________________
૨૧૪
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૮ कृतम्, तेषां च संवत्सराद्यवधिमध्य एव प्रसवेऽधिकद्विपदादिभावाद् व्रतभङ्गः स्यादिति तद्भयात्कियत्यपि काले गते गर्भग्रहणं कारयतो गर्भस्थद्विपदादिभावेन बहिर्गततदभावेन च कथञ्चिद् व्रतभङ्गादतिचारः ४ ।
कुप्यस्य भावतः सङ्ख्यातिक्रमो, यथा कुप्यस्य या सङ्ख्या कृता तस्याः कथञ्चिद्विगुणत्वे भूते सति व्रतभङ्गभयात्तेषां द्वयेन द्वयेनैकैकं महत्तरं कारयतः पर्यायान्तरकरणेन सङ्ख्यापूरणात् स्वाभाविकसङ्ख्याबाधनाच्चातिचारः ५ ।
अन्ये त्वाहुः-तदर्थित्वेन विवक्षितकालावधेः परतोऽहमेतत्करोटिकादि कुप्यं ग्रहीष्याम्यतो नान्यस्मै देयमिति पराप्रदेयतया व्यवस्थापयतोऽतिचारः, पञ्चेत्युपलक्षणमन्येषां सहसाकाराऽनाभोगादीनामिति
૪૮ ટીકાર્ય :
વન્યના ... મનમોરારીનામિતિ | બંધનથી=ધન-ધાન્યના બંધનથી, યોજનથી=ક્ષેત્રવાસ્તુના યોજનથી, દાનથી=રૂથ્ય-સુવર્ણના દાનથી, ગર્ભથીeગો-મનુષ્યાદિના ગર્ભથી અને ભાવથી કુષ્યના ભાવથી, આ=ગૃહીત સંખ્યાના અતિક્રમો પાંચે પણ=પાંચ સંખ્યાવાળા પણ, કૃતેચ્છા પરિમાણવાળા શ્રાવકને સ્વીકારેલા પાંચમા વ્રતવાળા શ્રાવકને “રચાધ્યાઃ'=ઘટમાળ નથી; કેમ કે વ્રતના માલિત્યનું હેતુપણું છે.
આ ભાવ છે – સાક્ષાત્ સંખ્યાના અતિક્રમો નથી પરંતુ વ્રતસાપેક્ષવાળા શ્રાવકને બંધનાદિ વડે સંખ્યાના અતિક્રમો છે.
તે કથન સ્પષ્ટ કરે છે – પાંચ હેતુઓ વડે સ્વબુદ્ધિથી વ્રતભંગને નહીં કરતા જ શ્રાવકને અતિચારો થાય છે અને પરિગ્રહના વિષયવાળા ધન-ધાત્યાદિના બંધનાદિ યથાસંખ્યાથી= યથાક્રમથી, સંબંધિત કરાય છે.
ત્યાં પાંચ અતિચારોમાં ૧. બંધનથી - ધન-ધાવ્યાદિના બંધનથી સંખ્યાનો અતિક્રમ છે. જે પ્રમાણે – કરાયેલા ધનધાવ્યના પરિમાણવાળા શ્રાવકને કોઈપણ પુરુષ, લભ્ય અને અન્ય ધન-ધાન્ય આપે અને તેને=આપેલા ધન-ધાન્યને, ચાર મહિના આદિ પછીથી ગ્રહણ કરતાં અથવા ધનાદિનો વિક્રય કરે છતે ગ્રહણ કરીશ એ પ્રકારની ભાવનાથી બંધનને કારણે=નિયંત્રણને કારણે, રજૂ આદિના સંયમનથી અથવા સત્યકારના દાનાદિરૂપથી સ્વીકાર કરીને તેના ઘરમાં જ સ્થાપન કરતાં અતિચાર થાય છે.
૨. યોજનથી - અને ક્ષેત્રવાસ્તુના યોજનથી=ક્ષેત્ર-વાસ્તુ અંતરના મિલનથી, ગ્રહણ કરાયેલ સંખ્યાનો અતિક્રમ અતિચાર થાય છે. તે આ પ્રમાણે – એક જ ક્ષેત્ર અથવા વાસ્તુ છે એ પ્રમાણે