________________
૧૯૮
ધર્મસંગ્રહ ભાગ-૩) દ્વિતીય અધિકાર | શ્લોક-૪૫-૪૬ ભાવાર્થ -
સુવર્ણાદિ વહુઓ ચોરી કરીને લાવેલ હોવાથી સસ્તા ભાવમાં મળે છે. તેથી ધનના લોભના અર્થી એવા લોકો એવા ચોર પાસેથી સુવર્ણાદિ વસ્તુઓ સસ્તા ભાવમાં ગ્રહણ કરે ત્યારે “સ્તનાહતગ્રહ' નામનો પ્રથમ અતિચાર પ્રાપ્ત થાય છે. વળી જે ચોરો પાસેથી સસ્તા ભાવમાં માલ ગ્રહણ કરતો હોય તેવો વણિક ચોરો ચોરી કરવામાં પ્રવૃત્ત થાય તેવી કોઈ પ્રવૃત્તિ કરે ત્યારે “સ્તનપ્રયોગ' નામનો બીજો અતિચાર પ્રાપ્ત થાય છે. વળી, વ્યાપારમાં ખરીદવા માટે અને વેચવા માટે જુદા તોલમાપ રાખે તે “માનવિપ્લવ' નામનો ત્રીજો અતિચાર છે. પોતાના રાજાથી વિરુદ્ધ એવા રાજાના રાજ્યમાં ગમનનો નિષેધ હોય છતાં ધનાદિના લોભથી પોતે જાય ત્યારે વિરુદ્ધ રાજ્યગતિ નામનો ચોથો અતિચાર પ્રાપ્ત થાય છે. અને વ્યાપારમાં કીમતી વસ્તુના સદશ હલકી વસ્તુ ભેળવીને વેચાણ કરે ત્યારે પ્રતિરૂપથી ક્રિયા' નામનો પાંચમો અતિચાર પ્રાપ્ત થાય છે. - આ પાંચેય અતિચારો વસ્તુતઃ ચોરીરૂપ જ છે. તોપણ હું ચોરી કરતો નથી એ પ્રકારે કંઈક પરિણતિની અપેક્ષાએ અતિચાર કહે છે અથવા અનાભોગ-સહસાત્કારથી ક્યારેક થઈ જાય તો અતિચાર છે. અથવા એવું કૃત્ય કરેલું ન હોય છતાં તેવું કૃત્ય કરવાનો મનમાં વિકલ્પ થયો હોય ત્યારે અતિક્રમાદિથી અતિચાર છે. વસ્તુતઃ શ્રાવકે ચોરીના નિષેધનું પચ્ચખાણ ગ્રહણ કરેલું હોય ત્યારે આ પાંચ અતિચારના ત્યાગનું પચ્ચખાણ જ પ્રાપ્ત થાય છે; કેમ કે અતિચાર વ્રતના અતિચરણ સ્વરૂપ જ છે. ફક્ત તે અતિચરણનો અંશ અનાભોગાદિથી થાય છે. તે વખતે ફક્ત અનુપયોગદશાને કારણે થયેલું હોય તો તે અતિચરણ અંશ અલ્પ હોય છે. વળી, મનમાં સંકલ્પરૂપ થયું હોય પરંતુ કૃત્યરૂપે અતિચારનું સેવન ન થયું હોય તો અતિક્રમાદિ રૂપે કંઈક વ્રતનું ઉલ્લંઘન છે. અને જ્યારે લોભને પરવશ મનથી અન્ય અન્ય રીતે સમાધાન કરીને વ્રતના રક્ષણનો સંકલ્પ કરે ત્યારે ફક્ત વતરક્ષણનો કંઈક પરિણામ છે. તેટલો શુભ અંશ છે. પરમાર્થથી વ્રતના ઉલ્લંઘનનો જ પરિણામ છે તેથી શ્રાવકે અદત્તાદાનવિરમણ વ્રત ગ્રહણ કર્યા પછી તેના સ્વરૂપનું સભ્ય સમાલોચન કરીને તે વ્રતની મર્યાદાને અત્યંત સ્થિર કરવી જોઈએ અને તે મર્યાદાથી વ્રતને ગ્રહણ કરીને તે વ્રત અનુસાર ગુપ્તિનો પરિણામ પ્રગટ થાય તેવો યત્ન કરવો જોઈએ જેથી અનાભોગથી પણ વ્રતના વિરુદ્ધ ભાવોની પ્રાપ્તિ થાય નહિ. II૪પા અવતરણિકા -
इति प्रोक्तास्तृतीयव्रतातिचाराः, अथ चतुर्थव्रतस्य तानाह - અવતરણિતાર્થ –
આ પ્રમાણે ત્રીજા વ્રતના અતિચારો કહેવાયા. હવે ચોથા વ્રતના તેઓને અતિચારોને, કહે છે – શ્લોક -
परवीवाहकरणं, गमोऽनात्तेत्वरात्तयोः । अनङ्गक्रीडनं तीव्ररागश्च ब्रह्मणि स्मृताः ।।४६।।