________________
૧૯૬
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૪૫
ટીકાર્ચ -
તેનાહંતશ્રદ ..... મવતિ | ચોર વડે લાવેલી વસ્તુ સસ્તામાં મળતી હોવાથી ગ્રહણ, ચોરને ચોરી કરવામાં ઉત્સાહિત કરવા રૂપ સ્તન પ્રયોગ, માનવિપ્લવ કૂટતોલ કૂટમાપ રૂપ વ્યત્યય, શત્રુના રાજ્યમાં ગમન અને પ્રતિરૂપથી ક્રિયા=વકલી વસ્તુ બનાવવાની પ્રવૃત્તિ, એ અસ્તેયમાં અદત્તાદાનવિરમણ વ્રતરૂપ ત્રીજા અણુવ્રતમાં, પ્રકરણને કારણે પાંચ અતિચારો જાણવા. અહીં ‘જોયા' શબ્દ શ્લોકમાં અધ્યાહાર છે.
ત્યાં ચોરો તેઓથી લાવેલું સુવર્ણ-વસ્ત્રાદિ તેનું ગ્રહણઃમૂલ્યથી ગ્રહણ કે વગર મૂલ્યથી ગ્રહણ, તે સ્તનાહતગ્રહ છે. દિ'=જે કારણથી, ચોરથી લાવેલું ધન આપવા દ્વારા કે ધન આપ્યા વગર પ્રચ્છન્ન ગ્રહણ કરતો ચોર કહેવાય છે. જે કારણથી નીતિ છેઃનીતિશાસ્ત્ર છે –
“ચોર, ચોર આપક, મંત્રી મંત્રણા કરનાર, ભેદજ્ઞ=ચોરના ભેદોને જાણનાર, કાણકક્રયી=ધન આપીને ચોરની વસ્તુ ગ્રહણ કરનાર, અન્નદ=ચોરને આહાર આપનાર અને સ્થાનને દેનાર એ સાત પ્રકારના ચોર છે." ૧] ) ‘ત્તિ' ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
૧. તેનાહતાદાન - તેથી ચોરીના કરવાથી વ્રતભંગ છે. વાણિજ્ય જ વેપાર જ, મારા વડે કરાય છે ચોરી નહિ, એ પ્રકારનો અધ્યવસાય હોવાને કારણે વ્રતસાપેક્ષપણું હોવાથી અભંગ છે, એથી ચોર દ્વારા લાવેલી વસ્તુના ગ્રહણમાં ભંગાભંગરૂપ પ્રથમ અતિચાર છે.
૨. સ્તનપ્રયોગ - અને ચોરોને પ્રયોગ=ચોરી માટે અનુજ્ઞા="તમે હરણ કરો' એ પ્રકારે હરણની ક્રિયામાં પ્રેરણા અથવા ચોરનાં ઉપકરણો–કુશિકા, કર્તરિકા, ઘર્ઘરિકા આદિ, તેઓનેચોરોને, અર્પણ કરવાં અથવા વેચવાં તે ‘સ્તનપ્રયોગ છે. અને અહીં જોકે હું ચોરી કરતો નથી, હું ચોરી કરાવતો નથી. એ પ્રકારે સ્વીકારેલા વ્રતવાળાને ચોરનો પ્રયોગ વ્રતભંગ જ છે. તોપણ કેમ તમે નિર્ચાપારવાળા બેઠા છો ?' જો ભોજનાદિ ન હોય તો હું તે=ભોજન, આપું છું. અથવા તારા વડે લાવેલ ચોરીના માલતો જો વિક્રાયક=ઘરાક, ન હોય તો હું વેચી આપીશ.' એ પ્રકારે વચન દ્વારા ચોરોને પ્રવૃતિ કરતો સ્વકલ્પનાથી તેના વેપારને પરિહાર કરતા વ્રતસાપેક્ષ એવા શ્રાવકને અતિચાર છે. એ પ્રમાણે દ્વિતીય અતિચાર છે.
૩. માનવિપ્લવ :- અને આના દ્વારા વસ્તુનું માન કરાય તે માન' કહેવાય. અને તે માત કુડવાદિ, પલાદિ અથવા હસ્તાદિ છે. તેનો વિપ્લવ=વિપર્યાસ-અવ્યથાકરણ=હીનાધિકપણું છે. હીનમાનથી આપે છે અને અધિક માનથી ગ્રહણ કરે છે. એથી આગહીનાધિક માન કરનાર પણ, તત્વથી ચોર જ છે. જેને કહે છે –
કંઈક લૌલ્યથી અને કોઈક કળાથી, કોઈક માપથી અને કોઈક તુલાથી કંઈક-કંઈક એકઠું કરતા વાણિયાઓ પ્રત્યક્ષ ચોરો કહેવાય છે.
જે કંઈ સહન કરે છે તે પણ ગ્રાહક જનને ઠગવા માટે અથવા મૃદુ બોલે છે તે પણ અપરને વિવશ કરવા