________________
૧૨
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૪૪
ટીકાર્ચ -
તથા • વેતિ વતુર્થ: ૪ (૪) કૂટલેખઅતિચાર - અને કૂટ-અસભૂત, તેતો લેખકલેખન, તે ફૂટલેખ છે. અન્ય સ્વરૂપે અક્ષરના મુદ્રાનું કરણ એ કૂટલેખ છે. અને આ=કૂટલેખ, જોકે કાયાથી અસત્યવાચા હું બોલીશ નહિ, એ પ્રકારના આનો વ્રતનો અથવા કાયાથી અસત્ય હું બોલીશ નહીં અને બોલાવીશ નહીં એ પ્રકારના વ્રતનો ભંગ જ છે. તોપણ સહસાત્કાર અનાભોગાદિથી કે અતિક્રમાદિથી અતિચાર છે અથવા અસત્ય એટલે અસત્યનું કથન મારા વડે પચ્ચકખાણ કરાયું છે. વળી, આ લેખન છે કથન નથી. એ પ્રકારની ભાવનાને કારણે વ્રતસાપેક્ષ પુરુષને અતિચાર જ છે એ પ્રમાણે ચોથો અતિચાર છે. ભાવાર્થ :(૪) ફૂટલેખઅતિચાર :
કોઈ શ્રાવકે સ્થૂલ મૃષાવાદવિરમણવ્રત ગ્રહણ કરેલું હોય અને લોભાદિને કારણે ફૂટલેખ કરે તે વખતે તે વ્રતનો ભંગ જ થાય છે; કેમ કે મન-વચન-કાયાથી અસત્ય કરીશ નહીં અને હું અસત્ય કરાવીશ નહીં એ પ્રકારે જેનું પચ્ચખ્ખાણ છે તેને કાયાથી હું અસત્ય વાચા બોલીશ નહીં એમ કહેવાથી કૂટલેખમાં કાયાથી અસત્ય વાચા બોલાય જ છે અથવા કાયાથી હું અસત્ય બોલીશ નહીં અને બોલાવીશ નહીં તે બંનેનો ભંગ ફૂટલેખથી થાય છે; કેમ કે કૂટલેખ કરતી વખતે કાયાથી અસત્ય ભાષા બોલે છે અને તે કૂટલેખ બીજાને આપે છે કે બતાવે છે ત્યારે કાયાથી અસત્ય ભાષા બોલાવે છે તેથી વ્રતનો ભંગ જ છે. છતાં અનાભોગસહસાત્કારથી કૂટલેખ થયો હોય તો અતિચારરૂપ છે અથવા કૂટલેખ લખવાનો પરિણામ થયો હોય સાક્ષાત્ લખ્યું ન હોય ત્યારે અતિક્રમાદિથી અતિચારની પ્રાપ્તિ થાય. અથવા અસત્ય બોલવું તે વચનપ્રયોગરૂપ છે અને હું બોલતો નથી. હું લખું છું એ પ્રકારે મનમાં પરિણામ છે. તેથી કંઈક વ્રત પ્રત્યેના સૂક્ષ્મરાગના પરિણામને કારણે અતિચારરૂપ છે.
વસ્તુતઃ અતિચાર તે વ્રતના ભંગ સ્વરૂપ જ છે; કેમ કે વ્રતનું અતિચરણ તે અતિચાર છે. તેથી શ્રાવકે અનાભોગથી પણ વ્રતનું અતિચરણ ન થાય તે પ્રકારે સતત પોતાના વ્રતની મર્યાદાનું સ્મરણ કરવું જોઈએ અને અનાભોગાદિથી વ્રતની મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તે પ્રકારે આત્માને સતત ભાવિત રાખવો જોઈએ જેથી સુરક્ષિત રહેલું વ્રત ઉત્તરોત્તર વૃદ્ધિને પામીને મહાવ્રતનું કારણ બને. ટીકા -
तथा विश्वस्ता=विश्वासमुपगता, ये मित्रकलत्रादयस्तेषां मन्त्री मन्त्रणम्, तस्य भेदः प्रकाशनम् तस्यानुवादरूपत्वेन सत्यत्वाद्यद्यपि नातिचारता घटते, तथापि मन्त्रितार्थप्रकाशनजनितलज्जादितो मित्रकलत्रादेर्मरणादिसंभवेन परमार्थतोऽस्यासत्यत्वात्कथञ्चिद् भगरूपत्वेनातिचारतैव, गुह्यभाषणे गुह्यमाकारादिना विज्ञायानधिकृत एव गुह्यं प्रकाशयति, इह तु स्वयं मन्त्रयित्वैव मन्त्रं भिनत्तीत्यनयोर्भेद इति पञ्चमोऽतिचारः ५ ॥४४॥