________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૬ ગજપ્રસેકી અને તુરગાવમર્દી પુરુષ થાય છે.' એ પ્રકારની બુદ્ધિથી વાજીકરણ સેવે છે, એ પાંચમો
અતિચાર છે.
૨૦૪
અને અહીં=અબ્રહ્મના વિષયમાં શ્રાવક અત્યંત પાપભીરુ હોવાને કારણે બ્રહ્મચર્યની ઇચ્છાવાળો પણ જ્યારે વેદના ઉદયના અસહિષ્ણુપણાને કારણે તેને કરવા માટે=બ્રહ્મચર્યના પાલન કરવા માટે, સમર્થ થતો નથી, ત્યારે યાપના માટે=કામની ઇચ્છાના શમન માટે, સ્વસ્ત્રીસંતોષ આદિ સ્વીકારે છે. અને મૈથુનમાત્રથી યાપના=શાંતિ થયે છતે, અનંગક્રીડન અને કામનો તીવ્રરાગ અર્થથી પ્રતિષિદ્ધ છે. અને તેના સેવનમાં કોઈ ગુણ નથી. ઊલટું તત્કાલ છિદા કે ક્ષય રોગના દોષો જ થાય છે. આ રીતે પ્રતિષિદ્ધના આચરણથી ભંગ અને નિયમના અબાધનથી અભંગ છે. એથી આ બે=અનંગક્રીડા અને તીવ્ર અનુરાગ એ બે અતિચાર છે.
વળી, અન્ય બે અતિચારને અનંગક્રીડા અને તીવ્રરાગ એ બે અતિચારોને અન્ય પ્રકારે ભાવત કરે છે. તે સ્વદારાસંતોષી મૈથુન જ મારા વડે પ્રત્યાખ્યાન કરાયું છે એ પ્રકારની સ્વબુદ્ધિથી વેશ્યાદિમાં તેનો પરિહાર=મૈથુનનો પરિહાર, કરે છે. આલિંગનાદિનો વેશ્યાને આલિંગનાદિનો પરિહાર કરતો નથી. પરદારાવર્જક પણ પરસ્ત્રીમાં મૈથુનનો પરિહાર કરે છે. આલિંગનાદિનો પરિહાર કરતો નથી. એથી ક્વચિત્ વ્રત સાપેક્ષપણું હોવાથી આ બે અતિચારો છે=સ્વદારાસંતોષીને અને પરદારાવર્જીને આશ્રયીને આ બે અતિચારો છે. આ રીતે=‘અન્ય' અર્થ કરે છે. એ રીતે, સ્વદારાસંતોષીને પાંચ અતિચારો છે અને પરદારાવર્જકને ઉત્તરના ત્રણ જ અતિચારો છે. એ પ્રમાણે સ્થિત છે=ઇત્વરઆત્તગમત, અનંગક્રીડા અને તીવ્રરાગ એ ત્રણ અતિચારો છે.
વળી, અન્ય, અન્ય પ્રકારે અતિચારોનો વિચાર કરે છે. જે આ પ્રમાણે –
“પરદારાવર્જી શ્રાવકને=પરસ્ત્રીવર્જક શ્રાવકને, પાંચ અતિચાર થાય છે. વળી સ્વદારાસંતુષ્ઠ શ્રાવક હોતે છતે ત્રણ અતિચારો થાય છે. અને સ્ત્રીના વિષયમાં ભંગના વિકલ્પોથી ત્રણ અથવા પાંચ અતિચાર જાણવા.” (નવપદ પ્રકરણ ગા. ૫૪, સંબોધ પ્રકરણ ૭/૪૧)
૧. ઈત્વ૨કાળ=થોડા કાળ માટે પર વડે ધનાદિ દ્વારા જે ગ્રહણ કરાયેલી વેશ્યા છે તેને સેવન કરતા પરદારાવર્જીને ભંગ છે=વ્રતનો ભંગ છે; કેમ કે તેનું=અલ્પકાળ માટે ગ્રહણ કરાયેલ વેશ્યાનું, કથંચિત્ પરદારાપણું છે. વળી, લોકમાં પરદારાપણાથી=પરસ્ત્રીપણાથી અરૂઢ હોવાને કારણે ભંગ નથી એથી અતિચારતા છે.
૨. નહીં ગ્રહણ કરાયેલી અનાથ અને કુલાંગનામાં પરદારાવર્જીની જે પ્રવૃત્તિ છે તે પણ અતિચાર છે; કેમ કે લોકમાં પરસ્ત્રીરૂપે તેનું રૂઢપણું છે અને વાસ્તવની કલ્પનાથી=પરદારાના વર્જન કરનાર શ્રાવકની વાસ્તવની કલ્પનાથી, પર એવા ભર્તુનો અભાવ હોવાથી પરસ્ત્રીપણાનો અભાવ છે. વળી શેષ ત્રણેય બંનેને પણ છે=સ્વદારાસંતોષી અને પરદારાવર્જી બંનેને, પણ પરવિવાહકરણ, અનંગક્રીડા અને તીવ્રરાગ ત્રણેય અતિચાર છે.