________________
૨૨૪
ધર્મસંગ્રહ ભાગ-૩/ દ્વિતીય અધિકાર | શ્લોક-૫૦ फलीविशिष्टतृप्त्यकारकत्वेन तुच्छाः सचित्ता एवानाभोगादिना भुञ्जानस्य तुच्छौषधिभक्षणमतिचारः, अथवाऽत्यन्तावद्यभीरुतयाऽचित्ताहारताऽभ्युपगता, तत्र च यत्तृप्तिकारकं तदचित्तीकृत्यापि भक्षयतु, सचेतनस्यैव वर्जनीयत्वाभ्युपगमात्, यत्पुनस्तृप्तिजननासमर्था अप्योषधीलौल्येनाचित्तीकृत्य भुङ्क्ते तत्तुच्छौषधिभक्षणमतिचारः, તત્ર આવતો વિરવિંધિતત્વર્િ દ્રવ્યસ્તુ પતિત્વવિતિ” [૨/૨૨, ૫. ૨૦] જગ્યાશવૃત્તો ગાવા ટીકાર્ય :
સદ વિન ... પંખ્યાશવૃત્તો ! ૧. સચિત્ત - ચિતથી સહિત ચેતનાથી સહિત વર્તે છે જે તે સચિત. તેનાથી=સચિત્તથી, પ્રતિબદ્ધ સંબદ્ધ જોડાયેલા, ત—તિબદ્ધ છે. સચિત્તથી મિશ્ર=સબલ, સંમિશ્ર છે. અભિષવ=અનેક દ્રવ્યના સંધાનથી નિષ્પન્ન, દારૂ આદિ છે. દુષ્પફવ=મંદ પફવ અને તે એવો આ આહાર દુષ્પક્વ આહાર છે આ અતિચારો બીજા ગુણવ્રતના છે=ભોગોપભોગ પરિમાણવ્રત નામના બીજા ગુણવ્રતમાં જાણવા. શ્લોકમાં ‘ય’ એ પ્રમાણે અધ્યાહાર છે. ત્યાં સચિત કંદ-મૂલફલાદિ છે અને પૃથ્વીકાયાદિ છે. અને અહીં બીજા ગુણવ્રતમાં, નિવૃત્તિ વિષયીકૃત એવા પણ સચિરાશિમાં પ્રવૃત્તિ થયે છતે અતિચારનું કથન વ્રતસાપેક્ષવાળા પુરુષને અનાભોગ અતિક્રમાદિને કારણે કરાયેલી પ્રવૃત્તિથી જાણવું. અન્યથા=અનાભોગાદિ વગર પ્રવૃત્તિમાં, ભંગ જ થાય=સ્વીકારાયેલા વ્રતનો ભંગ જ થાય. ત્યાં પણ કૃતસચિત પરિહારવાળા શ્રાવકને અથવા કૃતસચિત્તના પરિમાણવાળા શ્રાવકને, સચિત્ત કે અધિક સચિત્ત અનાભોગાદિથી ખાવાથી સચિત્ત આહારરૂપ પ્રથમ અતિચાર થાય છે. વળી, આહાર શબ્દ દુષ્પક્વ આહાર એ પ્રકારના વચનમાંથી ગ્રહણ કરીને સંબંધ કરાય છે. એ રીતે ઉત્તરમાં પણ આહાર શબ્દની યોજનાનું ભાવન કરવું દુષ્પક્વ આહારમાં રહેલા “આહાર' શબ્દનું સર્વ અતિચારો સાથે સંયોજન કરવું.
૨. સચિનપ્રતિબદ્ધ - સચેતન એવા વૃક્ષાદિ સાથે સંબદ્ધ જોડાયેલા, ગુંદાદિ, અથવા પકવ ફલાદિ છે. સચિત્ત છે અંદરમાં બીજ એવા ખજૂર, આંબા આદિ છે. તેનો આહાર, સચિત્ત આહારવર્જિક શ્રાવકને અનાભોગાદિથી સાવદ્ય આહારની પ્રવૃત્તિરૂપપણું હોવાથી અતિચાર છે. અથવા હું બીજનો ત્યાગ કરું છું; કેમ કે તેનું બીજનું, સચેતનપણું છે. વળી, કટાહનું ઉપરના પફવફળનું, અચેતનપણું હોવાથી હું ભક્ષણ કરીશ=હું ખાઈશ. એ પ્રકારની બુદ્ધિથી પફવ એવા ખજુરાદિ ફળને મુખમાં નાખતા સચિત્તવર્જક શ્રાવકને ‘સચિત પ્રતિબદ્ધ આહાર બીજો અતિચાર છે.
૩. સંમિશ્ર:- અર્ધ પરિણત જલાદિ આર્તક-દાડિમ-બીજપૂરક-ચીભડાં આદિ અથવા મિશ્ર પૂરણ આદિ અથવા તલથી મિશ્ર, જવ અથવા ધાણા આદિ આવો આહાર પણ=સંમિશ્રનો આહાર પણ, અનાભોગ-અતિક્રમાદિથી અતિચાર છે. અથવા સંભવતા સચિત્ત અવયવવાળા અપફવ કણિક આદિનું પિષ્ટપણાદિને કારણે પીસેલું હોવાને કારણે, અચેતન છે એવી બુદ્ધિથી જે આહાર તે સંમિશ્ર આહાર વ્રતસાપેક્ષપણું હોવાથી અતિચાર છે. એ પ્રકારે ત્રીજો અતિચાર છે. ૪. અભિષવ - સુરા-સૌવીરકાદિ અથવા માંસ પ્રકાર ખંડ આદિ સુરા-મધુ આદિ અભિસ્યન્ટિ