________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૪૬
૨૦૫
વળી, સ્ત્રીઓને સ્વપુરુષસંતોષ અને પરપુરુષવર્જતનો ભેદ નથી. કેમ કે, સ્વપુરુષના વ્યતિરેકથી અન્ય પુરુષોનું પરપુરુષપણું છે. પરવિવાહનું કરણ, અસંગક્રિીડત અને કામનો તીવ્રરાગ એ ત્રણ સ્વદારાસંતોષીની જેમ સ્વપુરુષ વિષયવાળી સ્ત્રીને પણ થાય. અથવા પાંચ કેમ ?=પાંચ અતિચાર કેમ થાય ? અર્થાત્ સ્ત્રીને પાંચ અતિચાર કેમ થાય તે બતાવે છે –
ઈવર આતગમત=અલ્પકાળ માટે ગ્રહણનું ગમન, સ્વપત્નીના વારાના દિવસે સ્વપતિ, સપત્નીથી પરિગૃહીત થાય ત્યારે સપત્નીના વારાનો વિલોપ કરીને તેને પતિને ભોગવનારી સ્ત્રીને અતિચાર થાય છે. વળી નહીં ગ્રહણ કરાયેલું ગમત અતિક્રમાદિ દ્વારા પરપુરુષને સેવતી સ્ત્રીને અતિચાર છે અથવા બ્રહ્મચારી એવા સ્વપતિને અતિક્રમાદિ દ્વારા સેવતી સ્ત્રીને અતિચાર છે. શેષ ત્રણ અતિચાર=પરવિવાહકરણ, અનંગક્રીડન, તીવ્રરાગ એ ત્રણ અતિચાર, સ્ત્રીને પૂર્વની જેમ છે. વળી, બ્રહ્મચારી પુરુષને કે બ્રહ્મચારી સ્ત્રીને અતિક્રમાદિથી જ સર્વ પણ અતિચારો જાણવા. I૪૬il ભાવાર્થ :
ચોથા વ્રતમાં પાંચ અતિચારો છે. (૧) પરવિવાહકરણ :
શ્રાવકના ચોથા વ્રતનો પ્રથમ અતિચાર પરના વિવાહનું કરણ છે. શ્રાવકને બ્રહ્મચર્ય પાળવાની ઉત્કટ ઇચ્છા હોય છે અને અબ્રહ્મ પ્રત્યે તીવ્ર જુગુપ્સા હોય છે. પરંતુ પૂર્ણ બ્રહ્મચર્ય પાળવાની શક્તિ નથી. છતાં પૂર્ણ બ્રહ્મચર્ય પાળવાની શક્તિના સંચય અર્થે દેશથી બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કરે છે. તેથી બ્રહ્મચર્યના રાગવાળા અને પૂર્ણ બ્રહ્મચર્યને પ્રાપ્ત કરવાના અર્થી એવા દેશથી બ્રહ્મચર્ય પાળનારા શ્રાવકે અબ્રહ્મના કારણભૂત પરવિવાહ કરાવવો જોઈએ નહિ. પરવિવાહ કરાવે તો બ્રહ્મચર્ય વ્રતનું ઉલ્લંઘન જ થાય છે. ફક્ત મુગ્ધતાથી તેને વિચાર આવે કે હું અબ્રહ્મનું સેવન કરાવતો નથી. માત્ર તેમના વિવાહને કરાવું છું. તેથી કંઈક વ્રતસાપેક્ષ પરિણામ હોવાને કારણે પરના વિવાહને કરાવવાની ક્રિયા અતિચારરૂપ છે.
વસ્તુતઃ શ્રાવક, જે દેશથી બ્રહ્મચર્યવ્રતનું ગ્રહણ કરે છે તે સંપૂર્ણ બ્રહ્મચર્ય પ્રત્યેના બળસંચય અર્થે છે અને તેવું સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાનો અર્થ એવો શ્રાવક અબ્રહ્મનું પોષણ થાય તેવો વચનપ્રયોગ પણ કરે નહીં અને મનમાં તેવો વિચાર પણ કરે નહિ. પરંતુ અજ્ઞાનને વશ કે અવિચારકતાને વશ પરવિવાહ કરે ત્યારે અતિચારની પ્રાપ્તિ થાય છે. ફક્ત પોતાના પુત્રો ઉન્માર્ગમાં ન જાય કે અસદાચારનું સેવન ન કરે તેવા શુભાશયથી અને તેના વિવાહની ચિંતા કોઈ કરે તેમ ન હોય તો તેમના હિતના પરિણામપૂર્વક પોતાના પુત્રાદિના લગ્ન કરાવે ત્યારે તેઓ કામ સેવીને કે સંસારના ભોગસુખો ભોગવીને સુખી થાય તેવો લેશ પણ અધ્યવસાય ન હોય અને તેઓ ઉન્માર્ગમાં ન જાય તેનું સ્મરણ કરીને તેના હિત અર્થે લગ્નાદિની પ્રવૃત્તિ કરે તો બ્રહ્મચર્ય પ્રત્યેનો પક્ષપાત રહેતો હોવાથી અતિચારની પ્રાપ્તિ થતી નથી. પરંતુ પુત્રાદિના રાગના કારણે તેઓ ભોગ ભોગવે અને સુખી થાય તેવી આશંસાપૂર્વક તેમનાં લગ્ન કરાવે તો સ્વીકારેલું દેશથી બ્રહ્મચર્યવ્રત મલિન થાય છે માટે અતિચારની પ્રાપ્તિ છે. તેથી શ્રાવકે પુત્રાદિ સિવાય અન્યના લગ્નમાં પ્રયત્ન કરવો