________________
૨૩૦
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-પ૧, પર-પ૩ વળી, ભોગોપભોગને આશ્રયીને ૧૫ કર્માદાનો છે. વાસ્તવિક રીતે તે વ્રતના ઉલ્લંઘન રૂપ જ છે; કેમ કે ભોગપભોગના પરિમાણને કરનારા શ્રાવક સચિત્ત વસ્તુનો ત્યાગ કરીને પોતાનું દયાળુ ચિત્ત કરે છે. તેનો નાશ ૧૫ કર્માદાનના સેવનથી થાય છે. માટે ૧૫ કર્માદાનો વ્રતના ઉલ્લંઘનરૂપ છે. વળી, જે શ્રાવક સચિત્તનો ત્યાગ ન કરી શકે તે પણ શ્રાવક સચિત્તની સંખ્યાનું પરિમાણ કરીને કંઈક દયાળુ ચિત્ત પ્રાપ્ત કરે છે તેનો પણ નાશ કર્માદાનના સેવનથી થાય છે. જે શ્રાવક પોતાના દયાળુ સ્વભાવની વૃદ્ધિ અર્થે ભોગોપભોગ વ્રત ગ્રહણ કરે છે તે શ્રાવકને ભોગપભોગ અર્થે ધનાર્જનાદિ કૃત્ય એવાં જ કરવાં જોઈએ કે જેમાં તેના દયાળુ સ્વભાવનો ભંગ ન થાય. આમ છતાં અવિચારકતાને કારણે, મૂઢતાને કારણે કે અતિ ધનના લોભને કારણે જે શ્રાવક ૧૫ કર્માદાનમાંથી જે કર્માદાન દ્વારા ધનપ્રાપ્તિ થાય તેમ જણાય તે પ્રકારનું કર્માદાન સેવે છે. તેનું દયાળુ ચિત્ત નાશ પામવાને કારણે ભોગપભોગ વ્રતનું ઉલ્લંઘન થાય છે. છતાં ભોગોપભોગ વ્રત કરનાર શ્રાવક વિચારે કે મેં તો સચિત્તનો ત્યાગ કર્યો છે, ધનાર્જન અર્થે કર્માદાનોનો ત્યાગ કર્યો નથી, તેવી બુદ્ધિથી કર્માદાન સેવે છે, ત્યારે કંઈક વ્રતના રક્ષણનો પરિણામ છે. આથી જે સચિત્તનો પોતે ત્યાગ કર્યો છે તે સચિત્તને વાપરતો નથી. અને સચિત્તના ત્યાગથી નિષ્પાદ્ય દયાળુ ચિત્તનો નાશ કરીને પણ ધન-અર્જનમાં યત્ન કરે છે તેથી કર્માદાનનું સેવન કરનાર શ્રાવકથી ભોગોપભોગ વ્રતનું ઉલ્લંઘન થાય છે. માટે ૧૫ કર્માદાનોના સેવનને અતિચાર રૂપે કહેલ છે.
વસ્તુતઃ ભોગોપભોગપરિમાણવ્રત અર્થે જેમ સચિત્તનો ત્યાગ આવશ્યક છે કે સચિત્તની સંખ્યાનું નિયમન આવશ્યક છે તેમ કર્માદાનનો ત્યાગ પણ અર્થથી આવશ્યક છે. માટે સંપૂર્ણ ભોગોપભોગના પરિણામથી , રહિત સુસાધુનું સ્મરણ કરીને તેવા સર્વવિરતિના પરિણામની શક્તિના સંચય અર્થે સ્વશક્તિ અનુસાર ભોગોપભોગ પરિમાણવ્રત ગ્રહણ કરવું જોઈએ અને તે ગ્રહણ કર્યા પછી ચિત્તના કઠોર ભાવની નિષ્પત્તિના કારણભૂત કર્માદાનનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. જે પંદર કર્માદાનોનું સ્વરૂપ સ્વયં ગ્રંથકારશ્રી આગળના બે શ્લોકથી બતાવશે. પવા અવતરણિકા :
अथ तान्येव नामतः श्लोकद्वयेनाह - અવતરણિકાર્ચ - હવે તેને જ=૧૫ કર્માદાનોને જ, વામથી બે શ્લોક દ્વારા કહે છે –
બ્લોક :
वृत्तयोऽङ्गारविपिनाऽनोभाटीस्फोटकर्मभिः । વાળા વન્તાક્ષારસંશવિજ્ઞશ્રિતઃ સાપરા यन्त्रपीडनकं निर्लाञ्छनं दानं दवस्य च । सरःशोषोऽसतीपोषश्चेति पञ्चदश त्यजेत् ।।५३ ।। युग्मम् ।।