________________
૧૮૮
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૪ તેથી એ અર્થ પ્રાપ્ત થાય કે કોઈકના એકાંતમાં થયેલા પ્રસંગનું કથન કરવામાં આવે અર્થાતુ કોઈ ન જાણતું હોય તેવું કથન કરવામાં આવે તે રહસ્યાભ્યાખ્યાન છે અને તે રહસ્યાભ્યાખ્યાન ક્યારેક વાસ્તવિક પણ હોય અને ક્યારેક અતિશયોક્તિવાળું પણ હોય તોપણ બીજાને પીડા કરનાર તે વચન હોવાથી અતિચારરૂપ છે. માટે શ્રાવકે કોઈનાં પણ ગુપ્તવચનો પોતે જાણતો હોય તેને હાસ્યાદિથી કોઈની આગળ પ્રગટ કરે નહિ. અને હાસ્યાદિથી કહે તો અતિચારની પ્રાપ્તિ થાય છે અને અભિનિવેશથી કહે તો વ્રતભંગ જ પ્રાપ્ત થાય. અર્થાત્ બીજાના ગુપ્તકથનો જાણીને તેને બધાની વચમાં હિન બતાવવા અર્થે કહે તો તે અભિનિવેશથી કથન છે અને તેવું કથન કરે તો વ્રતનો ભંગ જ થાય; કેમ કે બીજાને પીડાકારી એવા વચનપ્રયોગો અસદુદોષના અભિધાનરૂપ છે અને તેવાં વચનો નહીં બોલવાનું પ્રત્યાખ્યાન કરેલ છે તેથી બીજાને બધાની વચ્ચે હીન કરવા અર્થે તેનાં વાસ્તવિક કથનો કે અવાસ્તવિક કથનો કહેવાથી તે કથનો અસદુદોષરૂપ જ છે માટે વ્રતભંગ છે. કેમ અભિનિવેશથી કોઈના દોષોનું કથન વ્રતભંગરૂપ છે ? તેમાં સાક્ષી બતાવે છે –
આ સહસાવ્યાખ્યાનાદિ છે. એ પ્રમાણે જાણતો સહસાવ્યાખ્યાનાદિ કરે તો વ્રતભંગ થાય છે. જો વળી, અનાભોગાદિથી કરે તો અતિચાર થાય છે.
તેથી એ ફલિત થાય કે કોઈની પણ કોઈ પ્રવૃત્તિ આ અનુચિત પ્રવૃત્તિ છે તેમ જાણવા છતાં તે કથનથી તેને પીડા થશે અને તે ઉચિત નથી તેમ જાણવા છતાં જો કથન કરે તો વ્રતભંગ થાય. પરંતુ તેવો કોઈ આશય ન હોય પણ હાસ્યાદિ વૃત્તિને કારણે અનાભોગાદિથી વિચાર્યા વગર કોઈકને કંઈક કહે તો તે કથન અતિચારરૂપ છે. આનાથી શું ફલિત થાય ? તે સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રી કહે છે –
આ રીતે કોઈ શ્રાવક પરના ઉપઘાત કરનાર વચન અનાભોગાદિથી =હાસ્યાદિથી, કહે ત્યારે સામી વ્યક્તિને પીડા કરવા રૂપ સંકલેશનો અભાવ છે. ફક્ત મજાક કરવાના સ્વભાવથી બોલાય છે. તેથી વ્રતની અનપેક્ષા નથી. અર્થાત્ બીજાવ્રતમાં બીજાને પીડાકારી વચન નહીં કહેવાનું પચ્ચખાણ કરેલું તે મર્યાદાની અપેક્ષા વગર આ વચન બોલાયું નથી; કેમ કે હું તેને પીડા કરવા અર્થે કહેતો નથી. ફક્ત પ્રમોદ અર્થે કહું છું તેવો પરિણામ છે માટે વ્રતભંગ નથી. છતાં હાસ્યથી પણ બીજાને એવું વચન કહેવામાં પરને ઉપઘાતનો હેતુ બને છે. તેથી પોતાના અંતરંગ પરિણામથી વ્રતભંગ નથી અને બહિરંગ કૃત્યથી વ્રતભંગ છે; કેમ કે બહિરંગ કૃત્ય પરને પીડાકારી છે અને અંતરંગ પરિણામ બીજાને પીડા કરવાનો નથી માટે સહસાભ્યાખ્યાન બીજા વ્રતનો પ્રથમ અતિચાર છે. ટીકા -
'मिथ्योपदेशः' असदुपदेशः, प्रतिपन्नसत्यव्रतस्य हि परपीडाकरं वचनमसत्यमेव, ततः प्रमादात् परपीडाकरणे उपदेशेऽतिचारो यथा वाह्यन्तां खरोष्ट्रादयो, हन्यन्तां दस्यव इति यद्वा यथा स्थितोऽर्थस्तथोपदेशः साधीयान्, विपरीतस्तु अयथार्थोपदेशो यथा परेण संदेहापनेन पृष्टे न तथोपदेशः