________________
૨૧૫
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | બ્લોક-૪૮ અભિગ્રહવાળાને અધિકતર એવા તેનો અભિલાષ થયે છતે બતભંગના ભયને કારણે પૂર્વના ક્ષેત્રાદિ પ્રત્યે આસન્ન એવા તેને ક્ષેત્ર-વાસ્તુને, ગ્રહણ કરીને પૂર્વની સાથે તેના એકત્રકરણ માટે વાડ કે ભીંત આદિનું અ૫નયત કરાયે છતે તેનું=નવા ગ્રહણ કરાયેલા ક્ષેત્ર કે વાસ્તુનું, તેમાં યોજન કરવાથી પૂર્વના ક્ષેત્રમાં યોજત કરવાથી વ્રતસાપેક્ષપણું હોવાને કારણે અને કોઈક અપેક્ષાએ વિરતિનો બાધ હોવાથી અતિચાર છે.
૩. દાનથી - અને રૂપ્ય-સુવર્ણના દાનથી=વિતરણથી, ગૃહીત સંખ્યાનો અતિક્રમ છે. જે પ્રમાણે કોઈક શ્રાવકે બે-ચાર માસાદિની અવધિથી રૂપ્યાદિની સંખ્યા કરાયેલી હોય અને તેના વડે તુષ્ટ થયેલા એવા રાજાદિ પાસેથી તે અધિક=રૂથ્ય સુવર્ણ અધિક તેને પ્રાપ્ત થયું અને તે વ્રતના ભંગતા ભયથી પૂર્ણ અવધિ થયે છતે હું ગ્રહણ કરીશ એ પ્રકારની ભાવનાથી અન્યને આપે છે એથી વ્રતસાપેક્ષપણું હોવાથી અને કોઈક રીતે વિરતિનું બાધત હોવાથી અતિચાર છે.
૪. ગર્ભથી :- ગો-મનુષ્યાદિનો ગર્ભથી સંખ્યાનો અતિક્રમ છે. જે પ્રમાણે ખરેખર કોઈના વડે પણ=કોઈક શ્રાવક વડે પણ, સંવત્સર આદિની અવધિ દ્વારા દ્વિપદ-ચતુષ્પદનું પરિમાણ કરાયું અને તેઓના=દ્વિપદ-ચતુષ્પદ આદિના, સંવત્સર આદિની અવધિ મધ્યે જ પ્રસવ થયે છતે અધિક દ્વિપદ આદિના ભાવને કારણે વ્રતભંગ થાય એથી તેના ભયથી કેટલોક પણ કાળ પસાર થયે છતે ગર્ભગ્રહણ કરાવતાં ગર્ભસ્થ દ્વિપદાદિ ભાવને કારણે અને બહિર્ગત તેના અભાવને કારણે કોઈક રીતે વ્રતનો ભંગ થવાથી અતિચાર છે.
૫. ભાવથી - કુષ્યનો ભાવથી સંખ્યાનો અતિક્રમ છે. જે પ્રમાણે કુષ્યની જે સંખ્યા કરાઈ હોય તેનું કોઈ રીતે દ્વિગુણપણું થયે છતે વ્રતભંગના ભયથી તે બે-બે વડે એક-એક મોટું કરાવતા પર્યાન્તરના કરણની સંખ્યાનું પૂરણ થવાને કારણે અને સ્વાભાવિક સંખ્યાનો બાધ હોવાને કારણે અતિચાર છે. વળી, અવ્ય કહે છે –
તદ્અર્થીપણાથી અધિક કુપ્યાદિના અર્થીપણાથી, વિવક્ષિત કાલની અવધિથી પછી હું આ કરોટિકાદિ કુષ્ય ગ્રહણ કરીશ. આથી બીજાને આપવું નહીં એ પ્રમાણે બીજાને અપ્રદેયપણાથી વ્યવસ્થાપન કરતા શ્રાવકને અતિચાર છે. 'પાંચ' એ ઉપલક્ષણ છે. કોનું ઉપલક્ષણ છે? એથી કહે છે –
અન્ય એવા સહસાત્કાર - અનાભોગ આદિનું ઉપલક્ષણ છે. ૪૮ ભાવાર્થ
શ્રાવક પરિગ્રહપરિમાણવ્રત ગ્રહણ કરે છે ત્યારે ગ્રહણ કરાયેલા પરિગ્રહથી અધિક પરિગ્રહ પ્રત્યેનો પરિમાણ ન થાય અને પરિગ્રહ જીવને, સંસારસાગરમાં ડુબાડનાર છે તેવી બુદ્ધિને સ્થિર કરવા યત્ન કરે છે, છતાં લોભને વશ પાંચ પ્રકારના અતિચારોની પ્રાપ્તિ થાય છે.