________________
૨૨૬
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | બ્લોક-૫૦
નનુ'થી શંકા કરે છે – તુચ્છૌષધિઓ-તુચ્છ ફળો, અપફવ-દુષ્પફવ. અથવા સમ્યફ પફવ હોય. જો આદ્ય બે પક્ષ છેકઅપફવ-દુષ્પફવ બે પક્ષો છે. તો ત્રીજા અને ચોથા અતિચાર દ્વારા આનું ઉક્તપણું હોવાથી=દુષ્પક્વ આહારનું ઉક્તપણું હોવાથી=પુન:ઉક્તત્વદોષ છે=પાંચમા અતિચાર રૂપે પૃથફ કહેવું તે દોષરૂપ છે. હવે સમ્યફપફવા છે તો નિરવઘપણું હોવાથી જ તેના ખાનારને અતિચારતા ક્યાં છે ? અર્થાત્ નથી.
તિ’ શબ્દ શંકાની સમાપ્તિ અર્થે છે. તેનો ઉત્તર આપે છે – તારી વાત સાચી છે પરંતુ જે પ્રમાણે આદ્ય દ્રયના અને ઉત્તર દ્રયના=પહેલા અને બીજા અતિચારોને અને ત્રીજા અને ચોથા અતિચારોનું, સચિત્તપણું સમાન હોતે છતે પણ અનૌષધિ અને ઔષધિકૃત વિશેષ છે. એ રીતે આનું પણ=પાંચમા અતિચારનું પણ, સચેતનત્વ અને ઔષધિપણાથી, સમાનપણું હોવા છતાં પણ તુચ્છત્વ-અતુચ્છત્વ કૃતવિશેષ જાણવો. અને ત્યાંeતુચ્છવ-અતુચ્છત ભેદમાં, વિશિષ્ટ તૃપ્તિનું અકારકપણું હોવાને કારણે કોમળ મુદ્ગાદિલી તુચ્છ સચિત્ત જ છે. અનાભોગાદિથી ખાનારને તુચ્છૌષધિભક્ષણ અતિચાર છે. અથવા અત્યંત અવઘભીરુપણાને કારણે અચિત્તાવારતા સ્વીકારાયેલી છે=સચિત્તનો ત્યાગ સ્વીકારાયેલો છે. અને ત્યાં=સચિત્તના ત્યાગમાં, જે તૃપ્તિકારક છે તે અચિત કરીને પણ ભક્ષણ કરાય; કેમ કે સચેતનનું જ વજનીયત્વ સ્વીકારાયું છે. જે વળી, તૃપ્તિને કરવામાં અસમર્થ પણ ઔષધિ લોલુપતાથી અચિત્ત કરીને ખાય છે તેને તુચ્છૌષધિભક્ષણ અતિચાર છે; કેમ કે ત્યાં=સચિત્તના ત્યાગમાં, ભાવથી વિરતિનું વિરાધિતપણું છે. વળી દ્રવ્યથી પાલિતપણું છે.” એ પ્રમાણે પંચાશકવૃત્તિમાં છે. (પંચાશકવૃત્તિ ૧/૨૨ ૫.૨૦) પ૦ ભાવાર્થ :
ભોગપભોગ પરિમાણવ્રત કરનાર શ્રાવક શક્તિ હોય તો સચિત્તનો સર્વથા ત્યાગ કરે છે. અથવા સચિત્ત વસ્તુની સંખ્યાનું પરિમિતીકરણ કરે છે. આ રીતે, સચિત્તનો ત્યાગ કર્યા પછી અનાભોગથી, સહસાત્કારથી કે અતિક્રમાદિથી સચિત્તનું ભક્ષણ થાય તો ભોગોપભોગ પરિમાણ વ્રતમાં અતિચારની પ્રાપ્તિ થાય. જેમ કોઈ શ્રાવકે સચિત્તનો સર્વથા ત્યાગ કર્યો હોય અને ભોજનની વસ્તુ સચિત્ત નથી તેવો ભ્રમ થયો હોય અને તેના કારણે અચિત્ત માની વાપરે ત્યારે અનાભોગથી અતિચાર થાય અને તે વસ્તુ સચિત્ત છે તેવું જ્ઞાન હોવા છતાં કોઈક વખતે સહસા મુખમાં મુકાઈ ગઈ ત્યારે સહસાત્કારથી અતિચારની પ્રાપ્તિ થાય. અથવા સચિત્તનો ત્યાગ હોવા છતાં કોઈક સચિત્ત વસ્તુ પોતાને અત્યંત પ્રિય હોય તો મનમાં ખાવાનો વિકલ્પ ઊઠે તો અતિક્રમાદિથી અતિચારની પ્રાપ્તિ થાય. અને જે શ્રાવકે સચિત્તની સંખ્યા પરિમિત કરી હોય છતાં અનાભોગથી, સહસાત્કારથી કે અતિક્રમાદિથી તે સંખ્યાનો અતિક્રમ કરે ત્યારે અતિચારની પ્રાપ્તિ થાય.
વસ્તુતઃ શ્રાવકે “ભોગોપભોગ પરિમાણ વ્રતને સંકોચ કરીને દેશથી વિરતિ કરવાનો અધ્યવસાય કરેલો છે તેથી તે શ્રાવકે સતત ભાવન કરવું જોઈએ કે સુસાધુ સર્વથા ભોગ-ઉપભોગ કરતા નથી પરંતુ કેવલ સંયમના દેહનું પાલન કરે છે તેમ મારે પણ સંપૂર્ણ ભોગોપભોગ પરિમાણ વ્રતની વિરતિને પ્રાપ્ત કરવી જોઈએ. જેથી શીધ્ર સંસારના પરિભ્રમણનો અંત થાય. પરંતુ હજી દેહના મમત્વને કારણે શાતાના અર્થે પોતે ભોગ-ઉપભોગ કરે છે. અને તેમાં દેશથી સંકોચ કરવા અર્થે સચિત્ત આહારનો ત્યાગ કરે છે અથવા સચિત્ત