________________
૧૭૧
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | બ્લોક-૪૨
જીવ - અજીવ – આશ્રવ - બંધ - સંવર - નિર્જરા - પુણ્ય - અપુણ્ય - મોક્ષ ૯ પદાર્થો છે.
સત્વ અસત્વ સર્વાસત્વ અવાચ્ય સહુ અવાચ્યત્વ અસઅવાચ્યત્વ અસઅવાચ્યત્વ
જીવ પદાર્થ એકતા સદાદિને આશ્રયીને સાત ભેદ થાય. તે જ રીતે અજવાદિ દરેક પદાર્થના સાત ભેદ થાય.
૯૪૭=૬૩ ભેદ થયા તેમાં ઉત્પત્તિના ચાર ભેદો ઉમેરતા
અસત્વ
અવાચ્યત્વ
સત્વ
સવાસવ જીવાદિના ૬૩ ભેદ +૪ ભેદ=૬૭ કુલ ભેદો થયા. ભાવાર્થ :અજ્ઞાનવાદી :
અજ્ઞાનવાદીના ભેદો જીવાદિ નવ પદાર્થોને આશ્રયીને છે. અને સ્યાદ્વાદની સપ્તભંગીના જે સાત વિકલ્પો કરે છે તે સાત વિકલ્પ અનુસાર ‘ચો પટો મસ્તિ ચાત્ પટો નાસ્તિ ' ઇત્યાદિ સાત વિકલ્પ પડે છે. તેવા જ સાત વિકલ્પોને આશ્રયીને નવ પદાર્થોના વિકલ્પો પાડવાથી ૯ ગુણિયા ૭=૬૩ વિકલ્પોની પ્રાપ્તિ થાય છે. વળી અજ્ઞાનવાદી ઉત્પત્તિને આશ્રયીને ૪ વિકલ્પ પાડે છે. જે ચાર વિકલ્પો અનુસાર સત્ત્વ, અસત્ત્વ, સત્ત્વાસત્ત્વ, અને અવાચ્યત્વ રૂપ ચાર ભેદ પડે છે. જેમ સપ્તભંગીમાં આ ચાર વિકલ્પો પૂર્ણ પદાર્થને આશ્રયીને પડે છે અને બાકીના ત્રણ વિકલ્પો પદાર્થના એકે દેશને આશ્રયીને પડે છે અને ઉત્પત્તિમાં પદાર્થનો દેશ સંભવે નહીં તેથી ઉત્પત્તિને આશ્રયીને તેના વિકલ્પો પડતા નથી. એ પ્રમાણે અમને ભાસે છે. અને આ સપ્તભંગીના વિષયમાં વિશેષ બોધ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ'થી જાણવો. આ રીતે અજ્ઞાનવાદીની ક૭ ભેદની પ્રાપ્તિ છે.
વળી, અજ્ઞાનવાદીનો પ્રથમ વિકલ્પ છે કે જીવ છે ? એ કોણ જાણે છે ? અથવા જીવને જાણવાથી શું? એમ કહીને જ્ઞાનનો અભાવ જ આત્મા માટે શ્રેય છે. કારણ કે સર્વ ચિંતાઓ ઉપાધિઓ બોધથી જ થાય છે. માટે પદાર્થનું અજ્ઞાન જ જીવ માટે શ્રેય છે. આ પ્રકારની અજ્ઞાનવાદીની માન્યતા છે. ટીકા :
'वेणइयाणं च बत्तीसंति वैनयिकानां च द्वात्रिंशभेदाः, विनयेन चरन्ति विनयो वा प्रयोजनमेषामिति वैनयिकाः एते चानवधृतलिङ्गाचारशास्त्रविनयप्रतिपत्तिलक्षणा अमुनोपायेन द्वात्रिंशदवगन्तव्याःसुरनृपतिज्ञातियतिस्थविराऽवममातृपितृणां प्रत्येकं कायेन वाचा मनसा दानेन च देशकालोपपन्नेन विनयः कार्यः इत्येते चत्वारो भेदाः सुरादिष्वष्टसु स्थानेष्वेकत्र मेलिता द्वात्रिंशदिति ।