________________
૨૧૨
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૭-૪૮ ધારણ કરવો જોઈએ અને સતત તે મર્યાદાનું સ્મરણ કરીને તે પ્રકારને પરિગ્રહના સંવરભાવને સ્થિર કરવા યત્ન કરવો જોઈએ. છતાં વ્રતના સ્મરણ વિષયક એવો દઢ યત્ન જેને નથી તેથી અનાભોગસહસાત્કારાદિથી તે મર્યાદાનું ક્યારેક ઉલ્લંઘન થાય તો અતિચારની પ્રાપ્તિ થાય છે અથવા જે પરિગ્રહનું પરિમાણ કર્યું હોય તેનાથી અધિક કોઈક વસ્તુની સુખપૂર્વક પ્રાપ્તિ દેખાતી હોય તે વખતે તેને ગ્રહણ કરવાનો જરા પણ મનમાં વિચાર આવે તો અતિક્રમાદિથી અતિચારની પ્રાપ્તિ છે. તેથી વ્રતના સંરક્ષણના અર્થી શ્રાવકે જે પ્રમાણે વ્રત ગ્રહણ કર્યું છે તે પ્રકારના વ્રતના પાલન માટે દઢ પરિણામને ધારણ કરીને અને સ્વીકારેલા વ્રતનું પ્રતિદિન સ્મરણ કરીને તેને દઢ કરવા યત્ન કરવો જોઈએ જેથી મનથી પણ તે મર્યાદાથી અધિક ગ્રહણ કરવાનો પણ વિકલ્પ ઊઠે નહીં અને પરિગ્રહની નિઃસારતાનું ભાવન કરીને સતત નિષ્પરિગ્રહવ્રતની શક્તિનો સંચય થાય તે રીતે ઉદ્યમ કરવો જોઈએ; કેમ કે પરિગ્રહથી પરિગૃહીત શ્રાવક કર્મ બાંધીને સંસારમાં ભટકે છે અને પરિગ્રહના ભારથી મુક્ત નિર્લેપ મુનિઓ સદા અપરિગ્રહ ભાવનાવાળા હોવાથી સુખપૂર્વક સંસારરૂપી દરિયાને તરી શકે છે. જેમ ઘણા ભારથી લદાયેલો તરવૈયો દરિયામાં તરવા સમર્થ થતો નથી તેમ પરિગ્રહના ભારથી લદાયેલો જીવ સંસારસાગરને તરવા માટે સમર્થ થતો નથી. આ પ્રકારે ભાવન કરીને સ્વીકારાયેલા પરિગ્રહ પ્રત્યે પણ મૂર્છા ઓછી થાય અને અપરિગ્રહવ્રત પ્રત્યે દૃઢ રાગવૃદ્ધિ થાય તે રીતે ભાવન કરનાર શ્રાવક જ પરિગ્રહ પરિમાણના બળથી સર્વવિરતિની શક્તિનો સંચય કરી શકે છે. આ પ્રમાણે વિચારીને પરિગ્રહના સર્વ અતિચારોથી શ્રાવકે સદા આત્માનું રક્ષણ કરવું જોઈએ. II૪૭II અવતરણિકા :
ननु प्रतिपन्नसङ्ख्यातिक्रमा भङ्गा एव स्युः, कथमतिचाराः? इत्याह - અવતરણિકાર્ય :
સ્વીકારાયેલી સંખ્યાના અતિક્રમો ભંગ જ થાય. કેમ તે=અતિક્રમો, અતિચારો થાય ? એથી કહે છે – ભાવાર્થ
શ્લોક-૪૭માં કહ્યું કે ધન-ધાન્યાદિ પાંચની સંખ્યાના અતિક્રમો=વ્રતમાં ગ્રહણ કરાયેલી સંખ્યાની મર્યાદાના ઉલ્લંઘનો, અતિચાર છે. ત્યાં શંકા કરે છે કે જે શ્રાવકે જે પ્રકારની સંખ્યાનો સ્વીકાર કર્યો હોય તે સંખ્યાનું ઉલ્લંઘન કરે તો તે સંખ્યાના ઉલ્લંઘનો તે વ્રતના ભંગ જ કહેવાય. અતિચાર કઈ રીતે કહેવાય ? અર્થાત્ અતિચાર કહી શકાય નહીં એથી સંખ્યાના અતિક્રમો કઈ રીતે અતિચાર છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
બ્લોક :
'बन्धनात् योजनात् दानात्, गर्भतो भावतस्तथा । कृतेच्छापरिमाणस्य, न्याय्याः पञ्चापि न ह्यमी ।।४८।।'