________________
૨૦૮
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર / બ્લોક-૪૬-૪૭
૧. પુરુષ-સ્ત્રી-નપુંસક આદિને વેદના ઉદયથી સ્ત્રી-પુરુષ કે નપુંસકના સેવનની ઇચ્છા અથવા તે પ્રકારની હસ્તાદિની ક્રિયા છે તે અનંગક્રીડા છે. તેથી અનંગક્રીડનમાં તે પ્રકારનો અભિલાષ થાય તે પ્રકારના અન્યના શરીરને સ્પર્શ વગેરેની ક્રિયા થાય છે તે અનંગક્રીડન નામનો અતિચાર છે.
૨. ભોગથી સંતોષ પામ્યા પછી કોઈક એવી વસ્તુ લઈને સ્ત્રી સાથે અસંબદ્ધ એવી ભોગની ચેષ્ટા કરે તે અનંગક્રીડન છે.
૩. ભોગની પ્રવૃત્તિ કર્યા પછી કે ભોગની પ્રવૃત્તિ કર્યા વગર સ્ત્રીના શરીર ઉપર હસ્તાદિ દ્વારા તે પ્રકારની ચેષ્ટા કરે જેથી વિકાર ઉત્પન્ન થાય તે અનંગક્રીડન નામનો અતિચાર છે. (૫) તીવ્રરાગ :
કોઈ શ્રાવકે સ્વદારાસંતોષવ્રત લીધેલું હોય અને પરસ્ત્રીગમન કરતો ન હોય, સ્વસ્ત્રીમાં જ સંતોષ રાખતો હોય છતાં મૈથુનના પરિણામને ક્ષીણ કરવામાં યત્ન ન કરે અને તે પ્રકારની ક્રિયા કરવામાં જ અત્યંત આનંદ આવે ત્યારે તીવ્રરાગથી જે કંઈ ચેષ્ટાઓ કરે તે “તીવરાગ' રૂપ પાંચમો અતિચાર છે. તેથી સ્થૂલદૃષ્ટિથી જોઈએ તો સ્વદારાસંતોષવ્રતવાળો શ્રાવક સાક્ષાત્ પરસ્ત્રીનું વર્જન કરે છે. અને પરદા રાવર્જનવાળો શ્રાવક પોતાની શક્તિ અનુસાર વેશ્યાદિનું સેવન કરવા છતાં પદારાવર્જન કરે છે. આમ છતાં કામરાગને ક્ષીણ કરવા યત્ન ન કરે તો અતિચારની પ્રાપ્તિ થાય; કેમ કે કામવૃત્તિનો નાશ કરવો તે વ્રત ગ્રહણનું મુખ્ય પ્રયોજન છે. છતાં સંપૂર્ણ કામવૃત્તિનો ત્યાગ કરવાની શક્તિ નથી તેથી કામની વૃત્તિ ક્ષીણ કરવા અર્થે શ્રાવક દેશથી વ્રતનું ગ્રહણ કરે છે અને જ્યારે જ્યારે કામવૃત્તિ થાય છે ત્યારે ત્યારે કામની કુત્સિતતાનું ભાવન કરીને કામવૃત્તિને શાંત કરવા યત્ન કરે છે અને જ્યારે તે વિકાર શમે નહીં ત્યારે યતનાપૂર્વક તેને શાંત કરવા યત્ન કરે છે. આ પ્રકારના યત્ન કરનાર શ્રાવકને તીવ્રરાગ થાય નહીં તેથી અતિચારની પ્રાપ્તિ થાય નહીં. પરંતુ વ્રત ગ્રહણ કર્યા પછી જે શ્રાવકો માત્ર સ્થૂલથી વ્રત પાળવાની રુચિવાળા છે અને અનાદિના અભ્યાસને કારણે કામમાં આનંદ લેવાની વૃત્તિવાળા છે તેવા શ્રાવકોને કામના સેવનમાં તીવ્રરાગ થાય છે તેથી વારંવાર તેની પુષ્ટિ કરવા જ યત્ન કરે છે તે દેશથી સ્વીકારાયેલા બ્રહ્મચર્યવ્રતમાં તીવ્રરાગ રૂપ અતિચાર છે. IIકા અવતરણિકા -
अथ पञ्चमव्रतस्यातिचारानाह - અવતરણિકાર્ય :
હવે પાંચમા વ્રતના અતિચારોને કહે છે – શ્લોક -
धनधान्यं क्षेत्रवास्तु, रूप्यस्वर्णं च पञ्चमे । . गोमनुष्यादि कुप्यं चेत्येषां सङ्ख्याव्यतिक्रमाः ।।४७।।