________________
૨૨૯
ધર્મસંગ્રહ ભાગ-૩/ દ્વિતીય અધિકાર | શ્લોક-પ૧ पञ्चदशेत्यर्थः कर्मादानानि-कर्मादानशब्दवाच्या भवन्तीतिशेषः, कर्मणां पापप्रकृतीनामादानानि कारणानीतिकृत्वा तेऽपि त्यक्तव्या इति पूर्वक्रियान्वयः ।।५१।। ટીકાર્ચ -
“મમી' પૂર્વક્રિયાન્વયઃ | આaઉક્ત સ્વરૂપવાળા પાંચ અતિચાર શ્લોક – ૫૦માં કહેલ સ્વરૂપવાળા પાંચ અતિચારો, ભોજનને આશ્રયીને ત્યાજ્ય છે. હવે ક્રમથી તેઓને=ભોગોપભોગ વ્રતના અતિચારોને, કહે છે. ત્યાં=કર્મને આશ્રયીને ભોગપભોગના અતિચારમાં, ભોગપભોગનું સાધન જે દ્રવ્ય તેના ઉપાર્જન માટે જે કર્મ-વ્યાપાર, તે પણ ભોગોપભોગ શબ્દથી કહેવાય છે; કેમ કે કારણમાંeભોગપભોગના કારણરૂપ ધનઅર્ચનની ક્રિયામાં, કાર્યનો ઉપચાર છે=ભોગપભોગનો ઉપચાર છે. એ પ્રકારે વ્યાખ્યાતાંતર પૂર્વમાં=અવતરણિકામાં, કહેવાયું જ છે. તેથી કર્મને આશ્રયીને ધનઅર્જન આદિ કૃત્યને આશ્રયીને=ભોગોપભોગ ઉત્પાદક વ્યાપારને આશ્રયીને વળી, ખર=કઠોર જે કર્મ કોટ્ટપાલન, ગુપ્તિપાલનાદિરૂપ કર્મ, તે ત્યાજ્ય છે. તેમાં મલોત્રતે ખરકમ ત્યાગલક્ષણ ભોગોપભોગ વ્રતમાં મલો અર્થાત અતિચારો ત્રણથી ગુણિત પાંચ=૧૫ કર્માદાનો છેઃકર્માદાન શબ્દ વાચ્ય છે. કર્મોનાં=પાપપ્રકૃતિઓનાં, આદાનો=કારણો છે. એથી કરીને કર્માદાનો છે એમ અન્વય છે. તે પણ=૧૫ કર્માદાનો પણ, ત્યાગ કરવાં જોઈએ. એ પ્રકારે પૂર્વક્રિયાની સાથે અત્રય છે શ્લોકના પૂર્વાર્ધમાં રહેલા ‘ત્યક્તવ્યા’ શબ્દ સાથે અવય છે. li૫ના ભાવાર્થ :
અવતરણિકામાં કહેલ કે ભોગપભોગવ્રતના અતિચારોની ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી કહે છે, તે ઉપસંહાર વચન શ્લોકમાં આ પ્રમાણે છે. શ્લોક-૧૦માં કહેલા ભોજનને આશ્રયીને જે પાંચ અતિચારો છે તેનો ત્યાગ કરવો જોઈએ. આ કથનથી ભોગોપભોગના અતિચારોના ઉપસંહારની પ્રાપ્તિ થઈ. ત્યારપછી અવતરણિકામાં કહેલ કે ભોગપભોગવ્રતનું લક્ષણાન્તર કહે છે. તે ભોગપભોગનું સાધન એવું જે દ્રવ્ય તેના ઉપાર્જન માટે જે વ્યાપાર તે “ભોગોપભોગ' શબ્દથી કહેવાય છે એમ જે ટીકામાં કહ્યું તે ભોગપભોગવતનું લક્ષણાન્તર છે; કેમ કે ભોજનની ક્રિયા સાક્ષાત્ ભોગ સ્વરૂપ છે. જ્યારે ધન-અર્જન આદિની ક્રિયા ભોગ સ્વરૂપ નથી. તોપણ ઉપચારથી તેને “ભોગપભોગ” શબ્દથી કહેવાય છે અને તે ક્રિયાને આશ્રયીને જે ભોગોપભોગ વ્રત છે તેના અતિચારો ૧૫ કર્માદાનો છે. કેમ કર્માદાનો અતિચારો છે ? તેથી કર્માદાનોની વ્યુત્પત્તિથી અતિચારોને સ્પષ્ટ કરે છે – “પાપપ્રકૃતિઓને બાંધવાનાં જે કારણો હોય તે કર્માદાન કહેવાય છે.”
તેથી જેઓ ભોગવિલાસના પ્રયોજનથી ધન અર્જન અર્થે ૧૫ કર્માદાનમાંથી કોઈપણ કર્માદાનને સેવે છે. તેઓ પાપપ્રકૃતિઓ બાંધે છે. અને જેનાથી તે-તે કૃત્યોમાં થયેલ કઠોરતાના પરિણામને અનુરૂપ પોતાને અશાતાની પ્રાપ્તિ થશે તેવી પાપપ્રકૃતિઓ બાંધે છે.