________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૫૦
૨૨૫
વૃષ્ય દ્રવ્યનો ઉપયોગ=માદક અને વિકારી દ્રવ્યનો ઉપયોગ, આ પણ સાવધ આહારવર્જિકને અનાભોગાદિથી અતિચાર છે. એ પ્રમાણે ચોથો અતિચાર છે.
૫. દુષ્પક્વ આહાર - અને દુષ્પકવ અર્ઘ દળાયેલા પૃથક તંદુલ-વ-ઘઉં-સ્કૂલ-કંડક-કંકડક ફલાદિ આલોકના અનર્થ કરનારા અને જેટલા અંશથી સચિત છે તેટલા અંશથી પરલોકને હણનારા છે–પાપબંધનું કારણ છે, અને પૃથક આદિનું દુષ્પફવપણું હોવાથી સંભવતાં સચેતન અવયવપણું હોવાને કારણે અચેતન છે. એ પ્રમાણે ખાનારને અતિચાર છે. એ પાંચમો અતિચાર છે.
કેટલાક વળી, અપક્વ આહારને પણ અતિચાર રૂપે વર્ણન કરે છે. અને અપક્વ જે અગ્નિ દ્વારા અસંસ્કૃત છે અને આ=અપક્વ, સચિત્ત આહારરૂપ પ્રથમ અતિચારમાં અંતર્ભાવ પામે છે, અને કેટલાક તુચ્છ ઔષધિનું ભક્ષણ પણ અતિચાર કહે છે. મુદ્ગાદિની કોમળ શિષ્મીરૂપ તુચ્છ ઔષધિ છે. અને જો તે સચિત છે તો સચિત અતિચારમાં જ અંતર્ભાવ પામે છે અને જો અગ્નિ પાકાદિથી અચિત છે. તો શું દોષ છે ? અર્થાત્ કોઈ દોષ નથી. અર્થાત્ અગ્નિપાદાદિથી અચિત્ત મુગાદિની કોમળ શિંગને ખાવામાં કોઈ દોષ નથી. એ રીતે રાત્રિભોજન મદ્ય આદિ નિવૃત્તિમાં પણ અનાભોગ અતિક્રમ આદિથી અતિચાર જાણવા. આ રીતે અતિચારનું વ્યાખ્યાન તત્વાર્થવૃત્તિ આદિના અનુસારથી જાણવું.
વળી, ‘આવશ્યક-પંચાશક વૃત્તિ' આદિમાં અપફવ-દુષ્પફવ-તુચ્છઔષધિ ભક્ષણનું ક્રમથી તૃતીય અતિચારપણું બતાવાયું છે. ત્યાં આક્ષેપ-પરિહાર આ પ્રમાણે છેઃશંકા અને સમાધાન આ પ્રમાણે છે –
નથી શંકા કરે છે. અપફવ ઔષધિઓ જો સચેતન છે તો સચિત્ત છે એથી આદ્ય પદથી ઉક્ત કાર્યપણું હોવાથી, ફરી વચન અસંગત છે. અને જો અચેતન છે તો શું અતિચાર છે ? અર્થાત્ અતિચાર નથી; કેમ કે ભક્ષણનું નિરવદ્યપણું છે. ‘તિ' શબ્દ શંકાની સમાપ્તિ માટે છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
“તારી વાત સાચી છે પરંતુ આદ્ય અતિચારો=પ્રથમના બે અતિચારો, સચેતન એવા કદફલાદિ વિષયવાળા છે. વળી ઈતર-ત્રીજો અતિચાર, શાલ્યાદિ ઔષધિ વિષયવાળા છે. એથી વિષયકૃત ભેદ છે. આથી જ મૂળસૂત્રમાં ‘મપત્નિ મોદ(f) અવqાયા' (આવશ્યક પ્રત્યાખ્યાન સૂત્ર, ઉપાસકદશાંગ સૂ: ૭) ઈત્યાદિ કહેવાયું છે. તેથી અનાભોગ અતિક્રમાદિથી અપક્વ ઔષધિનું ભક્ષણ અતિચાર છે અથવા કણિકાદિનું અપફવપણું હોવાથી સંભવતા સચિત્ત અવયવનું પિષ્ટતાદિને કારણે પીસાયેલા પિષ્ટાદિ છે ઈત્યાદિને કારણે અચેતન આ છે એવી બુદ્ધિથી ભક્ષણ, વ્રતસાપેક્ષપણું હોવાથી અતિચાર છે.” (પંચાશક ટીકા ૧/૨૨, ૫.૧૯)
વળી દુષ્પફવ ઔષધિની ભાવના પૂર્વમાં કહેવાયેલી જ છે. વળી તુચ્છૌષધિના ભક્ષણમાં આ પ્રમાણે શંકા અને સમાધાન છે.