________________
૨૦૨
ધર્મસંગ્રહ ભાગ-૩/ દ્વિતીય અધિકાર | શ્લોક-૪૬ અતિચાર છે. અને કન્યાફળની લિપ્સા સમ્યગ્દષ્ટિને અવ્યુત્પન્ન અવસ્થામાં સંભવે છે. અર્થાત્ સખ્યત્ત્વના સૂક્ષ્મબોધવાળી અવસ્થા હોય તો સંભવે નહીં પરંતુ તે પ્રકારની વ્યુત્પન્ન મતિ ન હોય
ત્યારે સંભવે છે. વળી, મિથ્યાદષ્ટિને ભદ્રક અવસ્થામાં અનુગ્રહ માટે વ્રતદાન કરાયે છતે તેનકવ્યાફળની લિપ્સા, સંભવે છે.
અન્ય વિવાહની જેમ પોતાના પુત્રાદિના વિવાહમાં પણ સમાન જે દોષ છે. એ પ્રમાણે કોઈ શંકા કરે છે તેને ગ્રંથકારશ્રી કહે છે. તારી વાત સત્ય છે. જો પોતાની કન્યાને પરણાવે નહીં તો સ્વચ્છદકારિણી થાય અને તેથી શાસનનો ઉપઘાત થાય. વળી, વિહિત વિવાહવાળી, પતિથી નિયંત્રણ પણું હોવાને કારણે તે પ્રમાણે થતી નથી=સ્વચ્છેદકારિણી થતી નથી. અત્યદર્શનવાળા પણ કહે છે.
“પિતા કુમાર અવસ્થામાં રક્ષણ કરે છે–પિતા પુત્રીનું દુરાચારથી કુમાર અવસ્થામાં રક્ષણ કરે છે. યૌવન અવસ્થામાં ભર્તા રક્ષણ કરે છે. વળી સ્થાવરભાવમાં–વૃદ્ધાવસ્થામાં, પુત્રો રક્ષણ કરે છે. સ્ત્રી સ્વાતંત્ર્યપણાને યોગ્ય નથી.” (મનુસ્મૃતિ-૯૩).
વળી જે દાશાહ એવા કૃષ્ણરાજાને અને ચેટકરાજાને પોતાના પુત્રોના વિષયમાં પણ વિવાહનો નિયમ સંભળાય છેપુત્રોના વિવાહ નહીં કરાવવાનો નિયમ સંભળાય છે. તે=નિયમ, ચિત્તકાન્તરના સભાવને કારણે જાણવો પુત્રોના લગ્નની ચિંતા કરનાર અન્ય વિદ્યમાન હોવાને કારણે જાણવો. અને તે રીતે=જે રીતે કૃષ્ણ અને ચેડા મહારાજા પોતાના પુત્રોના વિવાહમાં પ્રયત્ન કરતા ન હતા તે રીતે, અન્ય પણ શ્રાવકને અત્યચિંતકના સદ્ભાવમાં તે પ્રમાણે જ થાય છેપુત્રના લગ્નની પ્રવૃત્તિમાં પ્રયત્ન ન કરવો તે ઉચિત છે. વળી, અન્ય ચિંતાને કરનારના અભાવમાં જે પ્રમાણે નિર્વાહ થઈ શકે તે પ્રમાણે વિવાહની સંખ્યાનો નિયમ કરવો જોઈએ. વળી, અન્ય કહે છે સજ્જ કલત્ર હોતે છતે પણ પોતાની સ્ત્રી ભોગ માટે સમર્થ વિદ્યમાન હોવા છતાં પણ, વિશિષ્ટ સંતોષનો અભાવ હોવાને કારણે, પરનો=અન્ય સ્ત્રીનો, ફરી સ્વયં વિવાહ કરવો તે પરવિવાહ છે. આ=અન્ય સ્ત્રી સાથે લગ્ન કરવાં એ, સ્વદારાસંતુષ્ટને પ્રથમ અતિચાર છે.
(૨) અનાતગમત (૩) ઇત્વરઆગમન - અને નહીં ગ્રહણ કરાયેલ અપરિગૃહીત એવી વેશ્યા, સ્વેચ્છાચારી સ્ત્રી, પતિથી મુકાયેલી સ્ત્રી, અથવા કુલાંગતા એવી અનાથ અને ઈતરી=પ્રતિપુરુષને આશ્રયીને અયનશીલા=અનિયંત્રણવાળી વેશ્યા અને તે એવી આત=ગ્રહણ કરાયેલી કેટલોક કાળ ધન આપવા દ્વારા સંગ્રહ કરાયેલી, “કુંવમા=પુંવર્ભાવમાં, ઈGરઆતા કહેવાય છે. વિસ્પષ્ટપટુવત્ સમાસ છે. અથવા ઈત્રકાલ ગ્રહણ કરાયેલી ઈતર આત છે. મયૂર ભંસકાદિપણું હોવાથી સમાસ છે. અને કાલ શબ્દનો લોપ છે. અને અનાતા અને ઈત્તરઆતા એ પ્રમાણે દ્વન્દ સમાસ છે. તે બેનું ગમન=અનાર સ્ત્રી અને ઈતરઆર સ્ત્રી બંનેનું ગમન=આસેવન, તે અવાર-ઈવર આતનું ગમન છે. અને આ અહીં અનાત-આત સ્ત્રીના ભોગતા વિષયમાં, ભાવના – અનાતનું ગમન=નહિ ગ્રહણ કરાયેલી સ્ત્રીનું સેવન, અનાભોગાદિથી અતિચાર છે. વળી, ઈવર કાલ માટે ગ્રહણ કરાયેલી સ્ત્રીનું સેવન ધન પ્રદાનાદિથી ઇત્વરકાલના સ્વીકારથી પોતાની સ્ત્રી કરીને વેશ્યાનું સેવન કરનારને