________________
૧૭૨
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | બ્લોક-૪૨ ટીકાર્ચ -
વેફિયા .... ત્રિવિતિ | વેળાફા = ૨ વસંતિ' પ્રતીક છે. અને વૈયિકોના બત્રીસ ભેદો છે. વિનયથી આચરણ કરે છે અથવા વિનય પ્રયોજન છે જેમને, તે વૈયિકો અને આ વૈયિકોના ભેદો અવધૂત લિંગ, આચાર અને શાસ્ત્રથી વિનયની પ્રતિપત્તિરૂપ જાણવા=લિંગના બળથી, આચારના બળથી કે શાસ્ત્રના બળથી ભેદ કર્યા વગર વિનયના કરવા સ્વરૂપ વૈયિકો જાણવા. આ ઉપાયથી=આગળ બતાવે છે તે ઉપાયધી, બત્રીશ જાણવા. દેવ-રાજા-જ્ઞાતિયતિ-સ્થવિર-અવમ-માતા-પિતા પ્રત્યેકનો દેશ-કાલથી ઉપપન્ન એવા કાયાથી વાણીથી મનથી અને દાનથી વિનય કરવો જોઈએ. આ પ્રમાણે ૪ ભેદો સુરાદિ આઠ સ્થાનોમાં એક ઠેકાણે ભેગા કરાયેલા બત્રીશ થાય છે. I.
વૈયિકો-વિનયવાદી સુર - નૃપતિ – જ્ઞાતિ - યતિ - સ્થવિર – અવમ – માતા - પિતા
કાયાથી વાણીથી મતથી દાનથી સુરના જેમ કાયાથી - વાણીથી - મતથી - દાનથી ચાર ભેદો થાય છે તે રીતે નૃપતિ આદિ દરેકના ચાર-ચાર ભેદો થાય.
સુરાદિ આઠના ચાર ભેદો= ૮૮૪=૩૨ કુલ ભેદો થાય. ભાવાર્થવૈનચિકવાદી -
વૈનાયિકો મિથ્યાદૃષ્ટિ જીવો છે. તેઓ સર્વત્ર વિનયને જ પ્રધાન કરનાર હોય છે અને તેઓ દેવ-રાજા વગેરે આઠને આશ્રયીને વિનય કરવો જોઈએ એ પ્રકારનો ઉપદેશ આપે છે. તેથી તેઓના મતાનુસાર વિનય જ ધર્મ છે અને તેઓના કુલ બત્રીશ ભેદો પ્રાપ્ત થાય છે; કેમ કે તેઓ કહે છે કે સુરાદિ આઠનો કાયાથી, વાણીથી, મનથી અને દાનથી જે દેશ અને જે કાલમાં જે પ્રમાણે વિનય સંગત થતો હોય તે પ્રકારે વિનય કરવો તે જે ધર્મ છે. તેથી સુરાદિ આઠનો કાયાદિ ચારથી વિનય કરવાથી ૮ ગુણિયા ૪=૩૨ ભેદ પ્રાપ્ત થાય છે.
વળી, વિનય ધર્મનું મૂળ હોવા છતાં વૈનાયિકો અવિવેકપૂર્વક વિનયની પ્રવૃત્તિ સ્વીકારનાર હોવાથી મિથ્યાષ્ટિ છે. છતાં વિનય કરવાની પ્રવૃત્તિ હોવાથી ઉચિત ઉપદેશાદિની સામગ્રી પ્રાપ્ત કરીને યોગ્ય જીવો ધર્મને પ્રાપ્ત કરે છે.