________________
૧૮૨
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર / શ્લોક-૪૩ અહિંસા વ્રતમાં ચોથો અતિચાર પ્રાપ્ત થાય છે. વળી, ક્રોધને વશ તેઓને ભોજનાદિનો વ્યવચ્છેદ કરવામાં આવે ત્યારે પહેલા અણુવ્રતમાં પાંચમો અતિચાર પ્રાપ્ત થાય છે.
અતિચારના વિષયમાં “આવશ્યક ચૂર્ણિમાં આ પ્રકારનું કથન છે –
બે પગવાળાં એવાં દાસ-દાસી અને ચાર પગવાળાં એવાં પશુઓને તાડનરૂપ વધ થાય છે. તે તાડન પણ પ્રયોજનવાળું હોય છે. અર્થાત્ તેઓને ઉચિત પ્રવૃત્તિમાં યોજન કરવાના પ્રયોજનવાળું હોય છે અને અનર્થક પણ હોય છે. અર્થાત્ પોતાના અસહિષ્ણુ સ્વભાવને કારણે તેઓની કોઈક પ્રવૃત્તિ જોઈને તેઓના પ્રત્યે ગુસ્સો આવવાથી તાડન કરાય છે અને તે પ્રકારનું તાડન શ્રાવકે કરવું ઉચિત નથી અને કરે તો વ્રતભંગ જ થાય. વળી પ્રયોજનવાળું તાડન બે પ્રકારનું છે ૧. સાપેક્ષ. ૨. નિરપેક્ષ. જેમ કોઈને ઉચિત કૃત્ય કરાવવાના પ્રયોજનથી તાડન કરવામાં આવે ત્યારે પણ નિર્દય તાડન કરે તો તે નિરપેક્ષ તાડન છે અને તેવું તાડન શ્રાવકે કરવું જોઈએ નહીં અને સાર્થક એવું સાપેક્ષ તાડન કરવાનો પણ પ્રસંગ ન આવે તેના માટે શ્રાવકે પ્રથમથી તે પ્રકારે દાસ-દાસી કે પશુ આદિ રાખવાં જોઈએ કે જેથી તેઓને તાડન કરવાનો પ્રસંગ ન આવે. આથી જ દયાળુ સ્વભાવવાળા શ્રાવકો પશુ આદિને પણ તે રીતે જ રાખે છે, દાસદાસીને પણ તે જ રીતે રાખે છે કે જેથી તેઓ હંમેશાં શ્રાવકના ઉચિત વર્તનને જોઈને ઉચિત પ્રવૃત્તિ કરનારાં બને છે અને કોઈ ભૂલ થશે તો પોતાને ઠપકો મળશે એવા ભયથી ક્યારેય અનુચિત પ્રવૃત્તિ કરતાં નથી. આમ છતાં કોઈ શ્રાવકને એવાં દાસ-દાસીની અપ્રાપ્તિને કારણે કે કોઈ અન્ય કારણે તે દાસ-દાસી વિનય ન કરે તો પણ તેઓને નિર્દયપણાથી તાડન કરવું જોઈએ નહીં પરંતુ તેનાં મર્મસ્થાનોને લાગે નહીં તે રીતે એક-બે વખત તાડન કરે જેથી અહિંસાવ્રતમાં અતિચારની પ્રાપ્તિ ન થાય. વળી બંધ પણ દોરડાથી તેવો નિશ્ચલ બાંધે નહિ; કેમ કે નિશ્ચલબંધ નિરપેક્ષ બંધ છે અને તે રીતે બાંધવાથી અગ્નિ આદિમાં તેનું મૃત્યુ થવાનો પ્રસંગ આવે અને બહુ તોફાન આદિ કરતા હોય ત્યારે સાપેક્ષપણે દોરડાથી શિથિલ બાંધે જેથી અગ્નિ આદિના પ્રસંગમાં સુખપૂર્વક તેઓનું રક્ષણ થાય. વળી, તેવા કોઈક પ્રસંગથી તેઓને બાંધ્યા હોય ત્યારે અગ્નિ આદિ ઉપસ્થિત થાય તો શ્રાવકે તેઓનું રક્ષણ કરવા ઉચિત યત્ન કરવો જોઈએ. વળી, શ્રાવકે તેવાં જ પશુ આદિ કે દાસ-દાસી આદિ સંગ્રહ કરવાં જોઈએ કે જેમને બાંધવાની આવશ્યકતા રહે નહિ. તેથી બાંધવાકૃત
ક્લેશનો પરિણામ પ્રાપ્ત થાય નહિ. વળી, ચામડીનો છેદ પણ શ્રાવકે નિરપેક્ષ રીતે કરવો જોઈએ નહીં પરંતુ કોઈ રોગ આદિને કારણે ગૂમડા આદિનો છેદ કરે તો દોષ નથી. વળી, શ્રાવકે બે પગવાળા મનુષ્ય પાસેથી કે પશુઓ પાસેથી કામ કરાવવું પડે તેવી આજીવિકા કરવી જોઈએ નહિ; કેમ કે તે પ્રકારની આજીવિકામાં બીજા જીવોને સંત્રાસ થવાને કારણે હૈયું કઠોર બને છે. પરંતુ અન્ય રીતે આજીવિકા ન થાય તો તેના ઉપર અતિશય ભારનું આરોપણ કરવું જોઈએ નહિ. વળી, ભારવહનનું કાર્ય પૂરું થાય કે તરત તેઓને તે ભારથી મુક્ત કરવાં જોઈએ જેથી બીજા જીવોની પીડા જોઈને પોતાના દયાળુ ચિત્તનું રક્ષણ થાય. વળી, દાસ-દાસી વગેરેને આહાર-પાણીનો વ્યવચ્છેદ શ્રાવકે કરવો જોઈએ નહિ. ફક્ત સ્વભોજનવેળામાં તેઓ જ્વર આદિવાળા હોય તો તેઓને ભોજન કરાયા વગર પણ પોતે ભોજન કરે તે સિવાય પોતાને આશ્રિત જે કોઈપણ હોય તે સર્વને ભોજન કરાવે પછી જે શ્રાવક ભોજન કરે. જેથી પોતાને આશ્રિત સર્વની