________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૪૬
૨૦૭
ગ્રહણ કરાયેલી સ્ત્રી અને ઇત્વરકાલ માટે ગ્રહણ કરાયેલી વેશ્યાના સેવનમાં બીજા-ત્રીજા અતિચારની પ્રાપ્તિ છે તે આ રીતે –
કોઈએ પરસ્ત્રીના ત્યાગની પ્રતિજ્ઞા કરેલી હોય ત્યારે અપરિગૃહીત એવી વેશ્યાદિના ત્યાગની પ્રતિજ્ઞા નથી અર્થાતુ નહીં ગ્રહણ કરાયેલી સ્ત્રીઓના ત્યાગની પ્રતિજ્ઞા નથી. પરંતુ અન્યની સ્ત્રીના ત્યાગની પ્રતિજ્ઞા છે. આથી જ જે શ્રાવક બ્રહ્મચર્યના પાલનના અર્થી છે છતાં પોતાની સ્ત્રીથી સંતોષ પામે તેમ નથી તેઓ અન્યની સ્ત્રીના ત્યાગની પ્રતિજ્ઞા કરે છે પરંતુ કોઈનાથી ગ્રહણ ન કરાયેલી હોય તેવી સ્ત્રીના ત્યાગની પ્રતિજ્ઞા કરતા નથી. છતાં શક્તિ અનુસાર વેશ્યાદિ પાસે જવાનો પણ પરિહાર કરે છે અને જ્યારે અશક્ય પરિહાર જણાય ત્યારે વેશ્યાગમનાદિ કરે તો પણ વેશ્યાદિના ત્યાગની પ્રતિજ્ઞા નહીં હોવાથી વ્રતભંગ થતો નથી.
વળી, પરદારાવર્જક શ્રાવકને ઇત્વરકાળ માટે ગ્રહણ કરાયેલી વેશ્યાદિને જોઈને અનાભોગાદિથી ભોગની ઇચ્છા પણ થઈ જાય કે ભોગની ક્રિયા ન કરે છતાં કોઈ અન્ય પ્રકારની ચેષ્ટા કરે ત્યારે અતિચારની પ્રાપ્તિ થાય છે. વળી, સ્વદારાસંતોષવ્રતવાળા શ્રાવકને વેશ્યાદિ પ્રત્યે રાગ થાય ત્યારે તેને ધનાદિ આપીને કેટલાક કાળ માટે પોતાની સ્ત્રી કરે અને વિચારે કે અલ્પકાળ માટે આ મારી સ્ત્રી છે. પરસ્ત્રી નથી તે વખતે અતિચારની પ્રાપ્તિ થાય છે; કેમ કે સ્વબુદ્ધિથી મારી સ્ત્રી છે તેવી કલ્પના થાય છે અને તેના બળથી વ્રતના રક્ષણનો પરિણામ છે. અને પરમાર્થથી તેની સ્ત્રી નથી માટે વ્રતભંગ થાય છે. અને વતંભગ અને અભંગ હોવાથી અતિચાર છે. આ પ્રકારની પ્રવૃત્તિમાં કંઈક વ્રત રક્ષણનો પરિણામ છે તેટલા જ અંશથી અતિચાર કહેવામાં આવે છે. . વસ્તુતઃ વેશ્યાદિ સ્વસ્ત્રી નથી છતાં ઉત્કટ કામની ઇચ્છાને કારણે તે પ્રકારનો પરિણામ થાય છે માટે તે રીતે વેશ્યાના સેવનમાં વ્રતના ઉલ્લંઘનનો જ પરિણામ છે. અને વ્રતના ઉલ્લંઘનનો પરિણામ વર્તતો હોય ત્યારે તે પરિણામ ગુણસ્થાનકનું કારણ બને નહીં પરંતુ કંઈક અંશે વ્રત પ્રત્યે રાગ છે તેથી વ્રતનું રક્ષણ કરવા અર્થે તે પ્રકારની કલ્પના કરીને વેશ્યાનું સેવન કરે છે. તેટલો શુભ અધ્યવસાય છે. તેથી અતિચારનો વ્યવહાર થાય છે, અનાચારનો વ્યવહાર થતો નથી.
વળી, અન્ય કહે છે કે ઇત્વર આd ગમન સ્વદારાસંતોષવ્રતવાળાનો જ અતિચાર છે; કેમ કે સ્વદારાસંતોષવાળો પુરુષ ધનાદિ આપીને અલ્પકાળ માટે વેશ્યાને પોતાની સ્ત્રી કરી સેવે છે. તેને અતિચારની પ્રાપ્તિ થાય છે અને અનાત્તનું સેવન પરદારાવજીને છે; કેમ કે કોઈકની પત્નીરૂપે નહીં ગ્રહણ કરાયેલી એવી વેશ્યા અનાત્ત છે તેથી પરદાર નથી છતાં તે વેશ્યા કોઈક દ્વારા ધન આપીને અલ્પકાળ માટે પોતાની કરાયેલી હોય તે વખતે પદારાવર્જી માટે તે વેશ્યા પણ પરદાર છે અને બીજા દ્વારા ધનાદિ આપીને ગ્રહણ કરાયેલી વેશ્યાને અતિરાગને કારણે તેવા નિમિત્ત પામીને પરદારાવજી સેવન કરે તો તેને અતિચારની પ્રાપ્તિ થાય. (૪) અનંગકીડનઃ
અનંગક્રીડનના અતિચારો અનેક રીતે પ્રાપ્ત થાય છે.