________________
૨૨૦
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૯ બાહ્યપદાર્થના સંશ્લેષના અંતરંગ પરિણામવાળા શ્રાવકો જે ક્ષેત્રમાં જાય ત્યાં ઘણા જીવોની હિંસા કરે છે. ક્ષેત્રને આશ્રયીને તે હિંસાના પરિણામના દેશથી નિવર્તન અર્થે શ્રાવક દિશાનું પરિમાણ કરે છે. તેમાં ઊર્ધ્વદિશિ-અધોદિશિ અને તિચ્છ દિશિ=પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ એ ચાર દિશાનું જે પરિમાણ પોતે ચાર માસ-૧૨ માસ કે જીવન સુધીનું કરેલું હોય તે પરિમાણથી અધિક ગમન કરે તો વ્રતભંગ થાય. આમ છતાં અનાભોગ-સહસાત્કારથી અધિક ગમન થયું હોય અને તે ક્ષેત્રમાં ગયા પછી ખ્યાલ આવ્યો કે મર્યાદાનું ઉલ્લંઘન થયું છે અને જો તે શ્રાવક તે ક્ષેત્રમાં કોઈ કાર્ય કર્યા વગર પાછો આવે તો ત્રણ દિશાને આશ્રયીને, તે ત્રણ દિશામાંથી જે દિશાનું ઉલ્લંઘન થયું હોય તે દિશાના અતિચારની પ્રાપ્તિ થાય છે. તે વખતે શ્રાવકને વ્રતભંગનો વાસ્તવિક પરિણામ નથી તેથી શ્રાવક જે પ્રયોજનથી ત્યાં ગયેલ છે તે કાર્યને કર્યા વગર જ પાછો ફરે છે. તોપણ સ્વીકારાયેલા વ્રતના પ્રત્યે દઢ પક્ષપાત રૂપ પરિણામ નથી. આથી જ અનાભોગથી કે સહસત્કારથી સ્વીકારાયેલી મર્યાદાનું ઉલ્લંઘન થાય છે. તેથી વ્રતના અંતરંગ પરિણામ વિષયક બેદરકારી છે માટે અતિચારની પ્રાપ્તિ છે. વળી, તે ત્રણ દિશામાંથી કોઈપણ દિશાનું કોઈક કાર્યનું પ્રયોજન ઉપસ્થિત થાય અને વ્રતની મર્યાદા હોવા છતાં ત્યાં જવાનો મનથી પરિણામ થાય પરંતુ જાય નહીં તોપણ અતિક્રમાદિથી અતિચારની પ્રાપ્તિ થાય છે.
વસ્તુતઃ જેમ જીવવાની ઇચ્છાવાળો મનુષ્ય મનથી પણ વિષ ખાવાનો વિચાર કરતો નથી. તેમ વ્રત પ્રત્યેના દઢરાગવાળો શ્રાવક મનથી પણ વ્રતની મર્યાદાથી અધિક ગમન કરવાનો વિકલ્પ કરતો નથી. આથી જ તે ક્ષેત્રથી અધિક ક્ષેત્રમાં નહીં જવાના પરિણામરૂપ સંવરના પરિણામની પ્રાપ્તિ થાય છે. જેથી કર્મબંધના સંકોચની પ્રાપ્તિ થાય છે. અને જેઓનું ચિત્ત એ પ્રકારના સંવરભાવવાળું નથી તેથી કોઈક પ્રયોજનથી લાભ દેખાય તો મનમાં જવાની ઇચ્છા થાય છે. અથવા અનાભોગ-સહસાત્કારાદિથી ગમન કરે છે. તેથી સ્પષ્ટ થાય છે કે વ્રતનો દઢ પરિણામ નથી. માટે સંવર નથી, છતાં કંઈક વ્રતનો રાગ છે અને વ્રતનું ઉલ્લંઘન પણ છે માટે અતિચાર છે.
વળી, કોઈ શ્રાવકે ઊર્ધ્વ-અધઃ કે તિ એવી ચાર દિશામાં ગમનની મર્યાદાનું વ્રત ગ્રહણ કરેલ હોય અને તે ક્ષેત્રથી બહારના ક્ષેત્રમાં જવાથી કોઈક લાભ દેખાય ત્યારે તે લાભની ઉત્કટ ઇચ્છાથી અને કંઈક વ્રતના રક્ષણના પરિણામથી અન્ય દિશાના ક્ષેત્રનો સંકોચ કરીને કોઈ એક દિશામાં ક્ષેત્રની વૃદ્ધિ કરે છે. ત્યારે અતિચારની પ્રાપ્તિ થાય છે. વાસ્તવિક રીતે આમ ક્ષેત્રવૃદ્ધિ કરવાથી સ્વીકારાયેલા વ્રતનું ઉલ્લંઘન જ છે તોપણ મારે વતરક્ષણ કરવું છે તેથી બુદ્ધિથી અન્ય દિશામાં સંકોચ કરે છે. તેથી કંઈક વ્રત પ્રત્યેના રાગનો પરિણામ છે. તેને સામે રાખીને જ ક્ષેત્રવૃદ્ધિને વ્રતભંગ ન કહેતાં અતિચાર કહેલ છે.
વસ્તુતઃ આ પ્રકારે ક્ષેત્રની વૃદ્ધિ કરીને ગમન કરવાનો વિચાર માત્ર કરે તોપણ વ્રતનો પરિણામ નાશ પામે છે. અને ગમન કરે ત્યારે તો પરમાર્થથી વ્રતનો પરિણામ નથી તેથી વ્રતઉલ્લંઘનકૃત અનર્થની જ પ્રાપ્તિ છે. અને જે શ્રાવકનું ચિત્ત આ પ્રકારના વ્રતમાં ગમે ત્યારે પરિવર્તન કરીને કાર્ય કરવાની પરિણતિવાળું છે તે શ્રાવક તેવા પ્રયોજનવાળો ન બને ત્યારે પણ તે પ્રકારના સંવરભાવવાળો નથી. તેથી