________________
૧૯૦
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | બ્લોક-૪૪ પોતાના જીવનની વ્યવસ્થા કે વ્યવસાયને કારણે માણસો પાસેથી કાર્ય કરાવવા માટે વિવેકપૂર્વક ભાષાનો પ્રયોગ કરે તો મૃષાવાદની પ્રાપ્તિ થાય નહિ. ૨. વસ્તુ જે પ્રમાણે હોય તેનાથી અન્ય પ્રકારનું કથન કરવું તે મિથ્યા ઉપદેશ છે.
૩. કોઈની સાથે વિવાદ થયો હોય ત્યારે બે પક્ષમાંથી કોઈ એક પક્ષ પ્રત્યે પોતાને પક્ષપાત હોય તેના કારણે જેના પ્રત્યે પોતાને પક્ષપાત હોય તેને, બીજાને ઠગવાનો ઉપાય સ્વયં બતાવે કે પર દ્વારા બતાવે ત્યારે મિથ્યા ઉપદેશ' નામનો અતિચાર પ્રાપ્ત થાય છે. જોકે બીજા મૃષાવાદવિરમણ અણુવ્રતમાં શ્રાવકે હું મિથ્યાઉપદેશ કરાવીશ નહીં અને હું મિથ્યા ઉપદેશ કરીશ નહીં એ પ્રમાણે પચ્ચખ્ખાણ કરેલ હોય તો વ્રતનો ભંગ જ થાય; કેમ કે બીજાને ઠગવાનો ઉપદેશ આપવો તે મૃષાવાદના કરાવણ સ્વરૂપ છે. તેથી વ્રતનો ભંગ જ થાય છતાં અનાભોગ કે સહસાત્કારથી તે પ્રકારનો ઉપદેશ અપાયો હોય તો અતિચારની પ્રાપ્તિ થાય અથવા બીજાને તેવી સલાહ આપવાનો વિચાર માત્ર થયો હોય પરંતુ તે પ્રકારનો ઉપદેશ આપ્યો ન હોય તો અતિક્રમ આદિથી અતિચારની પ્રાપ્તિ થાય. અને જે શ્રાવકે બીજું વ્રત માત્ર કરણને આશ્રયીને ગ્રહણ કરેલું હોય કરાવણને આશ્રયીને ગ્રહણ કરેલું ન હોય તે શ્રાવકને બીજાને ઠગવાની સલાહ આપવામાં વ્રત ભંગ થતો નથી. ફક્ત પોતાની કરણ-કરાવણને આશ્રયીને બીજું વ્રત ગ્રહણ કરવાની શક્તિ નહીં હોવાથી માત્ર કરણને આશ્રયીને વ્રત ગ્રહણ કરેલ હોય તોપણ બીજાને મૃષાવાદ કરાવવામાં શક્ય એટલી યતના રાખવી જોઈએ તેથી નિપ્રયોજન તે પ્રકારનો મિથ્યા ઉપદેશ બીજાને આપવો જોઈએ નહીં. પરંતુ પોતાના તેવા પ્રકારના સંયોગોને કારણે જેણે બીજું વ્રત માત્ર સ્વયં કરણને આશ્રયીને ગ્રહણ કર્યું છે તેવો શ્રાવક પણ બીજાને મૃષાવાદ કરાવવામાં શક્ય એટલી ઉચિત યતના રાખે તો વ્રતભંગ થાય નહિ.
૪. વળી, કોઈ પોતાના વ્રતના સંરક્ષણની બુદ્ધિથી પરના વૃત્તાંતના કથન દ્વારા મિથ્યા ઉપદેશ આપે ત્યારે અતિચારની પ્રાપ્તિ થાય; કેમ કે પોતાને વ્રતનું રક્ષણ કરવું છે. તેથી સાક્ષાત્ મૃષાવાદનો ઉપદેશ આપતો નથી. પરંતુ સામી વ્યક્તિને મૃષા બોલવાને અનુકૂળ ઉપદેશ આપવા અર્થે તેને કોઈકનું દૃષ્ટાંત આપીને કહે કે આવા પ્રસંગે આ પુરુષે પરને આવા પ્રકારનો ઉત્તર આપીને પોતાના વિવાદમાં પોતાનું રક્ષણ કરેલું. તે વચન દ્વારા પરને પણ કેવી રીતે વિવાદમાં મૃષાવાદ કરવો તેનો બોધ થાય છે. તેથી પરને ઠગવામાં પ્રવૃત્તિ કરાવવાનો અધ્યવસાય વર્તે છે અને વ્રત સંરક્ષણની બુદ્ધિ પણ છે તેથી અતિચાર છે. ટીકા :
तथा 'गुह्यं' गूहनीयं न सर्वस्मै यत्कथनीयं राजादिकार्यसंबद्धं तस्यानधिकृतेनैवाकारेगितादिभिख़त्वाऽन्यस्मै प्रकाशनं गुह्यभाषणम्, यथा-एते हीदमिदं च राजविरुद्धादिकं मन्त्रयन्ते, अथवा गुह्यभाषणं-पैशून्यम, यथा-द्वयोः प्रीतो सत्यामेकस्याकारादिनोपलभ्याभिप्रायमितरस्य तथा कथयति यथा प्रीतिः प्रणश्यति, अस्याप्यतिचारत्वं रहस्याभ्याख्यानवद्धास्यादिनैवेति तृतीयोऽतिचारः ३ ।