________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૩
૧૭૯ ૨. બંધ - બંધ રજુ આદિથી નિયંત્રણ છે. તે પણ પુત્રાદિને કરાય છે. એથી કુધ એ પ્રમાણે સબંધિત કરાય છે. એથી ક્રોધથી રજુ આદિનો બંધ એ બીજો અતિચાર છે.
૩. છવિચ્છેદ - છવિ=શરીર અથવા ચામડી, તેનો છેદ તે છવિચ્છેદ છેઃકર્ણ, નાસિકા, ગલકમ્બલ, પુચ્છાદિનું કર્તન છેઃછેદન છે. આ પણ કુલ= ક્રોધથી' જ છે. તેથી પાદવાલ્મીકથી ઉપહત પગવાળા પુત્રાદિના તેના કરણમાં પણ છવિચ્છેદના કરણમાં પણ, અતિપ્રસંગ નથી=અતિચારનો પ્રસંગ નથી. એ પ્રકારે ત્રીજો અતિચાર છે.
૪. અતિભારારોપણ - અતિશયિત ભાર અતિભાર વહન કરવા માટે અશક્ય એવો ભાર, તેનું આરોપણ ગાય, ઊંટ, ગધેડો, મનુષ્યાદિતા સ્કંધ ઉપર પીઠ ઉપર કે માથા ઉપર સ્થાપન કરવું. અહીં પણ ક્રોધથી અથવા ક્રોધ ઉપલક્ષિત લોભથી એ પ્રમાણે યોજન કરવું ક્રોધથી કે લોભથી અતિભારનું આરોપણ કરે તે અતિચાર છે. તેનું વર્જન કરવું.
૫. ભક્તપાત વ્યવચ્છેદ - ભક્ત-અશન એવું ઓદનાદિ છે. પાન પેય એવું જલાદિ છે. તે બેનો વ્યવચ્છેદ=નિષેધ, ક્રોધથી જ એ પ્રકારે પાંચમો અતિચાર છે.
અહીં-આના વિષયમાં અતિચારના વિષયમાં, ‘આવશ્યકચૂણિ' આદિમાં કહેવાયેલી આ વિધિ - ૧. વધ બે પગવાળા અથવા ચાર પગવાળાનો થાય તે પણ સાર્થક અથવા અનર્થક થાય. ત્યાં અનર્થક કરવું યોગ્ય નથી અનર્થક વધ કરવો યોગ્ય નથી. અને સાર્થક વળી આ=વધ, બે પ્રકારનો છે. સાપેક્ષ અને નિરપેક્ષ. ત્યાં નિરપેક્ષ નિર્દય તાડન છે. તે કરવું જોઈએ નહિ=નિર્દય તાડન છે તે કરવું જોઈએ નહિ. વળી, સાપેક્ષ શ્રાવકે પ્રથમથી જ ભીત પર્ષદાવાળા થવું જોઈએ=શ્રાવક, પુત્રાદિ વગર તાડને કહેવા માત્રથી ભય પામે તેવું વર્તન કરવું જોઈએ. જો વળી કોઈપણ વિનય ન કરે તો મને છોડીને મર્મસ્થાનોને છોડીને, તેને લાતથી કે દોરડાથી એક-બે વખત તાડન કરે.
૨. બંધ પણ તે પ્રકારે જ કરેeતાડનની જેમ થતતાપૂર્વક કરે. ફક્ત અત્યંત નિશ્ચલ બંધત નિરપેક્ષ બંધન છે. સાપેક્ષ જે દોરડાની શિથિલ ગાંઠથી છે અને જે પ્રદીપ આદિમાં છોડાવવા માટે કે છેદવા માટે શક્ય છે. એ રીતે ચતુષ્પદોનો બંધ છે. વળી, દ્વિપદો એવાં દાસ-દાસી-ચોર-પારદારિક-પ્રમત્ત પુત્રાદિનો જો બંધ છે તો સવિક્રમણ જ બંધ કરવો જોઈએ=છૂટી શકે એવા જ બાંધવા જોઈએ. અને રક્ષણ કરવા જોઈએ. જે પ્રમાણે અગ્નિ-ભયાદિમાં વિનાશ ન પામે અને દ્વિપદ-ચતુષ્પદાદિ શ્રાવકે તે જ સંગ્રહ કરવા જોઈએ જે બંધાયા વગર રહે.
૩. છવિચ્છેદ પણ તે પ્રમાણે જ છે=વધ અને બંધની જેમ જ છે. ફક્ત નિરપેક્ષ હસ્ત-પાદ-કર્ણનાસિકાદિ જે નિર્દય છેદે છે તે નિરપેક્ષ છે. સાપેક્ષ વળી ગડ અથવા અરૂને છેદે છે અથવા બાળે છે.
૪. અતિભારારોપણ – અતિભાર પણ આરોપણ કરવો જોઈએ નહીં જ કારણથી શ્રાવકે પૂર્વમાં જ બે પગ આદિના વાહન દ્વારા આજીવિકા કરવી જોઈએ નહિ.