________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર / બ્લોક-૪૪-૪૫
૧૯૩
ટીકાર્ય :
તથા .... પશ્વમોતિચાર: ધ . (૫) વિશ્વસ્ત મંત્રભેદ–વિશ્વસ્ત મંત્રણાનો ભેદ - અને વિશ્વસ્તા= વિશ્વાસને પામેલા, જે મિત્ર-સ્ત્રી આદિ છે તેઓનું મંત્રણ–તેઓની વિચારણા, તેનો ભેદ તેનું પ્રકાશન, તેનું અનુવાદરૂપપણું હોવાને કારણે સત્યરૂપપણું હોવાથી જોકે અતિચારતા ઘટતી નથી તોપણ મંત્રિત અર્થના પ્રકાશનથી જતિત લજ્જાદિથી મિત્ર-સ્ત્રી આદિને મરણ આદિનો સંભવ હોવાને કારણે પરમાર્થથી આનું મંત્રણાના પ્રકાશનનું, અસત્યપણું હોવાથી કથંચિત્ ભંગરૂપ પણાને કારણે અતિચારતા જ છે. ગુહ્ય ભાષણમાં ગુહ્ય આકારાદિ દ્વારા ગુપ્તવાતને જાણીને અનધિકૃત પુરુષ જ ગુહ્યનું પ્રકાશન કરે છે. અને અહીં=વિશ્વસ્ત મંત્રના ભેદના અતિચારમાં, સ્વયં જ મંત્રણા કરીને તે મંત્રણાનું પ્રકાશન કરે છે. એ પ્રકારનો આ બે અતિચારનો ભેદ છે. એ પ્રકારનો પાંચમો અતિચાર છે. ૪૪ ભાવાર્થ :(૫) વિશ્વસ્તમંત્રભેદઅતિચાર:- કોઈ મિત્ર કે સ્ત્રી વગેરે પોતાની સાથે વિશ્વાસને પામેલા હોય અને તેઓની સાથે કોઈ પ્રવૃત્તિ થઈ હોય તે વખતે તે બંને વચ્ચેની કોઈ પ્રવૃત્તિની કોઈ ગુપ્ત વાત કોઈ અન્ય વચ્ચે પ્રકાશન કરવામાં આવે ત્યારે બીજા અણુવ્રતમાં અતિચારની પ્રાપ્તિ થાય છે, કેમ કે તે કથન વાસ્તવિક હોવાથી સત્યરૂપ છે. તોપણ બીજાને પીડાકારી હોવાથી કથંચિત્ ભંગરૂપ છે માટે અતિચાર સ્વરૂપ છે. આથી જ વિવેકી શ્રાવક વચનગુપ્તિને ધારણ કરીને ક્યારેય પણ કોઈની ગુપ્તવાત જાણતો હોય તે કથન સત્ય હોય તોપણ અનાભોગ સહસાત્કારથી પણ બોલે નહીં પરંતુ શ્રાવકવ્રત મર્યાદા અનુસાર દેશથી વચનગુપ્તિને ધારણ કરીને ઉચિત જ સંભાષણ કરે જેથી સ્વીકારેલ અણુવ્રત ક્રમસર વૃદ્ધિને પામીને મહાવ્રતને અનુકૂળ શક્તિ સંચયનું કારણ બને. આમ છતાં વ્રત સ્વીકાર્યા પછી જ્યારે જ્યારે જીવ પ્રમાદમાં હોય છે ત્યારે ત્યારે પોતાના જડ સ્વભાવના કારણે વ્રતની મર્યાદાનો વિચાર કર્યા વગર તે-તે પ્રકારે વ્રતનું ઉલ્લંઘન કરે તેવા અતિચારો સેવે છે. ફક્ત તે વખતે પણ સ્કૂલથી વ્રતના રક્ષણનો કંઈક પરિણામ છે તેથી તે વિચારે છે કે હું સત્ય કથન કરું છું, મૃષા કથન કરતો નથી તેમ વિચારીને અન્યને પીડાકારી એવું કથન કરે છે. તેટલા અંશમાં વ્રત પ્રત્યે કંઈક પરિણામ છે માટે અતિચાર કહેવાય છે. આજના અવતરણિકા :
अथ तृतीयव्रतातिचारानाह - અવતરણિકાર્ચ - હવે ત્રીજા વ્રતના અતિચારને કહે છે –