________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૩-૪૪
૧૮૫
થાય છે; કેમ કે અતિક્રમ કરતાં કંઈક અધિક કઠોર પરિણામ થયો છે. વળી, ક્રોધને વશ તાડનાદિ કરે ત્યારે અતિચારની પ્રાપ્તિ થાય છે; કેમ કે વ્યતિક્રમ કરતાં પણ અધિક કઠોર પરિણામ છે. આથી જ મા૨વાને અભિમુખ થયેલી અવસ્થારૂપ વ્યતિક્રમ કરતાં મારવાની ક્રિયાકાળમાં વિશેષ સંકલેશવાળો પરિણામ વર્તે છે. માટે અતિચાર છે. વળી, તાડનાદિ દ્વારા તે જીવની હિંસાદિ પ્રાપ્ત થાય તો અનાચાર પ્રાપ્ત થાય જેનાથી વ્રતભંગની પ્રાપ્તિ છે. આમ છતાં કોઈક જીવ આવેગને વશ તે પ્રકારે તાડન કરે અને તે જીવની હિંસા ન થાય અને શ્રાવકને પોતાના કૃત્યનો પાછળથી પશ્ચાત્તાપ થાય અને તેનું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવા માટે યત્ન કરે ત્યારે તેના અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારને અનુરૂપ પ્રાયશ્ચિત્ત અપાય છે, અને હિંસાદિ થયેલ હોય તો વ્રતભંગને અનુરૂપ પ્રાયશ્ચિત્ત અપાય છે.
વળી, વધાદિ પાંચ અતિચારો બતાવાયા છે તે ઉપલક્ષણ છે. તેથી જેમ ક્રોધાદિથી કોઈ જીવ તાડનાદિમાં પ્રવર્તે તો પ્રથમ અણુવ્રતમાં અતિચારની પ્રાપ્તિ થાય છે. તેમ ક્રોધાદિથી કોઈ શત્રુ આદિને મા૨વા માટે મંત્ર-તંત્ર-ઔષધ-પ્રયોગ આદિ કરે અને તે જીવનું મૃત્યુ થયું ન હોય તો તે મંત્ર-તંત્ર પ્રયોગ ક૨ના૨ શ્રાવકને પ્રથમ અણુવ્રતમાં અતિચારની પ્રાપ્તિ થાય છે. તેથી શ્રાવકે નિત્ય પોતાના વ્રતની મર્યાદાનું સ્મરણ કરીને અને વ્રતમાં કઈ-કઈ રીતે અતિચારોનો સંભવ છે તેનું સ્મરણ કરીને અતિચારના પરિહાર માટે ઉચિત યત્ન ક૨વો જોઈએ અને પોતાનાં સ્વીકારાયેલાં વ્રતો કઈ રીતે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સર્વવિરતિનું કારણ બને તે પ્રકારે સદા ચિંતવન કરવું જોઈએ. જેથી શ્રાવકનાં વ્રતો સર્વવિરતિની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ બને.
જે શ્રાવકો વ્રતો ગ્રહણ કર્યા પછી અતિચારોનું નિત્ય સ્મરણ કરતા નથી, તેના પરિહાર માટે ઉચિત યત્ન કરતા નથી, પોતાનાં સ્વીકારાયેલાં વ્રતો ઉત્તરોત્તર અધિક અધિક સંવર દ્વારા સર્વવિરતિનું કઈ રીતે કા૨ણ થશે તેનું સૂક્ષ્મ આલોચન કરતા નથી અને સમ્યક્ત્વને દઢ કરવા અર્થે નિત્ય સત્શાસ્ત્રોનું શક્તિ અનુસાર શ્રવણ કરતા નથી તેઓનાં વ્રતો સ્થૂલ આચારથી વ્રતરૂપ રહેવા છતાં ગુણસ્થાનકની પ્રાપ્તિનું કારણ બનતાં નથી. માટે ભાવથી દેશવિરતિ ગુણસ્થાનકના અર્થી શ્રાવકે નિત્ય સાધુધર્મનું પરિભાવન ક૨વું જોઈએ. શ્રાવકના ઉચિત આચારોનું સ્મરણ કરવું જોઈએ. અને અનાભોગ આદિથી વ્રતમાં મલિનતા ન થાય તે પ્રમાણે યત્ન કરવો જોઈએ. II૪૩||
અવતરણિકા -
अथ द्वितीयव्रतस्यातिचारानाह -
અવતરણિકાર્ય :
હવે બીજા વ્રતના અતિચારોને કહે છે
શ્લોકા ઃ
---
सहसाभ्याख्यानं मिथ्योपदेशो गुह्यभाषणम् । कूटलेखश्च विश्वस्तमन्त्रभेदश्च सूनृते ।। ४४ ।।