________________
૧૮૭
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૪ પ્રમાણે વૃદ્ધાને કહે છે. આ તારો ભર્તા તરુણ એવી સ્ત્રીમાં અતિ પ્રસક્ત છે અને તરુણ સ્ત્રીને કહે છે આ તારો ભર્તા પ્રૌઢ ચેષ્ટાવાળી મધ્યમવયની સ્ત્રીમાં પ્રસક્ત છે. અને આ ખરકામવાળો છે અત્યંત કામવૃત્તિવાળો છે અથવા મૃદુકામવાળો છે એ પ્રમાણે પરિહાસ કરે છે અને ભર્તાની આગળ સ્ત્રીને કહે છે જે પ્રમાણે તારી પત્ની કહે છે. આ પ્રકારે આ કામગર્દભ મને એકાંતમાં હેરાન કરે છે અથવા દંપતીઓનું કે અન્ય પુરુષનું કે સ્ત્રીઓનું જેની સાથે રાગનો પ્રકર્ષ ઉત્પન્ન થાય છે, તેની સાથે તેવા પ્રકારના રહસ્યનું હાસ્ય-ક્રિીડાદિ દ્વારા અનેક પ્રકારે કથન પરંતુ અભિનિવેશથી નહીં (તે રહસ્યાભ્યાખ્યાન છે) અને તે પ્રમાણે હોતે છતે અભિનિવેશથી કહે તો વ્રતભંગ જ છે. કેમ અભિનિવેશથી વ્રતભંગ છે ? તેમાં હેત કહે છે –
આનું સહસાવ્યાખ્યાનનું, અસદ્દોષ અભિધાનરૂપપણું હોવાને કારણે પ્રત્યાખ્યાતપણું છે=પચ્ચકખાણ કરાયેલું છે. જેને કહે છે -
“જો સહસાવ્યાખ્યાનાદિ જાણતો કરે તો ભંગ જ છે=વ્રતનો ભંગ છે. વળી જો અનાભોગાદિથી કરે તો અતિચાર થાય છે.” II ().
અને આ રીતે પરઉપઘાતક વચનને અનાભોગાદિથી કરે છે. ત્યારે સંકલેશના અભાવને કારણે=બીજાને ઉતારી પાડવા રૂપ સંકલેશના અભાવને કારણે, વ્રત અનપેક્ષત્વનો અભાવ હોવાથી વ્રતભંગ નથી અને પરોપઘાતનું હેતુપણું હોવાથી વ્રતભંગ છે. તેથી ભંગ-અલંગરૂપ પ્રથમ અતિચાર છે. ભાવાર્થ :સ્થૂલ મૃષાવાદવિરમણવ્રતના અતિચાર :(૧) સહસાભ્યાખ્યાનઅતિચાર :
જે શ્રાવક સ્થૂલ મૃષાવાદનું પચ્ચખાણ કરે છે તે શ્રાવક બીજાને પીડાકારી વચનપ્રયોગ ન થાય તેવા સુંદર આશયવાળો હોય છે. તેથી પ્રાયઃ કરીને કોઈને પીડાકારી વચન તે બોલે નહિ. આમ છતાં સહસા=વિચાર્યા વગર, કોઈકને પીડાકારી વચન બોલાય તે સહસાવ્યાખ્યાન છે. જે વચનમાં બીજાને પીડાકારી એવા દોષોનું આરોપણ હોય છે. જેમ કોઈને મશ્કરીમાં કહે કે “તું ચોર છે” અથવા “તું પરસ્ત્રીલંપટ છું.” આ પ્રકારે દૃષ્ટાંત શીધ્ર બોધ થાય માટે ટીકાકારશ્રીએ આપેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈને પણ પીડાકારી એવું આલોચન કર્યા વગર કથન કરવું તે સહસાવ્યાખ્યાન છે અને તે કથન ક્યારેક સત્ય હોય અને ક્યારેક અસત્ય પણ હોય. તેથી શ્રાવકે પ્રયોજન ન હોય તો પરને પીડા કરે તેવું સત્યવચન કે અસત્યવચન પણ કહેવું જોઈએ નહિ. આમ છતાં અનાદિના પ્રમાદ સ્વભાવને વશ કોઈકના કૃત્યને જોઈને વિચાર્યા વગર કોઈને પીડાકારી એવું વચન કહેવામાં આવે તો તે શ્રાવકને સહસાવ્યાખ્યાન અતિચારની પ્રાપ્તિ થાય છે. વળી, કેટલાક ગ્રંથકારો સહસાવ્યાખ્યાનના સ્થાને રહસ્યાભ્યાખ્યાન કહે છે.