ક્રિયા વાદુપ્રણિધાન બને છે. વળી, કોઈ શ્રાવક સૂત્રોના પદેપદમાં ઉપયોગ રાખીને સૂત્ર બોલે છે. છતાં સૂત્રના અર્થનું પ્રતિસંધાન કરીને તે અર્થના બળથી સામાયિકના પરિણામની વૃદ્ધિમાં યત્ન ન કરે તો અર્થના અનવગમરૂપ વાદુપ્રણિધાનની પ્રાપ્તિ થાય છે. વળી, વચનપ્રયોગમાં ચપળતા હોય અર્થાત્ સામાયિક સાથે કોઈ પ્રયોજન ન હોય તેવા વચનપ્રયોગ કરે તે વાદુપ્રણિધાન છે. આથી જ ઉદ્ધરણમાં કહ્યું કે કૃતસામાયિકવાળો શ્રાવક પૂર્વમાં બુદ્ધિથી જે બોલવું હોય તેનો નિર્ણય કરીને પછી બોલે અને જો નિ૨વદ્ય વચન હોય તો બોલે પરંતુ સહસા વિચાર્યા વગર બોલે તો સામાયિક ન થાય. તેથી સામાયિક દરમ્યાન શ્રાવકે વાગુપ્તિમાં રહેવું જોઈએ અને સામાયિકના પરિણામની વૃદ્ધિના પ્રયોજનથી સામાયિકનાં વૃદ્ધિના કારણીભૂત સૂત્રોથી આત્માને અત્યંત વાસિત ક૨વો જોઈએ અને અનાભોગાદિથી પણ બોલાતાં સૂત્રોના વર્ણોમા પદેપદમાં ઉપયોગ ન ૨હે કે અર્થમાં ઉપયોગ ન રહે તો વાદુપ્રણિધાનની પ્રાપ્તિ થાય.
વળી, સામાયિક દરમ્યાન બાહ્યપદાર્થ વિષયક કોઈ વિચાર કરવામાં આવે તો ક્રોધ-લોભ આદિ કોઈ મનઃદુપ્રણિધાનની પ્રાપ્તિ થાય છે અને ઉચિત સ્વાધ્યાયાદિમાં ઉપયોગ હોય છતાં તે સ્વાધ્યાયાદિનું કાર્ય સામાયિકનો પરિણામ છે. તે વિષયમાં વ્યાસંગનો સંભ્રમ વર્તે અર્થાત્ તેનો=સ્વાધ્યાયાદિના કાર્યરૂપ સામાયિકના પરિણામનો દૃઢ સંકલ્પ કરીને મનોવ્યાપાર થાય નહિ તો કાર્ય વ્યાસંગ સંભ્રમરૂપ મનઃદુપ્રણિધાનની પ્રાપ્તિ થાય છે. માટે સામાયિક દરમ્યાન સમભાવના પરિણામનું લક્ષ્ય કરીને અત્યંત ઉપયોગપૂર્વક ત્રણેય યોગો પ્રવર્તાવવા જોઈએ. છતાં અનાભોગાદિથી કે સહસાત્કારથી કાયદુપ્રણિધાન, વાદુપ્રણિધાન કે મનઃ દુપ્રણિધાનની પ્રાપ્તિ થાય તો સામાયિકવ્રતમાં આ ત્રણ અતિચારની પ્રાપ્તિ થાય છે.
ટીકા ઃ
तथा स्मृतेः- सामायिककरणावसरविषयायाः कृतस्य वा सामायिकस्य प्रबल प्रमादयोगादनवता - (धा)रणम्=अनुपस्थापनम्, एतदुक्तं भवति - 'मया कदा सामायिकं कर्त्तव्यम् ?' 'कृतं वा मया सामायिकं न वा' इति एवंरूपस्मरणभ्रंशोऽतिचारः, स्मृतिमूलत्वान्मोक्षानुष्ठानस्य, यदाहुः