________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૪૨
ત્યાગાદિની ક્રિયા કરે છે. પરંતુ એકાંતવાદ સૂક્ષ્મ યુક્તિથી સ્થિર ક૨વા પ્રયત્ન કરે છે. અનેકાંતવાદના ૫૨માર્થને જાણનારા નથી તેથી તેવા એકાંતવાદના પરિચયમાં આવવાથી જેની મતિ દુર્બળ છે તેવા જીવો ઓઘથી સ્યાદ્વાદની રુચિ રાખીને ભગવાનના વચનાનુસાર ધર્મ કરતા હોય, અરિહંત દેવ, સુસાધુ ગુરુ અને સર્વજ્ઞપ્રણીત ધર્મ જ શુદ્ધ છે એમ સ્થિર બુદ્ધિપૂર્વક ધર્મ કરતા હોય તેઓ પણ એકાંતવાદીના પરિચયથી પદાર્થનો યથાર્થ નિર્ણય ક૨વા માટે અસમર્થ હોવાથી ભગવાનના વચનમાં સંદેહવાળા થાય છે. અને સન્માર્ગને છોડીને ઉન્માર્ગને સ્વીકારે તો તત્ત્વની પ્રાપ્તિ થાય નહીં માટે અપક્વ અવસ્થામાં ૫૨દર્શનનો પરિચય વિનાશકારી છે. માટે સમ્યક્ત્વના અતિચારમાં ૫રદર્શનના પરિચયને અતિચારરૂપે કહેલ છે. તેથી
શ્રાવક પરદર્શનના પરિચય વગર જૈનદર્શનની ઓઘથી રુચિ રાખીને જીવાદિ નવતત્ત્વનો યથાર્થ બોધ કરે છે તેને જીવાદિ નવતત્ત્વનો સૂક્ષ્મબોધ થાય છે. વળી અનુભવ અનુસાર તેને જણાય છે કે જીવાદિ નવ પદાર્થો પોતાના સ્વરૂપે વિદ્યમાન છે અને પ૨ સ્વરૂપે અવિદ્યમાન છે. આથી ઘટને જોઈને આ પટ નથી તે બુદ્ધિ થાય છે. તેથી નક્કી થાય છે કે ઘટ પોતાના સ્વરૂપે વિદ્યમાન છે અને પર સ્વરૂપે અવિદ્યમાન પણ છે. વળી, સ્યાદ્વાદનો સૂક્ષ્મ અભ્યાસ ક૨વાથી તેને અનુભવ અનુસાર જણાય છે કે આત્માદિ દરેક પદાર્થો દ્રવ્ય રૂપે નિત્ય છે અને પર્યાયરૂપે અનિત્ય છે. વળી, કાર્ય માત્ર પ્રત્યે માત્ર કાલ કારણ નથી પરંતુ કાલાદિ પાંચ કારણોથી કાર્ય થાય છે. અને તેમાં ઈશ્વર કારણ પણ એ રીતે થઈ શકે છે કે ભગવાને કહેલાં વચનોને જે સેવે છે તેના પ્રત્યે ઈશ્વર હિતનું કા૨ણ છે અને જે ભગવાનના વચનની વિરાધના કરે છે તેઓનું અહિત થાય છે તેથી ઉપચારથી જ ઈશ્વર અનુગ્રહ-નિગ્રહમાં કારણ છે. વસ્તુતઃ ભગવાનની આજ્ઞાના પાલનથી જ અનુગ્રહ થાય છે. અને ભગવાનની આજ્ઞાની વિરાધનાથી આત્માનો નિગ્રહ થાય છે અર્થાત્ દુર્ગતિની પ્રાપ્તિ થાય છે અને ભગવાનની આજ્ઞા સાથે ભગવાનનો અભેદ કરીને ભગવાનથી નિગ્રહ અને અનુગ્રહ થાય છે. તેમ ઉપચાર કરાય છે. આથી જ સ્યાદ્વાદના મતાનુસાર માત્ર કાલથી કાર્ય થતું નથી, માત્ર સ્વભાવથી કાર્ય થતું નથી પરંતુ પાંચ કારણોથી કાર્ય થાય છે. તેમાં ઈશ્વરને સ્થાને કર્મ જ કારણ છે છતાં કર્મબંધ અને કર્મ-નિર્જરા પ્રત્યે ભગવાનની આજ્ઞાનું પાલન અને ભગવાનની આજ્ઞાની વિરાધના કા૨ણ છે તેથી કર્મના સ્થાને ઈશ્વરને ગ્રહણ કરેલા છે.
ટીકાઃ
'अकिरियाणं च भवति चुलसीति त्ति अक्रियावादिनां भवति चतुरशीतिर्भेदा इति, न कस्यचिदवस्थितस्य पदार्थस्य क्रिया समस्ति, तद्भाव एवावस्थितेरभावादित्येवंवादिनोऽक्रियावादिनः, तथा चाहुरेके
-
૧૬૭
“ળિા: સર્વસંસ્કારા, અસ્મિતાનાં જીતઃ યિા ? ।
ભૂતિયેલાં યિા સેવ, હારું સેવ પોતે ।।।।” જ્ઞાતિ ।
एते चात्मादिनास्तित्वप्रतिपत्तिलक्षणा अमुनोपायेन चतुरशीतिर्द्रष्टव्याः, एतेषां हि पुण्याऽपुण्यवर्जितपदार्थसप्तकन्यासः, तथैव जीवस्याधः स्वपरविकल्पभेदद्वयोपन्यासः, असत्त्वादात्मनो