________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | બ્લોક-૪૩
૧૮૧
શું અતિચાર છે? તેનો ઉત્તર આપે છે. જે કુપિત વધાદિ કરે છે. આ=વધાદિ કરનાર શ્રાવક, નિયમના અનપેક્ષાવાળો છે=વ્રતની અપેક્ષા વગરનો છે. ||૧||
મૃત્યુનો અભાવ હોવાથી તેનો નિયમ છે–તેનું વ્રત છે. કોપને કારણે દયાહીનપણું હોવાથી વળી ભગ્ન છે–તેનું વ્રત ભગ્ન છે. દેશના ભંગના કારણે અને દેશના અનુપાલનને કારણે, પૂજ્યો અતિચાર કહે છે." ગરા ().
જે પ્રમાણે કહેવાયું=શંકાકાર વડે કહેવાયું. વ્રતની મર્યાદા વિશીર્ણ થશે વ્રતની સંખ્યા ૧૨ કરતાં અધિક પ્રાપ્ત થશે તે અયુક્ત છે; કેમ કે વિશુદ્ધ અહિંસાનો સદ્ભાવ હોતે છતે વધાદિનો અભાવ જ છે. તે કારણથી આ બંધાદિ અતિચાર જ છે. એ પ્રમાણે સ્થિત છે અથવા અનાભોગ-સહસાત્કાર આદિ દ્વારા અથવા અતિક્રમણાદિ દ્વારા સર્વત્ર અતિચારતા જાણવી=વધ, બંધાદિમાં અતિચારતા જાણવી. ત્યાં અનાભોગ અસાવધાનતા છે અને સહસાત્કાર વિચાર્યા વગર કારીપણું છે. અને
કહ્યું છે.
પૂર્વમાં જોયા વગર પગ મૂકે છતે (અનાભોગ છે, જે વળી ‘પાસે'=જુએ છે અને પગનું નિવર્તન કરવા માટે સમર્થ થતો નથી દેખાતા જીવનું રક્ષણ કરવા માટે સમર્થ થતો નથી. એ સહસાત્કાર છે.” ).
અને “અતિક્રમ' આદિનું સ્વરૂપ – વ્રતભંગ માટે કોઈક વડે નિમંત્રણ કરાયે છતે અપ્રતિષેધથી અતિક્રમ છે. ગમતાદિ વ્યપાર કરાયે છતે વળી વ્યતિક્રમ છે. ક્રોધથી વધ-બંધાદિમાં અતિચાર છે. વળી, જીવહિંસાદિમાં અનાચાર છે અને વધાદિના ગ્રહણનું ઉપલક્ષણપણું હોવાથી ક્રોધાદિથી હિંસાદિ હેતુ મંત્ર-તંત્ર-ઔષધ-પ્રયોગાદિ અન્ય પણ આ વ્રતમાં અતિચારપણાથી જાણવા. II૪૩ ભાવાર્થ :શૂલપ્રાણાતિપાતવિરમણવ્રતના અતિચાર :
જે શ્રાવક સમ્યક્તના પાંચ અતિચારના પરિહારપૂર્વક પ્રથમ અણુવ્રત ગ્રહણ કરે છે=“મારે ત્રસ જીવોની હિંસા કરવી નહિ' એ પ્રમાણે પ્રથમ અણુવ્રત સ્વીકારે છે તે શ્રાવકને પ્રમાદને વશ પ્રથમ અણુવ્રતમાં પાંચ અતિચારોની પ્રાપ્તિ છે.
જેમ ક્રોધને વશ કોઈને તાડન કરે તો પ્રથમ અતિચારની પ્રાપ્તિ થાય. ત્યાં ક્રોધનો અર્થ કર્યો કે પ્રબલ કષાયના ઉદયથી. એથી એ પ્રાપ્ત થાય કે પુત્રાદિને વિનય માટે કે તેના ભાવિના હિત માટે તાડન કરે ત્યારે અતિચારની પ્રાપ્તિ નથી પરંતુ કોઈના વર્તનને પોતે સહન ન કરી શકે અને તેના અનુચિત વર્તનને કારણે પ્રબળ કષાયનો ઉદય થાય અને તાડન કરે તો પ્રથમ વ્રતમાં “વધ” નામનો અર્થાત્ “તાડન' નામનો અતિચાર પ્રાપ્ત થાય છે. વળી રજુ આદિથી કોઈને ગુસ્સાથી બાંધવામાં આવે ત્યારે “બંધ' નામનો બીજો અતિચાર પ્રાપ્ત થાય છે. વળી, કોઈના પ્રત્યે ગુસ્સો આવવાથી તેના શરીરના કોઈ અવયવનો છેદ કરવામાં આવે ત્યારે છવિચ્છેદ' નામનો ત્રીજો અતિચાર પ્રાપ્ત થાય છે. વળી ક્રોધને વશ કે લોભને વશ પશુ આદિ ઉપર કે મનુષ્ય આદિ ઉપર અધિક ભાર આરોપણ કરવામાં આવે તો દયાનો પરિણામ ઘવાય છે તેથી