________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૪૭
(૪) વાસ્તુ-ઘર આદિ કે ગામ-નગર આદિ છે. ત્યાં=વાસ્તુમાં ગૃહાદિ ત્રણ પ્રકારનાં છે.
૧. ખાત એવાં ભૂમિગૃહાદિ=ખનન કરાયેલાં ભૂમિગૃહાદિ
૨. ઉચ્છિત પ્રાસાદાદિ=નિર્માણ થયેલાં ઘર વગેરે
૩. ખાત ઉચ્છિત=ભૂમિના ગૃહની ઉપર ગૃહાદિનો સન્નિવેશ=અમુક ભૂમિમાં ભોયરાદિનું બાંધકામ હોય અને અમુક ભૂમિ ઉપર બાંધકામ હોય તેવાં ગૃહાદિ.
અને ક્ષેત્ર અને વાસ્તુ એ પ્રમાણે સમાહાર દ્વન્દ્વ સમાસ છે.
(૫) રૂપ્ય અને રૂપ્ય=ચાંદી ઘટિત અને અઘિટત અનેક પ્રકારવાળું છે=ઘડાયેલું અને નહીં ઘડાયેલું અનેક પ્રકારનું છે.
-
૨૧૧
(૬) સુવર્ણ – એ રીતે સુવર્ણ પણ=ચાંદીની જેમ સુવર્ણ પણ, ઘડાયેલું અને નહીં ઘડાયેલું અનેક પ્રકારનું છે. રૂપ્ય અને સુવર્ણ એ પ્રમાણે સમાહાર દ્વન્દ્વ સમાસ છે.
(૭-૮) ગો-મનુષ્યાદિ - ગાય અને મનુષ્યાદિ એ ગો-મનુષ્ય તે આદિ છે જેને એ પ્રકારનો સમાસ છે=ગાય આદિ અને મનુષ્ય આદિ એ પ્રકારનો અર્થ છે. ત્યાં=ગાય આદિ અને મનુષ્ય આદિમાં, ગાય આદિ ગાય, ભેંસ ઘેટાં, બકરાં, ઊંટ, ગધેડા, હાથી, ઘોડા આદિ છે. મનુષ્ય આદિ પુત્ર-સ્ત્રી-દાસ
દાસી-કર્મકર-નોકર-પોપટ- મેના આદિ છે.
(૯) કુષ્ય – અને કુપ્પ=રૂપ્ય-સુવર્ણથી વ્યતિરિક્ત કાંસું-લોખંડ-તાંબું-સીસું-જસત-માટીનાં વાસણત્વચિસારવિકા=વાંસના બતાવેલા ટોપલા, રો ંકિ, કાષ્ઠ મંચક-મંચિકા=લાકડાના બતાવેલા માંચડા, મસૂરક, રથ, ગાડું, હળ આદિ ગૃહનાં ઉપસ્કરરૂપ સાધનો છે.
“અને જે અહીં ક્ષેત્રાદિ પરિગ્રહનું નવવિધપણાથી નવ સંખ્યાના અતિચારની પ્રાપ્તિ હોતે છતે પાંચ સંખ્યાપણું કહેવાયું; કેમ કે તેના સજાતીયપણાથી શેષભેદોનો આમાં જ=પાંચ સંખ્યામાં જ, અંતર્ભાવ છે.
કેમ પાંચ સંખ્યામાં કહે છે ? એથી કહે છે
-
શિષ્યના હિતપણાથી પ્રાયઃ સર્વત્ર મધ્યમગતિનું વિવક્ષિતપણું હોવાથી પાંચ સંખ્યાથી જ અતિચારનું પરિગણન છે. આથી ધન-ધાન્યાદિ સંખ્યાથી અતિચારોનું ગણન ઉપપન્ન છે.” એ પ્રમાણે “ધર્મબિંદુ વૃત્તિ'માં છે. ।।૪૭।। ભાવાર્થ:
શ્રાવક પોતાના પરિગ્રહવ્રતને પરિમિત કરવા અર્થે જે કંઈ ધન-ધાન્યાદિ વસ્તુઓ રાખે છે તે સર્વના અવાંતર ભેદોને યથાર્થ જાણીને તે ભેદોની સંખ્યાનો નિયમ કરીને તેનાથી અધિક સંખ્યામાં તે વસ્તુ નહીં રાખવાનો સંકલ્પ કરે છે. તે પ્રમાણે સંકલ્પ કરીને પોતાના પરિગ્રહના દરેક ભેદોને આશ્રયીને સંકોચ ક૨વા અર્થે યત્ન કરે છે. આમ છતાં પ્રમાદને વશ તે સર્વ ભેદોમાંથી કોઈ ભેદનું અનાભોગ-સહસાત્કાર આદિથી અતિક્રમ થાય તો અતિચારની પ્રાપ્તિ થાય. વસ્તુતઃ શ્રાવકે પોતે જ ભેદોને આશ્રયીને જે પ્રકારનો નિયમ કર્યો હોય તેનું નિત્ય સ્મરણ કરીને તે મર્યાદામાં લેશ પણ ઉલ્લંઘન ન થાય તે પ્રકારના વ્રતનો દૃઢ પરિણામ