________________
૨૧૮
ધર્મસંગ્રહ ભાગ-૩/ દ્વિતીય અધિકાર | શ્લોક-૪૯
तथा स्मृतेः-स्मरणस्य योजनशतादिरूपदिक्परिमाणविषयस्यातिव्याकुलत्वप्रमादित्वमत्यपाटवादिना भ्रंशो=ध्वंसः स्मृतिभ्रंशः तथाहि-केनचित्पूर्वस्यां दिशि योजनशतरूपं परिमाणं कृतमासीत्, गमनकाले च स्पष्टतया न स्मरति, किं शतं परिमाणं कृतमुत पञ्चाशत् ? तस्य चैवमस्मृतौ पञ्चाशतमतिक्रामतोऽतिचारः शतमतिक्रामतो भगः, सापेक्षत्वानिरपेक्षत्वाच्चेति, तस्मात् स्मर्त्तव्यमेव गृहीतव्रतं, स्मृतिमूलं हि सर्वमनुष्ठानमिति पञ्चमोऽतिचारः ५ ।
इह चायं वृद्धसम्प्रदायः-यदि स्मृतिभ्रंशेनानाभोगाद्वा परिमाणमतिक्रान्तो भवति, तदा तेन ज्ञाते निवर्तितव्यम्, परतश्च न गन्तव्यम्, अन्योऽपि न विसर्जनीयः, अथानाज्ञया कोऽपि गतो भवेत्तदा यत्तेन लब्धं, स्वयं विस्मृत्य गतेन वा, तन्न गृह्यत इति तीर्थयात्रादिधर्मनिमित्तं तु नियमितक्षेत्रात्परतोऽपि साधोरिवेर्यासमित्युपयोगेन गच्छतो न दोषः, धनार्जनाद्यैहिकफलार्थमेवाधिकगमनस्य नियमनादिति दिग्विरमणव्रतातिचाराः ।।४९।। ટીકાર્ય -
કર્થાપ્તિ ... વિવિરમણવ્રતાતિવાર | ૧-૨-૩ ઊર્ધ્વ-અધો-તિર્થફ દિશાના વ્યતિક્રમો - ઊર્ધ્વ, અધઃ અને તિર્યફ દિશામાં નિશ્ચિત એવા માનનાન્નક્ષેત્રની મર્યાદાના વ્યતિક્રમો, ક્ષેત્રવૃદ્ધિ અને
સ્મૃતિભ્રંશ એ દિવિરમણ નામના આદ્યગુણવ્રતમાં પાંચ અતિચારો ભગવાન વડે કહેવાયા છે, એ, પ્રમાણે અવય છે. ત્યાં પાંચ અતિચારોમાં, ઊર્ધ્વ પર્વતશિખરાદિમાં, અધઃ=નીચે ભૂમિ ગૃહાદિમાં તિર્થક તિથ્ય પૂર્વ-પશ્ચિમ આદિ ચાર દિશામાં, નિશ્ચિત=નિયમિત એવા માનવા પ્રમાણના મારા વડે સો યોજતાદિ સુધી ગમતાદિ કરવું જોઈએ આગળ નહીં એવા સ્વરૂપવાળા પ્રમાણના, વ્યતિક્રમો એ ત્રણ અતિચારો છે. જે કારણથી સૂત્ર છે –
ઊર્ધ્વ દિશા પ્રમાણના અતિક્રમમાં, અધોદિશા પ્રમાણના અતિક્રમમાં, નિચ્છદિશા પ્રમાણના અતિક્રમમાં અતિચારો થાય છે.” (ઉપાસકદશાંગ સૂત્ર અ. ૧ સૂ. ૭. ૫.૬-એ, આવશ્યક પ્રત્યાખ્યાન સૂ. ૬)
તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
અને આ=ઊર્ધ્વ, અધો અને તિર્થફ દિશાના વ્યતિક્રમો અનાભોગ અતિક્રમાદિથી જ અતિચારો થાય છે. વળી અન્યથા પ્રવૃત્તિમાં ભંગ જ થાય છે. જે વળી હું કરું નહીં અને હું કરાયું નહિ' એ પ્રકારનો નિયમ કરે છેઃસ્વીકારાયેલા દિશાના પરિમાણથી અધિક ક્ષેત્રમાં હું ગમનાદિ કરું નહીં અને હું ગમતાદિ કરાવું નહીં, એ પ્રકારનો નિયમ કરે છે, તે શ્રાવક વિવક્ષિત ક્ષેત્રથી આગળથી સ્વયં ગમનથી કે બીજા દ્વારા વસ્તુને લઈ જવા અને લાવવાથી દિક્પરિમાણતા પ્રમાણનો અતિક્રમ પરિહાર કરે છે. વળી, તેનાથી અન્યને=જેણે માત્ર પોતાના ગમનનું પ્રત્યાખ્યાન કર્યું હોય તેવા શ્રાવકને, તેવા પ્રકારના પ્રત્યાખ્યાનનો અભાવ હોવાથી=બીજા પાસેથી મંગાવવાનું પચ્ચકખાણ નહીં હોવાથી, બીજા પાસેથી વસ્તુને મોકલવામાં કે લાવવામાં દોષ નથી.