________________
૨૦૩
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૬ સ્વબુદ્ધિની કલ્પનાથી સ્વદારાપણા રૂપે વ્રતનું સાપેક્ષપણું હોવાથી ભંગ નથી અને અલ્પકાલ માટે ગ્રહણ હોવાથી વસ્તુતઃ અ સ્ત્રીપણું હોવાથી તે વેશ્યા અન્ય સ્ત્રી હોવાથી, ભંગ છે, એથી ભંગાભંગરૂપ હોવાથી અતિચાર છે. અને આ બે અતિચારો=નહિ ગ્રહણ કરાયેલ સ્ત્રીનું ગમન અને ઈવર કાલ માટે ગ્રહણ કરાયેલી સ્ત્રીનું ગમન એ બે અતિચારો, સ્વદારાસંતોષીને જ છે. પરંતુ પરદા રાવર્જકને નહિ; કેમ કે ઈતરકાલ માટે ગ્રહણ કરાયેલી સ્ત્રીનું વેશ્યાપણું હોવાને કારણે, નહીં ગ્રહણ કરાયેલી સ્ત્રીનું અનાથપણું હોવાને કારણે જ પરસ્ત્રીપણું નથી. વળી શેષ અતિચારો બંનેને છે=સ્વદારાસંતોષી અને પરદારાવર્જક બંનેને પણ છે. અને આ હરિભદ્રસૂરિનો મત છે. અને સૂત્ર અનુપાતિ છે જે કારણથી કહે છે –
સ્વદારા સંતોષવાળાને પાંચ અતિચારો જાણવા જોઈએ, આચરવા જોઈએ નહિ.” (ઉપાસકદશાંગ અ. ૧ પત્ર. ૫)
વળી, અન્ય કહે છે – ઈતર કાલ માટે ગ્રહણ કરાયેલ સ્ત્રીનું સેવન સ્વદારાસંતોષવાળાને અતિચાર છે. ત્યાં ભાવતા કરાયેલી જ છે. વળી પારદાર વર્જીને નહીં ગ્રહણ કરાયેલ સ્ત્રીનું સેવન અતિચાર છે. જે કારણથી તહીં ગ્રહણ કરાયેલી વેશ્યા છે જ્યારે અન્ય પુરુષ સંબંધી, ધનાદિથી ગ્રહણ કરાયેલી એવી તેનેકવેશ્યાને, સેવે છે ત્યારે પરદારાગમનજન્ય દોષનો સંભવ હોવાથી, કથંચિત્ પરસ્ત્રીપણું હોવાને કારણે ભંગાણું હોવાથી અને વેશ્યાપણું હોવાને કારણે અભંગાણું હોવાથી ભંગાભંગરૂપ અતિચાર છે. આ પ્રમાણે બીજો-ત્રીજો અતિચાર છે.
(૪) અસંગક્રિીડા - અને અનંગ=કામ અને તે=કામ, પુરુષને વેદના ઉદયથી સ્ત્રી-પુરુષ-નપુંસકના વિષયમાં સેવાની ઈચ્છા અથવા હસ્તકમદિની ઇચ્છા, સ્ત્રીને પણ સ્ત્રી-નપુંસક-પુરુષના વિષયમાં સેવનની ઇચ્છા અથવા હસ્તકમદિની ઇચ્છા, નપુંસકને પણ નપુંસક-પુરુષ-સ્ત્રીના વિષયમાં સેવનની ઇચ્છા કે હસ્તકમદિની ઈચ્છા આ અનંગ અન્ય કંઈ નથી=ઈચ્છાથી અતિરિક્ત અન્ય કોઈ ક્રિયારૂપ નથી. તેના વડે કામની ઇચ્છા વડે અથવા તેમાં ક્રીડન=કામની ઈચ્છામાં ક્રીડત=રમવું તે અનંગક્રીડન છે. અથવા આહાર્ય એવા કાષ્ઠ-પુસ્ત-ફલ-મૃત્તિકા-ચમદિ ઘટિત પ્રજનન વડે સ્વલિંગથી કૃતકૃત્ય પણ પુરુષ સ્ત્રીના અવાચ્ય દેશને ફરી ફરી ચેષ્ટા કરે, કેશાકર્ષણ-પ્રહારદાન-દાંત-નખ કદર્શનાદિ પ્રકારથી મોહનીયકર્મના આવેશથી તે પ્રકારે ક્રીડા કરે છે. જે પ્રકારે બળવાન રાગ થાય. અથવા અંગ-દેહના અવયવો, કામની અપેક્ષાએ સ્ત્રીની યોનિ અને પુરુષનું મેહત તેનાથી વ્યતિરિક્ત અન્ય અંગો કુચ, કક્ષા, ઉરુ, વદન વગેરે અન્ય અંગો, તેઓમાં ક્રીડન અનંગક્રીડન છે. એ પ્રમાણે ચોથો અતિચાર છે.
(૫) તીવ્ર રાગ :- અને તીવ્રરાગ=અતિ આગ્રહ અર્થાત્ મૈથુનમાં પરિત્યક્ત અન્ય સકલ વ્યાપારવાળાને તેની અધ્યવસાયતા કામની અધ્યવસાયતા, સ્ત્રીનાં મુખ-કક્ષ-ઉપસ્થાન્તરમાં અવિતૃપ્તપણાથી લિંગને નાખીને ઘણા કાળ સુધી મરેલાની જેમ નિશ્ચલ રહે છે. ચટિકાની ઉપર ચટકતી જેમ વારંવાર સ્ત્રી ઉપર આરોહણ કરે છે અને બલક્ષયવાળો થયેલો વાજીકરણાદિ સેવે છે. આ ઔષધ પ્રયોગથી